Sunday, April 28, 2024
More
    હોમપેજદેશઆશિક નામના યુવકે પ્રેમિકાને ગળું દબાવીને મારી નાખી, લાશનો ફોટો વોટ્સએપ સ્ટેટ્સમાં...

    આશિક નામના યુવકે પ્રેમિકાને ગળું દબાવીને મારી નાખી, લાશનો ફોટો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો: ચેન્નાઈની ચોંકાવનારી ઘટના, ધરપકડ

    મૂળ કેરળના કોલ્લમની રહેવાસી મૃતક ફૌઝિયા 20 વર્ષની હતી અને તે સ્થાનિક કૉલેજમાં નર્સિંગના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થીની ભણવા માટે ન્યુ કૉલોની વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહેતી હતી. આશિકે ફૌઝિયાની ગળું દાબીને હત્યા કરી નાખી અને તેની લાશનો ફોટો પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો.

    - Advertisement -

    તમિલનાડુથી કંપારી છૂટે તેવી હત્યાની એક ઘટના સામે આવી છે. રાજ્યની રાજધાની ચેન્નઈમાં નર્સિંગ ભણતી એક વિદ્યાર્થિનીની તેના પ્રેમીએ ગળું દાબીને હત્યા કરી નાખી. એટલું જ નહીં હત્યારાએ પ્રેમિકાની હત્યા કરીને લાશનો ફોટો પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. હત્યારાનું નામ આશિક હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે મૃતક યુવતીની ઓળખ ફૌઝિયા તરીકે થઈ છે. બંને છેલ્લાં પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતાં. હાલ પોલીસે આશિકની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના ચેન્નઈના ક્રોમપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૂળ કેરળના કોલ્લમની રહેવાસી મૃતક ફૌઝિયા 20 વર્ષની હતી અને તે સ્થાનિક કૉલેજમાં નર્સિંગના દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થીની ભણવા માટે ન્યુ કૉલોની વિસ્તારમાં એક હોસ્ટેલમાં રહેતી હતી. આશિકે ફૌઝિયાની ગળું દાબીને હત્યા કરી નાખી અને તેની લાશનો ફોટો પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. કેટલાક કૉમન મિત્રોએ ફૌઝિયાની લાશ જોતા જ ક્રોમપેટ પોલીસને જાણ કરી હતી.

    ત્યારબાદ પોલીસે તપાસ આદરતા વિસ્તારની એક હોટલમાંથી તેની લાશ મળી આવી હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર તે બંને છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતાં. શુક્રવારે (1 ડિસેમ્બર, 2023)ના રોજ તે બંનેએ ક્રોમપેટ હોટલમાં એક રૂમ બુક કર્યો હતો. આ દરમિયાન સાંજે 5 વાગ્યાના આરસમાં આશિકે ટીશર્ટ દ્વારા ગળું દાબીને ફૌઝિયાની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તેણે તેની લાશનો ફોટો વોટ્સએપ સ્ટેટ્સમાં અપલોડ કર્યો હતો. મૃતકના કેટલાક મિત્રો પાસે આશિકનો નંબર હતો, તેમણે આ ફોટો જોતાં જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની તપાસ કરતાં યુવતીની લાશ મળી આવી હતી. હોટલના CCTV તપાસતાં યુવક હત્યા કરીને ભાગતો જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો.

    - Advertisement -

    છાનામાના લગ્ન અને બંનેને એક બાળક પણ

    પોલીસના જણાવ્યા અનુસાર મૃતક જ્યારે 17 વર્ષની હતી ત્યારે આશિકે તેને લગ્ન કરીને ગર્ભવતી કરી નાંખી હતી, ત્યારબાદ તેણે એક બાળકને પણ જન્મ આપ્યો હતો. તે સમયે ફૌઝિયાને જાણ થઈ હતી કે આશિકના અન્ય યુવતીઓ સાથે પણ આડા સંબંધ છે, જે બાદ તેણે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો તેમજ અન્ય કલમો હેઠળ આશિકની ધરપકડ પણ કરી હતી. આ દરમિયાન ફૌઝિયા અને આશિકના બાળકને દત્તક આપી દેવામાં આવ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ આશિકે તેની માફી માંગતા તેઓ ફરી એક થઇ ગયા હતા, તે અવારનવાર કોલ્લમથી ચેન્નઈ તેને મળવા આવતો હતો.

    હજુ સુધી હત્યાનું કારણ નથી જાણી શકાયું પરંતુ પોલીસના અનુમાન અનુસાર ફૌઝિયા એ આશિકના અન્ય યુવતીઓ સાથે સંબંધોને લઈને ફરી ઝઘડો કરતા તેણે તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ચેન્નઈમાં આશિકે પ્રેમિકાની હત્યા કરી તે મામલે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં