Sunday, May 19, 2024
More
    Home Blog Page 951

    ગુજરાતમાં સ્થપાશે વધુ પાંચ મેડિકલ કોલેજો : 500 બેઠકો ઉમેરાશે, સરકારે 2500 કરોડનું બજેટ ફાળવ્યું

    આગામી સત્રથી ગુજરાતમાં નવી પાંચ મેડિકલ કોલેજો શરૂ થવા જઈ રહી છે. આ માટે સરકારે અઢી હજાર કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. યોજના અનુસાર, ગુજરાતના મોરબી, પોરબંદર, ગોધરા, રાજપીપળા અને નવસારીમાં નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે. જેના કારણે મેડિકલ શિક્ષણની બેઠકોમાં પણ વધારો થશે. 

    ગુજરાત રાજ્યને ભારતનું મેડિકલ હબ બનાવવા અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાના હેતુથી આ પાંચ શહેરોમાં મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે.  હાલ ગુજરાતમાં છ સરકારી મેડિકલ કોલેજો છે અને આઠ મેડિકલ કોલેજો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. જે મળીને કુલ 5700 બેઠકો થાય છે. હવે નવી મેડિકલ કોલેજો ઉમેરાતા વધુ પાંચસો બેઠકો ઉમેરાશે

    કુલ 2500 કરોડમાંથી મોરબીમાં 627 કરોડના ખર્ચે, પોરબંદરમાં 390 કરોડના ખર્ચે, ગોધરામાં 512 કરોડના ખર્ચે, નવસારીમાં 542 કરોડ અને રાજપીપળામાં 529 કરોડના ખર્ચે મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. આ દરેક કોલેજમાં 100 બેઠકો હશે. તેમજ તમામ કોલેજોનું સંચાલન GMERS હેઠળ કરવામાં આવશે.

    ગાંધીનગર સ્થિત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિરેક્ટોરેટના એડિશનલ ડાયરેક્ટર ડૉ આર દીક્ષિતે જણાવ્યું હતું કે, “સ્વાસ્થ્ય સેવાઓને વધુ બહેતર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લાઓમાં મેડિકલ કોલેજ સ્થાપવાની હાકલ કરી છે. જે મુજબ, આગામી શૈક્ષણિક વર્ષથી પોરબંદર, મોરબી, ગોધરા, રાજપીપળા અને નવસારીમાં પાંચ નવી કોલેજો ઉમેરાશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે દરેક કોલેજમાં 100 બેઠકો હશે, એમ કુલ 500 બેઠકો ઉમેરાશે.

    આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નવી કોલેજો ઉપરાંત સિવિલ હોસ્પિટલ, આસરવા, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં તબદીલ કરવામાં આવશે, જે આરોગ્ય અને તબીબી શિક્ષણને વધુ મજબૂત બનાવશે. તદુપરાંત, સરકારના એક અધિકારીએ પણ રાજ્યમાં પાંચ કોલેજો સ્થપાવાના સમાચારને પુષ્ટિ આપી હતી અને ઉમેર્યું હતું કે સરકારે આ માટે બજેટની ફાળવણી પણ કરી દીધી છે.

    આ ઉપરાંત, આગામી સમયમાં ગુજરાતના બોટાદ, ખંભાળીયા, વેરાવળ, તાપી અને વ્યારામાં પણ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. આ માટે કામ શરૂ થઇ ગયું છે અને બ્લુપ્રિન્ટ પણ તૈયાર થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ટૂંક સમયમાં આ કોલેજો માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવશે.

    અન્ય એક અહેવાલ મુજબ આ મેડીકલ કોલેજને જે તે શહેરની સરકારી હોસ્પિટલ સાથે જોડી દેવામાં આવશે અને તેના કારણે સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ સારવારમાં મળતી તબીબી સુવિધાઓમાં વધારો થશે. ઉપરાંત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પણ સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપના કારણે જે વ્યાપક લાભ થાય છે તે પણ વધશે.

    PFI અને SDPI ઉગ્રવાદી સંગઠનો, હિંસાના ગંભીર કૃત્યોમાં સામેલ છે તે છતાં પ્રતિબંધિત નથી;કેરળ હાઈકોર્ટનું અવલોકન

    PFI અને SDPI ઉગ્રવાદી સંગઠનો છે કેરળ હાઇકોર્ટની ટીપ્પણી,5મી મેના રોજ, કેરળ હાઈકોર્ટે અવલોકનમાં જણાવ્યું હતું કે ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ (PFI) અને ‘સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા’ (SDPI) આ બન્ને મુસ્લિમ ઉગ્રવાદી સંગઠનો છે, તે છતાં ભારતમાં હજુ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.

    અદાલતે આ ટીપ્પણી મૃતક RSS સ્વયંસેવક સંજીતની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલ એક યાચિકાની સુનવણી દરમ્યાન કરી હતી, યાચિકામાં CBI દ્વરા તપાસની માંગણી કરવામાં આવી હતી. વડી અદાલતના જસ્ટીસ કે. હરીપાલે કહ્યું હતું કે “એમાં કોઈ શંકાને સ્થાન નથી કે SDPI અને PFI હિંસક ઉગ્રવાદી સંગઠનો છે, આ બંને સંગઠનો હિંસાના ગંભીર કૃત્યોમાં શામેલ છે.”

    કેરળ ઉચ્ચ ન્યાયાલયે આગળ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ SDPI અને PDFI દ્વારા સંઘના સ્વયંસેવકો ઉપર હુમલાઓ કરવાની ઘટનાઓ બની છે. અને દર વખતે તે હુમલાઓમાં SPDI,PFI ના કાર્યકર્તાઓ જવાબદાર હતાં.” જસ્ટીસ હરીપાલે ભાર મુકીને કહ્યું હતું કે SPDI/PFI અને સંઘના સ્વયંસેવકો વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહે છે.

    કેરળ હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે એ. સંજીતની ક્રૂર હત્યા બાદ પણ સંઘ અને બન્ને ઇસ્લામી સંગઠનો વચ્ચે ઘર્ષણ ચાલું હતું. અદાલત તથ્યની ન્યાયિક નોંધ લઇ રહી છે કે આ ઘટનામાં પણ દલીલો પૂરી થયા બાદ પલક્કડમાં આવી 2 ઘટનાઓ ઘટી હતી.

    જોકે ન્યાયમાં વિલંબ ન થાય અને આરોપી PFI કાર્યકર્તાઓને જામીન મળવાની સંભાવનાઓ વધે નહી તે માટે સંજીતની યાચિકા રદ્દ કરી હતી. કોર્ટનું માનવું છે કે જો તપાસ CBI ને સોપવામાં આવશે તો તેના પરિણામ રૂપે ન્યાયિક પ્રક્રિયામાં મોડું થશે અને તે જનહિતમાં નથી. આના કારણે આરોપી વ્યક્તિઓ માટે જામીન પર મુક્ત કરવાના માર્ગ પણ ખુલી જશે. કોર્ટે આદેશમાં લખ્યું છે કે,” વિરોધ પક્ષના સમૂહની માનસિકતા ને ધ્યાનમાં રાખતા કોર્ટ જો આરોપીઓને જમીન પર મુક્ત કરે તો ઘર્ષણ થવાની અને કાયદા વ્યવસ્થા કથળવાની સંભાવના ઉભી થઇ શકે તેમ છે.”

    વધું એક કારણ જણાવતા હાઇકોર્ટે કહ્યું હતું કે તપાસ સમિતિને આ મામલામાં વિશેષ રૂચી નથી અથવા તો દોષીઓને બચાવવામાં રસ નથી તેવું પક્ષપાતપૂર્ણ વલણનું અનુમાન ન લગાવી શકાય, તમામ આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે. માત્ર કેટલાક અપરાધી ફરાર હોવાથી તપાસ CBI ને સોંપી શકાય નહિ.

    RSS કાર્યકર્તા એ. સંજીતની હત્યા

    15 નવેમ્બર 2021ના રોજ પલક્કડના એલ્લાપલ્લીમાં 26 વર્ષીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા સંજીતની તેની પત્નીની નજર સામે હત્યા કરવામાં આવી હતી, ધોળે દિવસે હુમલાખોરોએ સંજીતની બાઈકને ટક્કર મારીને તેની પત્ની સાથે ઘણાં લોકો પર હુમલો કર્યો હતો.

    રિપોર્ટો અનુસાર આ હુમલાના ઘણાં આરોપીઓ ઉગ્રવાદી મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) ની જ ર્નૈતિક શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સાથે જોડાયેલા હતા.

    ચાલુ વર્ષે 24 જાન્યુઆરીના રોજ કેરળ પોલીસે ઘટનાના મુખ્ય સુત્રધાર મોહમ્મદ હરુનની ધરપકડ કરી હતી. હારુન SDPIના અન્ય સહયોગીઓ સાથે હત્યાના કાવતરામાં સક્રિય રીતે શામેલ હતો.

    રાજકીય સંગઠનની સંડોવણી સ્પષ્ટ થયાના દિવસો પછી, સંજીતના પરિવારે આ મામલે NIAપાસે તપાસ શરૂ કરાવવા માંગ કરી હતી. સંજીતના ભાઈ સરથે આરોપ લગાવ્યો હતો કે ચાલી રહેલી તપાસ યોગ્ય રીતે થઈ રહી નથી. તેમના કહેવા પ્રમાણે, સંજીતને તેમના જીવનકાળમાં આવા ઘણા હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં એક વાર તેના હાથ પર ગંભીર ઈજા થઈ હતી.

    સુરક્ષાબળોએ કાશ્મીરી હિંદુ રાહુલ ભટની હત્યાનો બદલો લીધો : 24 કલાકમાં ત્રણ આતંકવાદીઓ ઠાર

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ફરી હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં જ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં રાહુલ ભટ નામના કાશ્મીરી હિંદુની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે બની હતી. રાહુલ ભટ સરકારી કર્મચારી હતા, તેમની કચેરીમાં ઘૂસીને આતંકવાદીઓએ ગોળીઓ વરસાવી હતી. હવે સેનાએ રાહુલ ભટની હત્યાનો બદલો લીધો છે.

    કાશ્મીરમાં આતંકવાદીઓના ટાર્ગેટ કિલિંગનો જવાબ આપતા સુરક્ષાબળોએ 24 કલાકમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં રાહુલ ભટની હત્યા કરનારા બે ઇસ્લામિક આતંકવાદીઓ પણ સામેલ હતા. જ્યારે ત્રીજા આતંકવાદીની ઓળખ ગુલઝાર અહમદ તરીકે થઇ છે. ઉપરાંત અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. 

    શ્રીનગરના એસપીએ (ઓપરેશન) જણાવ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી આ આતંકવાદીઓને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા. જે બાદ શોધીને ઠાર મારવામાં આવ્યા. અન્ય આતંકવાદીઓની શોધખોળ પણ ચાલી રહી છે.

    બીજી તરફ, જમ્મુ-કાશ્મીર સરકારે કાશ્મીરી હિંદુ રાહુલ ભટ્ટની હત્યાની તપાસ કરવા માટે SIT ની રચના કરી છે. તેમજ તેમની પત્નીને સરકારી નોકરી આપવાનું તેમજ પુત્રીના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાનું પણ એલાન કરવામાં આવ્યું છે. નોંધવું જોઈએ કે રાહુલની હત્યાને ષડયંત્ર ગણાવીને તેમના પરિજનોએ યોગ્ય તપાસની માંગ કરી હતી.

    જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે ટ્વિટ કરીને રાહુલ ભટના પરિજનો સાથેની મુલાકાતની જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું , “હું રાહુલ ભટના પરિવારજનોને મળ્યો અને પરિવારને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું. દુ:ખના આ સમયમાં સરકાર રાહુલના પરિવાર સાથે મક્કમપણે ઉભી છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોએ તેમના આ ઘૃણાસ્પદ કૃત્ય માટે ભારે કિંમત ચૂકવવી પડશે.”

    અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે (12 મે 2022) કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદી સંગઠન  લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓએ એક સરકારી ઓફિસમાં ઘૂસીને 35 વર્ષીય રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ભટ ચદૂરાની તહસીલ ઓફિસમાં મહેસૂલ વિભાગમાં ફરજ પર હાજર હતા અને સ્થળાંતરિત કાશ્મીરી હિન્દુઓના રોજગાર માટે આપવામાં આવેલા વિશેષ પેકેજ માટે કામ કરતા હતા.

    સાંજે લગભગ સાડા ચાર વાગ્યે જ્યારે કચેરીમાં તમામ કર્મચારીઓ હાજર હતા ત્યારે બંને આતંકવાદીઓ ઘૂસી આવ્યા હતા અને ભટની હત્યા કરી નાંખી હતી. આતંકીઓએ જાહેરમાં ગોળીઓ વરસાવતા રાહુલ ભટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત રાહુલ ભટને ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ બચી શક્યા ન હતા.

    કાશ્મીર ઝૉન પોલીસે આ મામલે ટ્વિટ કરીને કહ્યું, ‘આતંકવાદીઓએ બડગામના ચદૂરા ખાતે તાલુકા કચેરીમાં લઘુમતી સમુદાયના કર્મચારી રાહુલ ભટ પર ગોળીબાર કર્યો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” આ ઘટનાના 24 કલાકમાં જ સેનાએ રાહુલ ભટની હત્યામાં સામેલ બે આતંકવાદીઓને ઠાર મારીને હત્યાનો બદલો લીધો હતો.

    ગુજરાતના વધુ ચાર શહેરોમાં શરૂ થશે મેટ્રો ટ્રેન, આ વર્ષના અંત સુધીમાં રિપોર્ટ સોંપી દેવાશે

    ગુજરાત રાજ્યના ચાર શહેરો વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ફ્રાન્સ સ્થિત એન્જીનિયરીંગ ગ્રુપ SYSTRA દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે.  

    આ ચાર શહેરોમાં બે નવા પ્રકારની માસ રેપિડ ટ્રાંઝિસ્ટ સિસ્ટમ (MRTS) વિકસાવવામાં આવશે. જેને MRTS નિયો અને MRTS લાઈટ કહેવાય છે. આ બંને પ્રકારની MRTS  સિસ્ટમ ખાસ કરીને નાના અને મધ્યમ કદના શહેરો માટે તૈયાર કરવામાં આવી છે.

    ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ અનુસાર,ગુજરાતમાં MRTS સબંધિત પ્રોજેક્ટનું કામ સાંભળતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ  જણાવ્યું હતું કે, ચાર શહેરોમાં તૈયાર કરવામાં આવનાર મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ પ્રોજેક્ટ પરંપરાગત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ્સ કરતાં ઘણા સસ્તા હશે. આ પ્રોજેક્ટ્સ માટે DPR આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે.

    SYSTRA આ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે DPR તૈયાર કરવા ઉપરાંત મેટ્રો ટ્રેનના સંચાલન માટેના કોરિડોરની ઓળખ, શહેરોમાં ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ તેમજ આ દરેક શહેરોમાં ગ્રોથ સેન્ટરોની ઓળખ કરવાનું કામ પણ કરશે. 

    અધિકારીએ આગળ જણાવ્યું કે, વધુ ક્ષમતા અને વધુ પડતા ખર્ચને જોતાં નાના શહેરોમાં હાઈ મેગ્નિટ્યૂડ મેટ્રો રેલ સિસ્ટમ તૈયાર કરવી વધુ ખર્ચાળ રહે છે. જેના કારણે આ શહેરોની જરૂરિયાતોને પૂર્ણ કરવા ભારત સરકારે મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ નામની નવી સિસ્ટમ વિકસાવી છે. જે આ શહેરોમાં વધુ કાર્યક્ષમ સાબિત થશે. મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ બંને સિસ્ટમ સમાન રીતે જ કામ કરશે  તેમ જાણવા મળ્યું છે.

    તેમણે આગળ ઉમેર્યું કે, “લાંબા ગાળાની વિકાસ યોજનાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન સિસ્ટમ વિકસાવવા માંગે છે અને આ પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી GMRC ને સોંપવામાં આવી છે. 

    અમદાવાદ મેટ્રો (તસ્વીર સાભાર: Rail Analysis India)

    અમદાવાદ મેટ્રો સાથે તુલના કરવામાં આવે તો આ ચાર શહેરોમાં શરૂ થનાર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં છ ને બદલે ત્રણ કે ચાર કાર હશે. અને જ્યારે ટ્રેનની લંબાઈ ઘટે છે ત્યારે સ્ટેશનો પણ નાના થાય છે અને સમગ્ર પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1 ના એક કિલોમીટર નિર્માણ માટે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે મેટ્રો લાઇટમાં 150 કરોડ અને મેટ્રો નિયોમાં 100 કરોડ જેટલો ખર્ચ થશે. એટલે કે ખર્ચ લગભગ અડધો થઇ જશે.

    મેટ્રો લાઈટ અને મેટ્રો નિયો પ્રોજેક્ટ માટે જમીનની જરૂરિયાત પણ ઓછી  રહેશે, કારણ કે સ્ટેશનો કદમાં નાનાં હશે. તદુપરાંત, કેટલાક ભાગોમાં મેટ્રોને એલિવેટેડ કોરિડોરની જરૂર રહેશે નહીં અને તે રસ્તાની સમાંતર જ ચાલશે. 

    GMRC ગુજરાત સરકાર અને ભારત સરકારનું સંયુક્ત સાહસ છે. જેને અમદાવાદ અને સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે અને હાલ બંને શહેરોમાં કામ ચાલી રહ્યું છે. 

    જર્મની ટ્રેનમાં શંકાસ્પદ ઇસ્લામિક આતંકવાદી હુમલામાં પાંચ ઘાયલ, મુસાફરોએ ઇરાકમાં જન્મેલા હુમલાખોરને દબોચ્યો

    જર્મની ટ્રેનમાં શંકાસ્પદ ઇસ્લામિક આતંકવાદી હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે, શુક્રવારે જર્મની ટ્રેનમાં એક ચોંકાવનારી ઘટના ઘટી હતી, જર્મનીની એક પ્રાદેશિક ટ્રેનમાં ત્રણ મુસાફરોએ ટ્રેનમાં પાંચ લોકોને છરી વડે ઘાયલ કરનાર એક હુમલાખોરને દબોચીને કાબૂમાં લીધો હતો. આ ઘટના શુક્રવાર 13મી માર્ચ 2022ના રોજ બની હતી અને પકડાયેલા હુમલાખોરની ઓળખ ઈરાકમાં જન્મેલા વ્યક્તિ તરીકે થઈ છે.

    એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, રાજ્યના આંતરિક પ્રધાન હર્બર્ટ રેઉલે જણાવ્યું હતું કે ટ્રેન પશ્ચિમી શહેર આચેન નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે હુમલાખોર વ્યક્તિએ ટ્રેનમાં તેના સાથી મુસાફરો પર જનુનથી આડેધડ છરીનાં ઘા મારવાનું શરુ કરી દીધું હતું.

    વધુમાં હર્બર્ટ રેઉલે જણાવ્યું હતું કે, “હુમલા પાછળનો હુમલાખોરનો હેતુ શું હતો તેની તપાસ ચાલી રહી છે, સ્થાનિક અધિકારીઓ આ હુમલા પાછળ ઉગ્રવાદી હેતુ હતો કે કેમ તેની તપાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઇ શકી નથી. ટ્રેનમાં લગભગ 270 મુસાફરો સવાર હતા. આ હુમલો ખુબ ભયંકર હતો પણ મુસાફરોએ દેખાડેલી હિંમતથી હુમલાખોર વિફળ થયો હતો, શંકાશ્પદ હુમલાખોર અધિકારીઓને ઓળખતો હોવાનું પણ સામે આવ્યું હતું.

    રાજ્યની સ્થાનિક પોલીસે માહિતી આપી હતી કે મુસાફરો વચ્ચે એક પોલીસ અધિકારી સદા વેશમાં શામેલ હતો તેણે અન્ય બે મુસાફરોની મદદથી 31 વર્ષીય શંકાસ્પદ હુમલાખોરને દબોચી લીધો હતો. હુમલામાં ઘાયલ થયેલા મુસાફરોને સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પોલીસ અધિકારીઓના કહેવા મુજબ ઘાયલોની સ્થિતિ હાલ સામાન્ય જણાઈ રહીછે, તમામ ઘાયલ મુસાફરો જોખમથી બહાર છે.

    પોલીસ સત્તાધીશોએ શંકા વ્યક્ત કરી છે કે હુમલાખોર હુમલા પાછળ ઇસ્લામિક કટ્ટરતાનો હેતુ ધરાવે છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઇ શકી નથી, હુમલો ઇસ્લામિક વિચારધારાથી પ્રભાવિત હતો કે કેમ અને હુમલાખોર કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે કે નઈ તે દિશામાં સ્થાનિક પોલીસ તથા અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

    જ્ઞાનવાપી વિવાદિત મસ્જીદ ઢાંચામાં ફરી સર્વે શરૂ:ભોંયરામાંથી થશે વીડિયોગ્રાફી, ચાવી નહીં મળે તો તૂટશે તાળું, CM યોગી પણ શહેરમાં હાજર

    જ્ઞાનવાપી વિવાદિત મસ્જીદ ઢાંચા સર્વે બાબતના વિરોધ બાદ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલમાં બનેલી વિવાદિત મસ્જિદના સર્વે અને વીડિયોગ્રાફીનું કામ ફરી શરૂ થઈ ગયું છે, ગઈ વખતના સંજોગોને જોતા અને કોર્ટના કડક વલણના કારણે પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આ સર્વે માટે કમિશનર અજય કુમાર મિશ્રા સાથે સ્પેશિયલ કોર્ટ કમિશનર વિશાલ સિંઘ અને આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંઘ પણ રહેશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતની તૈયારીઓ જોવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આજે વારાણસીમાં છે. આ માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. બીજી તરફ, જ્ઞાનવાપી વિવાદ કેસમાં અરજદાર રાખી સિંહનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ શિવમ ગૌરે જણાવ્યું હતું કે, “આજે અમે અંડરગ્રાઉન્ડ સેલમાં (ભોયરામાં) પ્રવેશ કરીશું અને વીડિયોગ્રાફી શરૂ કરીશું.”

    મસ્જિદ કમિટી અને મુસ્લિમોના વિરોધને જોતા આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વિવાદિત વિસ્તારના 500 મીટરની અંદરની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, મંદિરના દર્શનાર્થીઓના સંદર્ભમાં, કાશી ઝોનના ડીસીપી આરએસ ગૌતમે કહ્યું કે લોકોને કોઈ અગવડતા ન પડે, આ માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે, દર્શન વ્યવસ્થિત થવા જોઈએ અને બધું ઠીક હોવું જોઈએ.

    સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરવામાં આવશે. આ સંદર્ભમાં, શુક્રવારે (13 મે, 2022), વહીવટીતંત્રે પ્રતિવાદી અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી અને તેમની પાસેથી ભોંયરાની ચાવી માંગી. સમિતિના પ્રતિનિધિઓએ કહ્યું કે તેઓ ભોંયરું ખોલીને સર્વેમાં કમિશનને મદદ કરશે. અધિકારીઓએ કહ્યું કે સર્વે દરમિયાન ભોંયરું ખુલ્લું રહે.

    તે જ સમયે, વહીવટી અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો ચાવી નહીં આપવામાં આવે તો, કોર્ટના આદેશનું પાલન કરવા માટે તાળું તોડી નાખવામાં આવશે. અંજુમનના હોદ્દેદારોએ ભોંયરાની ચાવીઓ હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ તાળા ખોલીને સર્વે કરવાની ખાતરી આપી હતી.

    અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીના સેક્રેટરી યાસીન સઈદે મુસ્લિમોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે કોર્ટના આદેશ અંગે કોઈ ટિપ્પણી કરી શકાતી નથી અને સમિતિ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. તેમણે કહ્યું કે લોકોએ ધીરજથી કામ લેવું જોઈએ અને શાંતિ જાળવી રાખવી જોઈએ કારણ કે વિરોધ કરનારાઓ સામે કેસ નોંધવામાં આવશે.

    આપને જણાવી દઈએ કે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી સંકુલમાં બનેલી મસ્જિદનો વિવાદ 1931થી ચાલી રહ્યો છે. આ મામલામાં પ્રતિવાદી સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા હતા અને યથાસ્થિતિ જાળવવા અપીલ કરી હતી, પરંતુ કોર્ટે ના પાડી દીધી હતી. જો કે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે.

    વારાણસીમાં મુખ્યમંત્રી યોગી

    રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની બે દિવસીય મુલાકાતે વારાણસીમાં છે. આજે તેઓ પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓને મળશે અને કામની વિગતો લેશે. આ પહેલા સીએમ યોગીએ શુક્રવારે મોડી રાત્રે શહેરના નિર્માણાધીન અને પૂર્ણ થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી.

    જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને જૂન મહિનામાં વારાણસીની મુલાકાત લેશે. તેઓ જાન્યુઆરીમાં પૂર્ણ થયેલ પ્રોજેક્ટ વારાણસીના લોકોને સમર્પિત કરશે. આ સાથે તેઓ રિવર ફ્રન્ટ સ્કીમ, શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે રોપ-વે પ્રોજેક્ટ વગેરે સહિત અન્ય ઘણા મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

    વારાણસી જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, મથુરાની ઈદગાહ મસ્જિદમાં સર્વેની માંગણી કોર્ટે સ્વીકારી

    વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં સર્વે અને વીડિયોગ્રાફીનો મામલો દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં મસ્જિદમાં સર્વે અને વીડિયોગ્રાફી કરવાના વારાણસી કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, સુપ્રીમ કોર્ટે તેના પર તાત્કાલિક સ્ટે મૂકવાની સ્પષ્ટ ના પાડી છે.

    આ બાબતે CJI NV રમન્નાએ કહ્યું છે કે તેઓ પહેલા ફાઈલો જોશે, પછી નિર્ણય લેશે. જો કે, સુપ્રીમ કોર્ટ કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ કેસની સુનાવણી કરવા સંમત થઈ છે અને આ મામલો ટૂંક સમયમાં સૂચિબદ્ધ કરવામાં આવશે. તે જ સમયે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની જેમ, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઇદગાહ મસ્જિદમાં સર્વેની માંગ માટે દાખલ કરાયેલી અરજીઓને ત્યાંની સ્થાનિક અદાલતે સ્વીકારી લીધી છે.

    સીનીયર વકીલ હુઝેફા અહમદી દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હુઝેફા અહમદી જ્ઞાનવાપી કેસ સાથે સંકળાયેલા નથી. તે જ સમયે, અંજુમન ઇનાઝાનિયા મસ્જિદ કમિટીએ પણ આ મામલામાં અહમદીની સંડોવણીનો ઇનકાર કર્યો છે. સમિતિએ નોંધ્યું કે તેમના સત્તાવાર વકીલનું નામ ફુઝૈલ અહેમદ અયુબી છે. જણાવી દઈએ કે અહમદીએ પહેલા જ સુપ્રીમ કોર્ટમાં કલમ 370, ગૌરી લંકેશ, વન રેન્ક વન પેન્શન અને કાશ્મીર ખીણને લઈને અરજી દાખલ કરી છે.

    અહમદીએ તેમની અરજીમાં CJI કોર્ટને અપીલ કરી હતી કે સર્વેક્ષણ પ્રક્રિયા શનિવાર (14 મે 2022) થી શરૂ થશે, તેથી તેની તાત્કાલિક સુનાવણી થવી જોઈએ અને ઓછામાં ઓછી યથાસ્થિતિનો આદેશ આપવો જોઈએ. આ પછી CJI રમન્નાએ કહ્યું, “અમે હજુ સુધી આ મામલાને લગતો કોઇ કાગળ જોયો નથી. કાગળો જોયા વિના કોઈ આદેશ જારી કરી શકાય નહીં.

    બીજી તરફ, કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને મસ્જિદ પરિસરમાં સર્વે બાદ મથુરાની ઈદગાહ મસ્જિદમાં પણ સર્વે થઈ શકે છે. જ્ઞાનવાપી મસ્જિદના સર્વેની તર્જ પર મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળની બાજુમાં આવેલી ઇદગાહ મસ્જિદના સર્વેક્ષણની માંગ કરતી અરજીઓને સ્થાનિક કોર્ટે સ્વીકારી છે. આ મામલે હવે 1 જુલાઈએ સુનાવણી થશે.

    એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહે મથુરામાં ઈદગાહ મસ્જિદને લઈને અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું છે કે કમળ, શંખ, ગદા, ઓમ અને સ્વસ્તિક જેવા હિંદુ પ્રતીકોના પુરાવા શાહી ઇદગાહ મસ્જિદ સંકુલની મુલાકાત લીધા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આ મામલે મંગળવારે (10 મે, 2022) સુનાવણી થશે. આ પહેલા પણ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ કોર્ટ સમક્ષ આવી માંગણી કરી ચૂક્યા છે. ડિસેમ્બર 2021માં મથુરામાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.

    આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદમાં નમાઝ પઢવા પર પ્રતિબંધ મુકવો જોઇએ. આ અરજી ‘શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમિતિ’ દ્વારા દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ આ સંગઠનના પ્રમુખ છે, જેઓ કહે છે કે ઈદગાહમાં નમાઝ પઢવામાં આવતી નથી, પરંતુ અહીં જાણી જોઈને પાંચ વખતની નમાઝ શરૂ કરવામાં આવી છે. તેણે તેને હિંદુઓની મિલકત ગણાવી.

    એક મત મુજબ જે રીતે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરને તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી છે, તેવી જ રીતે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરને તોડીને ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે.

    બહેનના પ્રેમી મિથુન ઠાકુરની ઘાતકી હત્યા કરનાર સાકીરની ગુજરાત પોલીસે કરી ધરપકડ, આત્મહત્યાનો પ્રયાસ કરનાર સુમૈયા બચી ગઈ

    ગુજરાતના રાજકોટમાં મિથુન ઠાકુર નામના હિન્દુ યુવકને નિર્દયતાથી મારનાર સાકીર કડીવારની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના અંગે રાજકોટ ડીસીપી (ઝોન-1) પ્રવિણ કુમારએ જણાવ્યું હતું કે, “અમને ખબર પડી કે મિથુન ઠાકુરને તેની ગર્લફ્રેન્ડ સુમૈયા કડીવારના ભાઈ સાકીરે માર માર્યો હતો. તે જ સમયે આરોપીની બહેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે તેની તબિયત સ્થિર છે.” ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આરોપી સાકીરની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    રિપોર્ટ અનુસાર, 22 વર્ષીય મિથુન ઠાકુર બિહારનો રહેવાસી હતો. તે સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતો હતો. ઠાકુર છેલ્લા કેટલાક મહિનાઓથી 18 વર્ષની યુવતી સુમૈયા કડીવાર સાથે પ્રેમસંબંધમાં હતો. તેઓ જંગલેશ્વર મેઈન રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં એક જ વિસ્તારમાં રહેતા હતા. આ દરમિયાન બંને નજીક આવ્યા અને બંને પ્રેમમાં પડ્યા. તેમણે લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું.

    કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે (9 મે 2022) મિથુન ઠાકુરે સવારે લગભગ 10 વાગે સુમૈયાને પોતાના મોબાઈલ પર ફોન કર્યો, જ્યારે તેના ભાઈ સાકિરે ફોન ઉપાડ્યો. તેણે ફોન પર ઠાકુરને ગંભીર પરિણામોની ધમકી આપી અને તેને તેની બહેન સુમૈયાથી દૂર રહેવા કહ્યું.

    ધમકી આપ્યા બાદ સાકીર વધુ ત્રણ લોકો સાથે મિથુનના ઘરે પહોંચ્યો અને તેને બેરહેમીથી માર માર્યો. જ્યારે એક પાડોશીએ તેને ઘરમાં બેભાન હાલતમાં જોયો ત્યારે તેઓ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની ગંભીર હાલતને જોતા અને બ્રેઈન હેમરેજના કારણે તેને અમદાવાદ રીફર કરવામાં આવ્યો હતો. ઠાકુરનું બુધવારે (11 મે 2022) અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું હતું.

    જ્યારે સુમૈયાને ઠાકુરના મૃત્યુની જાણ થઈ, ત્યારે તેણે પણ પોતાનું કાંડું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેનો જીવ બચી ગયો.

    જાણવામાં આવ્યું છે કે સુમૈયાના અમ્મી-અબ્બુના છૂટાછેડા થઈ ગયા છે. તેની માતા પણ ખાનગી કંપનીમાં મજૂર તરીકે કામ કરે છે. મિથુન ઠાકુર અને તેના પિતા બિપીન રાજકોટમાં રહેતા હતા અને કારખાનામાં કામ કરતા હતા.

    નવસારી પોલીસે ઉગતા ડોનને ડામ્યો; તારે અને તારા પરિવારને જીવતા રહેવું છે? તો…: અફ્ઝેન આરીફ મેમણે નવસારીના વેપારીને આપી ધમકી

    નવસારી પોલીસે જાનથી મારી નાખવાની ધમકી આપનારને ઝડપ્યો, બોટાદ સિરા ડોનની ધમકી વાળી ઘટના હજુ શમી નથી ત્યાં આજે ફરી એક વેપારીને પરિવાર સહીત જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના નવસારીથી સામે આવી છે, નવસારીના એક વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઇસમેં તેમને ફોન કરીને એક કરોડની ખંડણી માંગી છે, જો તે પૈસા નહિ આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે.

    નવસારી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરતજ ફરિયાદ દાખલ કરી હતી, ખંડણીના આ ફોનને ગંભીરતાથી લઇ પોલીસે તપાસનો મારો ચલાવ્યો હતો, જે દરમ્યાન ખંડણી માંગનાર ઇસમ નવસારી સ્થિત ઝુમેરા ટાવરનો રહેવાસી અફ્ઝેન આરીફ મેમણ છે, અને તેની સાથે તેનો મિત્ર ઝૈદ શાહિદ શેખ પણ તેની સાથે સંડોવાયેલો છે.

    નવસારી પોલીસે એલ.સી.બી સાથે અલગ અલગ ટીમ બનાવી દરોડા પડતા ઝુમેરા ટાવરથી અફ્ઝેન આરીફ મળી આવ્યો હતો, તો બીજી તરફ તેના મિત્ર ઝૈદ શાહિદ શેખને પણ પોલીસે ઝડપી પાડયો હતો.

    શરૂઆતમાં આનાકાની બાદ નવસારી પોલીસના અધિકારીઓએ લાલ આંખ કરતા અફ્ઝેને વેપારીને ફોન કરીને ખંડણી માંગી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સ્વીકાર્યું હતું, પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,

    અત્રે ઉલ્લેખનીય છે કે ખંડણી માંગનાર અફ્ઝેન મેમણ આ પહેલા તેજ વેપારીના ત્યાં નોકરી કરતો હતો, જેના કારણે તેમની આર્થિક પરિસ્થિતિ વિષે તેને માહિતી હોવાનું પણ અફ્ઝેને કબુલ્યું હતું, હાલ નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે

    યુટ્યુબર અભિસાર શર્મા કહે છે કે તાજમહેલને કારણે ભારત વિશ્વભરમાં જાણીતું છે, આ રહી તાજમહેલ પૂર્વેની કેટલીક વિશિષ્ટ સ્થાપત્ય અજાયબીઓ

    પૃથ્વી પરની સાત અજાયબીઓમાંની એક, આગરામાં આવેલ તાજમહેલની આસપાસના મતભેદો વધી રહ્યા છે. જ્યારે કેટલાક કહે છે કે તાજમહેલ પહેલા તે જ સ્થળ પર એક શિવ મંદિર હતું, અન્ય લોકો આ હકીકતને નકારી કાઢે છે અને દાવો કરે છે કે મુઘલ માળખું ભારતનું ગૌરવ છે અને દેશ વિશ્વભરમાં માત્ર મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બાંધવામાં આવેલા સ્મારકને કારણે જાણીતો છે. આ જ વિષયમાં યુટ્યુબર અભિસાર શર્મા એક નવું નામ જોડાયું છે.

    આઘાતજનક રીતે, થોડા વખાણાયેલા બૌદ્ધિકો, ઈતિહાસકારો અને પત્રકારો પણ ભારતની હિંદુ સંસ્કૃતિને બદનામ કરવાની દોડમાં જોડાયા છે અને માત્ર મુઘલ સમ્રાટ દ્વારા બંધાયેલા તાજમહેલ માટે દેશની પ્રશંસા કરી રહ્યા છે. બુધવારે, યુટ્યુબર અભિસાર શર્મા દ્વારા તેના તાજેતરના એપિસોડ ‘બોલ કે લબ આઝાદ હૈં તેરે’માં ભારત સરકાર પર તાજમહેલ અને કુતબ મિનારને લઈને જાણીજોઈને વિવાદ ઊભો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે તાજમહેલની આસપાસ વિવાદો ઉભા કરીને સરકાર દેશને ખોટી દિશામાં ધકેલી રહી છે.

    “હિંદુ લોકો કહે છે કે તાજમહેલની પહેલા સ્થળ પર તેજો મહાલય નામનું શિવ મંદિર હતું. તેમનું કહેવું છે કે તાજમહેલમાં બંધ 22 રૂમમાં તોડી પાડવામાં આવેલા શિવ મંદિરના અવશેષો છે. આ લોકોને શું જોઈએ છે? શું તેઓ હવે તાજમહેલને તોડીને ત્યાં શિવમંદિર બાંધવા માગે છે? એ બંધ દરવાજા પાછળ શિવ મંદિરના અવશેષો છે તેની શું ગેરંટી છે?”, તેણે વિચાર મૂક્યો હતો.

    તેમણે એમ પણ કહ્યું કે જો તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવામાં આવે તો સમગ્ર મુઘલ સંરચના જોખમમાં આવી શકે છે. તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે તે જાણી જોઈને દેશને તાજમહેલ અને કુતબ મિનાર પર લડવા માટે દબાણ કરી રહી છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે કેટલાક હિંદુ લોકોએ ચેતવણી આપી હતી કે તેઓ કુતબ મિનારના પરિસરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે. VHPએ કહ્યું કે કુતબ મિનાર વાસ્તવમાં એક ‘વિષ્ણુ સ્તંભ’ હતો અને તે 27 હિન્દુ-જૈન મંદિરોને તોડીને મેળવેલી સામગ્રીથી બનાવવામાં આવ્યો હતો, એમ તેમણે કહ્યું હતું. VHPના પ્રવક્તા વિનોદ બંસલે પણ કહ્યું હતું કે કુતબ મિનારનું માળખું માત્ર હિન્દુ સમુદાયને ચીડાવવા માટે બનાવવામાં આવ્યું હતું.

    શર્માએ વીડિયોમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે જે દ્રષ્ટાઓ ‘હનુમાન ચાલીસા’ વાંચીને કુતબ મિનારની રચનાનો વિરોધ કરી રહ્યા હતા તેઓ પોતે હિંદુ ધાર્મિક શ્લોક જાણતા નથી. “શું સરકાર પાસે વાસ્તવિક મુદ્દાઓનો અભાવ છે? તે શા માટે ઇચ્છે છે કે લોકો જૂના સ્મારકોનો વિરોધ કરે?”, તેમણે મોદીની આગેવાની હેઠળની સરકાર પર નિશાન સાધ્યું.

    જ્યારે તાજમહેલ સ્થળ પર પ્રાચીન મંદિર હોવાનો દાવો વિવાદિત છે, તે જાણીતી હકીકત છે કે કુતુબ મિનારનું નિર્માણ દિલ્હીમાં 27 હિન્દુ અને જૈન મંદિરોને તોડીને કરવામાં આવ્યું હતું. કુતુબ મિનાર સંકુલના વિવિધ બાંધકામો અને અવશેષો પાસે હજુ પણ તેમના ભૂતકાળના ઘણા પુરાવા છે, પરંતુ યુટ્યુબર અભિસાર શર્મા જેવા ઉદારવાદીઓ આ સ્વીકારશે નહીં.

    મહત્વપૂર્ણ છે કે અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે તાજમહેલમાં 22 બંધ રૂમ ખોલવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. “શું આ મુદ્દાઓ કાયદાની અદાલતમાં ચર્ચાસ્પદ છે? મહેરબાની કરીને, પીઆઈએલ સિસ્ટમની મજાક ન કરો”, કોર્ટે કહ્યું. આ પીઆઈએલ લખનૌ બેંચ સમક્ષ ભાજપના યુવા મીડિયા ઈન્ચાર્જ રજનીશ સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી. એમની પીઆઈએલ હતી કે હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓની હાજરીને સુનિશ્ચિત કરવા માટે તાજમહેલના 22 બંધ દરવાજાઓની તપાસ કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને નિર્દેશ આપવો જોઈએ.

    યુટ્યુબર અભિસાર શર્મા કહે છે, ‘તાજમહેલને કારણે ભારત વિશ્વભરમાં જાણીતું છે’

    શર્માએ વિડિયોમાં વધુમાં જણાવ્યું કે તાજમહેલને કારણે ભારત દેશ દુનિયાભરમાં જાણીતો છે અને તાજમહેલ પહેલા કોઈ શિવમંદિર નહોતું. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તાજમહેલના 22 દરવાજા સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યા હતા. “તાજમહેલ વિશ્વ ધરોહર છે. કોઈપણ જે બંધારણમાં કોઈપણ ફેરફારો કરવા માંગે છે તેણે યુનેસ્કો સાથે આ બાબતે ચર્ચા કરવાની જરૂર છે”, તેમણે ટાંક્યું.

    હમેશની જેમ, યુટ્યુબર અભિસાર શર્મા એ કહીને સરકી ગયો કે તાજમહેલ ભારતની એકમાત્ર ઓળખ છે. તે ભૂલી ગયા કે ભારતને સદીઓથી મંદિરોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને તાજમહેલ સિવાયના અનેક ધાર્મિક મંદિરો, સ્મારકો અને શાનદાર બાંધકામો દેશની ઓળખ છે. મદુરાઈમાં મીનાક્ષી મંદિર, હમ્પીમાં વિરુપક્ષ મંદિર, કર્ણાટકમાં બદામી શિવ મંદિર, મહારાષ્ટ્રમાં અજંતા-ઈલોરાની ગુફા, કોણાર્ક સૂર્ય મંદિર, ઔરંગાબાદમાં કૈલાશા મંદિર વગેરે જેવી રચનાઓ તાજમહેલ પહેલા બનાવવામાં આવી છે અને તે ભારતના વારસા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.

    તાજમહેલ પૂર્વેના ભારતના મંદિરો અને અદભૂત રચનાઓ

    તાજમહેલ મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની કથિત પ્રિય પત્ની મુમતાઝ મહેલની યાદમાં બાંધવામાં આવ્યો હતો. તે 17મી સદીમાં બાંધવામાં આવ્યું હતું અને 1653માં તેની સંપૂર્ણતામાં પૂર્ણ થયું હોવાનું માનવામાં આવે છે અને તે સમયે અંદાજિત ખર્ચ રૂ. 32 મિલિયન થયો હતો.

    જો કે, હમ્પીમાં વિરુપક્ષ મંદિર જેવા અદ્ભુત મંદિરો, બદામી મંદિરો 7મી સદીમાં બનાવવામાં આવ્યા હતા. વિરુપક્ષ મંદિર હમ્પી ખાતેના સ્મારકોના સમૂહનો એક ભાગ છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

    બદામીમાં ભૂતનાથ સમૂહના મંદિરોનું નિર્માણ 7મીથી 12મી સદીની વચ્ચે કરવામાં આવ્યું હતું. મંદિરો દ્રવિડ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેની દેખરેખ કરવામાં આવે છે.

    કોણાર્ક સૂર્ય મંદિર 13મી સદી (વર્ષ 1250) માં બાંધવામાં આવ્યું હતું અને તે ખરેખર દેશના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. કોણાર્ક સૂર્ય મંદિર હિંદુ ભગવાન સૂર્યને સમર્પિત છે અને તેમાં વિશાળ પૈડાં અને ઘોડાઓ સાથેના 30 મીટર ઊંચા રથનો દેખાવ છે, જે બધું પથ્થરમાંથી કોતરવામાં આવ્યું છે. ભારતીય સાંસ્કૃતિક વારસામાં તેનું મહત્વ દર્શાવવા માટે 10 રૂપિયાની ભારતીય ચલણી નોટની પાછળની બાજુએ મંદિરનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

    અજંતા ગુફાઓ 2જી સદીની છે અને તે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. આ ગુફાઓમાં પ્રાચીન ભારતીય કલાના સર્વશ્રેષ્ઠ હયાત ઉદાહરણો તરીકે વર્ણવેલ ચિત્રો અને રોક-કટ શિલ્પોનો સમાવેશ થાય છે. આ સ્થળ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની દેખરેખ હેઠળ પણ છે અને 1983 થી, તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

    ઉપરાંત, ભગવાન શિવનું હિન્દુ મંદિર, મહારાષ્ટ્રનું કૈલાશ મંદિર 8મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. તે એલોરા ગુફાઓમાં સૌથી મોટા રોક-કટ હિંદુ મંદિરોમાંનું એક છે અને તેની સ્થાપત્ય અને શિલ્પની સારવારને કારણે તેને વિશ્વના સૌથી નોંધપાત્ર ગુફા મંદિરોમાંનું એક ગણવામાં આવે છે.

    યુનેસ્કોએ તાજમહેલને ‘મુસ્લિમ કલાના રત્ન’ તરીકે વિશ્વ ધરોહર સ્થળ તરીકે નિયુક્ત કર્યા

    જ્યારે આ અનેક મંદિરો અને ઐતિહાસિક સ્મારકો ભારતની ઓળખ છે અને વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે ‘ભારત માત્ર તાજમહેલને કારણે વિશ્વભરમાં જાણીતું છે’ એવું કહેવું ગંભીર ભૂલ હશે. શર્માએ એ નોંધવું જોઈએ કે તાજમહેલ, મુઘલ માળખું 1983 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું કારણ કે ‘ભારતમાં મુસ્લિમ કળાનું રત્ન અને વિશ્વની ધરોહરની સર્વવ્યાપી પ્રશંસનીય શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે. ઘણા લોકો તેને મુઘલ સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ માને છે.