Tuesday, April 30, 2024
More
    હોમપેજક્રાઈમસુરતના જીમ બની રહ્યા છે શોષણના અડ્ડા: સલાબતપુરાની પરિણીતાને ફસાવીને ટ્રેનર કૌશરઅલીએ...

    સુરતના જીમ બની રહ્યા છે શોષણના અડ્ડા: સલાબતપુરાની પરિણીતાને ફસાવીને ટ્રેનર કૌશરઅલીએ લગ્ન તોડાવ્યા, લિવ-ઈનમાં રાખીને કર્યા બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય

    કૌશરઅલીએ લગ્નની લાલચ આપીને પરિણીતાના તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવી દીધા હતા. જે બાદ જાન્યુઆરી 2022થી બંને એકસાથે લિન-ઇનમાં રહેતા હતા. કૌશરઅલીએ પરિણીતાને રમઝાન બાદ લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે રમઝાન બાદ પણ લગ્નની વાતને ટાળ્યા કરતો હતો. જેને લઈને બંનેમાં ઝઘડા થવા માંડ્યા હતા.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી સુરતમાં જીમમાં જારી યુવતીઓ કે મહિલાઓ પર જીમ ટ્રેનર દ્વારા કરવામાં આવતી છેડતી અને બળાત્કારોની ઘણી ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના હવે સુરતના જ બેગમપુરામાં ચાલતા એક જીમ ટ્રેનર કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલાએ સલાબતપુરાની એક પરિણીતા સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવાનું સામે આવ્યું છે.

    ABP લાઈવના અહેવાલ અનુસાર સુરતમાં બેગમપુરામાં એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલાએ બે બાળકોની માતાને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપી પરિણીતાને પર્સનલ ટ્રેનિંગ આપવા તેના ઘરે જતો આવતો હતો. તે દરમિયાન તેણે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન ઘરે અને જીમમાં ઘણીવાર બન્નેને શારીરિક સંબંધ બાંધ્યા હતા. નોંધનીય વાત એ છે કે કૌશરઅલી પહેલાથી પરણિત હતી. જે જીમ ટ્રેનર ઉપરાંત બેગમપુરામાં કેબલ ઓપરેટરનું પણ કામ કરે છે.

    કૌશરઅલીએ લગ્નની લાલચ આપીને પરિણીતાના તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવી દીધા હતા. જે બાદ જાન્યુઆરી 2022થી બંને એકસાથે લિન-ઇનમાં રહેતા હતા. કૌશરઅલીએ પરિણીતાને રમઝાન બાદ લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ તે રમઝાન બાદ પણ લગ્નની વાતને ટાળ્યા કરતો હતો. જેને લઈને બંનેમાં ઝઘડા થવા માંડ્યા હતા.

    - Advertisement -

    રોજ રોજના ઝઘડાઓથી કંટાળીને પરિણીતા પોતાના માતા-પિતા સાથે રહેવા ચાલી ગઈ હતી. જે બાદ કૌશરઅલી અને તેની પત્ની બંને આ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા કરતા હતા.

    તેમની ધમકીઓથી ત્રસ્ત થઈને પરિણીતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જીમ ટ્રેનર કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા વિરુદ્ધ દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. હાલ આ વિષયમાં વધુ તપાસ ચાલી રહી છે.

    જીમ ટ્રેનર સોહિલ ફારૂન સૈયદ કરતો હતો હિંદુ યુવતીની છેડતી

    છેલ્લા અમુક સમયથી ઘણા એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે જ્યાં જીમ એ સ્વાસ્થ્ય સુધારવા કે જાળવવા માટેનું નહિ પરંતુ યુવતીઓના શારીરિક શોષણનું કેન્દ્ર બનતા જતા જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સો માર્ચ મહિનામાં સુરતથી સામે આવી રહ્યો છે. જેમાં એક જીમ ટ્રેનર સોહિલ પોતાના જીમમાં આવતી યુવતીની છેડતી કરી રહ્યો હતો.

    ન્યુઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ જયારે આ યુવતીએ પોતાની આપવીતી પોતાના પરિવાર અને મિત્રોને જણાવી તો તેઓએ લાઠી-દંડાઓ જિમ પર પહોંચીને જિમ ટ્રેનર સોહિલને પાઠ ભણાવ્યો હતો, જેથી તે ભવિષ્યમાં અન્ય કોઈ યુવતી સાથે આમ ના કરી શકે. તે સમયનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં