Wednesday, November 13, 2024
More
    હોમપેજગુજરાતઅમદાવાદ: ચાંદખેડામાં પૂર્વ આર્મીજવાન તરીકે ઓળખ આપી, અપરણિત ગણાવી, હિંદુ યુવતીને ફસાવીને...

    અમદાવાદ: ચાંદખેડામાં પૂર્વ આર્મીજવાન તરીકે ઓળખ આપી, અપરણિત ગણાવી, હિંદુ યુવતીને ફસાવીને આચર્યું દુષ્કર્મ; ‘મિશન ફિટ ઇન્ડિયા’ના ફિઝિકલ ટ્રેનર કાસમ ખાનની ધરપકડ

    યુવતી કાસમ ખાનના ઘરે જતાં ત્યાં તેની પત્ની પણ જોવા મળી હતી. પત્નીએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો. કાસમ ખાનનો ભાંડો ફૂટતા યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને પોતાની ખોટી ઓળખ આપી, લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરે છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ચાંદખેડામાં હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મુસ્લિમ યુવક કાસમ ખાને પરણિત હોવા છતાં પોતાને અપરણિત ગણાવી, એક્સ આર્મીમેનની ઓળખ આપી, લગ્નનું વચન આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. અંતે કાસમ ખાનનો ભાંડો ફૂટતા હિંદુ યુવતીએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

    અહેવાલોના જણાવ્યા અનુસાર મૂળ મહેસાણા અને હાલ અમદાવાદના ચાંદખેડામાં રહેતી 26 વર્ષીય યુવતીએ નાર્કોટિક્સ વિભાગમાં સબ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તે ફિજિકલ પરીક્ષાની તૈયારી કરતી હતી. ત્યારે તેને રનિંગ માટેની પ્રેક્ટિસ કરવાની હોવાથી તેણે કોચ બાબતે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું હતું. ત્યારબાદ મિશન ફિટ ઇન્ડિયા સંસ્થા ચલાવતા કાસમ ખાન (બી.કે ખાન) નામના મુસ્લિમ શખ્સ સાથે તેની મુલાકાત થઈ હતી .

    કાસમ ખાને તેને એક્સ આર્મીમેનની ઓળખ આપી હતી. યુવતીએ ટ્રેનિંગ શરૂ કર્યા બાદ કાસમે પોતે અપરણિત હોવાનું કહી અને યુવતીને ટ્રેનિંગના બહાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

    - Advertisement -

    પરણિત હોવા છતાં ઓળખ છુપાઈ હોટેલમાં લઈ ગયો

    ટ્રેનિંગ દરમિયાન કાસમ ખાન વારે-વારે યુવતીને લગ્ન કર્યા છે કે કેમ? સહિતના અંગત સવાલો કરી બદઈરાદાથી જોતો હતો. 18 જાન્યુઆરીએ કાર લઈને યુવતીના ચાંદખેડામાં આવેલા ઘર નજીક કોફી શોપમાં જઈને યુવતીને પસંદ કરતો હોવાની વાત કરી હતી. આ પછી પણ એક વખત ફરવા લઈ જઈ લગ્ન કરવા ઈચ્છતો હોવાની વાત કરી હતી આ સાથે જ તેણે અનેકવાર યુવતીને પોતે અપરણિત હોવાનું પણ કહ્યું હતું.

    તારીખ 28 ફેબ્રુઆરીએ કાસમ ખાને યુવતીને કારમાં બેસાડી અમદાવાદમાં આવેલા તપોવન સર્કલ પાસેની તપોવન ઈનિંગ્સ હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પોતાનું આર્મી કાર્ડ બતાવી રૂમ મેળવ્યો હતો. ત્યારબાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતી કાસમ ખાનના ઘરે જતાં ત્યાં તેની પત્ની પણ જોવા મળી હતી. પત્નીએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો. કાસમ ખાનનો ભાંડો ફૂટતા યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસે ગુનો નોંધી SC-ST સેલને તપાસ સોંપતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

    આ પહેલા પણ બની હતી આવી ઘટના

    આ પહેલા સુરતમાં પણ આવી ઘટના સામે આવી હતી જેમાં સુરતના બેગમપુરામાં એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલાએ પોતે અપરણિત હોવાનું કહીને બે બાળકોની માતાને પોતાની જાળમાં ફસાવી હતી.

    આરોપી પરિણીતાને પર્સનલ ટ્રેનિંગ આપવા તેના ઘરે જતો આવતો હતો. તે દરમિયાન તેણે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન ઘરે અને જીમમાં ઘણીવાર બન્નેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. નોંધનીય વાત એ છે કે કૌશરઅલી પહેલાથી પરણિત હતો. જે જીમ ટ્રેનર ઉપરાંત બેગમપુરામાં કેબલ ઓપરેટરનું કામ કરતો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં