Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવસારી પોલીસે ઉગતા ડોનને ડામ્યો; તારે અને તારા પરિવારને જીવતા રહેવું છે?...

    નવસારી પોલીસે ઉગતા ડોનને ડામ્યો; તારે અને તારા પરિવારને જીવતા રહેવું છે? તો…: અફ્ઝેન આરીફ મેમણે નવસારીના વેપારીને આપી ધમકી

    ખંડણી માંગનાર અફ્ઝેન મેમણ આ પહેલા તેજ વેપારીના ત્યાં નોકરી કરતો હતો, જેના કારણે તેમની આર્થિક પરિસ્થિતિ વિષે તેને માહિતી હોવાનું પણ અફ્ઝેને કબુલ્યું હતું, હાલ નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે

    - Advertisement -

    નવસારી પોલીસે જાનથી મારી નાખવાની ધમકી આપનારને ઝડપ્યો, બોટાદ સિરા ડોનની ધમકી વાળી ઘટના હજુ શમી નથી ત્યાં આજે ફરી એક વેપારીને પરિવાર સહીત જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના નવસારીથી સામે આવી છે, નવસારીના એક વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા ઇસમેં તેમને ફોન કરીને એક કરોડની ખંડણી માંગી છે, જો તે પૈસા નહિ આપે તો તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવામાં આવશે.

    નવસારી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરતજ ફરિયાદ દાખલ કરી હતી, ખંડણીના આ ફોનને ગંભીરતાથી લઇ પોલીસે તપાસનો મારો ચલાવ્યો હતો, જે દરમ્યાન ખંડણી માંગનાર ઇસમ નવસારી સ્થિત ઝુમેરા ટાવરનો રહેવાસી અફ્ઝેન આરીફ મેમણ છે, અને તેની સાથે તેનો મિત્ર ઝૈદ શાહિદ શેખ પણ તેની સાથે સંડોવાયેલો છે.

    નવસારી પોલીસે એલ.સી.બી સાથે અલગ અલગ ટીમ બનાવી દરોડા પડતા ઝુમેરા ટાવરથી અફ્ઝેન આરીફ મળી આવ્યો હતો, તો બીજી તરફ તેના મિત્ર ઝૈદ શાહિદ શેખને પણ પોલીસે ઝડપી પાડયો હતો.

    - Advertisement -

    શરૂઆતમાં આનાકાની બાદ નવસારી પોલીસના અધિકારીઓએ લાલ આંખ કરતા અફ્ઝેને વેપારીને ફોન કરીને ખંડણી માંગી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સ્વીકાર્યું હતું, પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગુનામાં વપરાયેલા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,

    અત્રે ઉલ્લેખનીય છે કે ખંડણી માંગનાર અફ્ઝેન મેમણ આ પહેલા તેજ વેપારીના ત્યાં નોકરી કરતો હતો, જેના કારણે તેમની આર્થિક પરિસ્થિતિ વિષે તેને માહિતી હોવાનું પણ અફ્ઝેને કબુલ્યું હતું, હાલ નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપીને જેલના સળિયા ગણતા કરી દીધા છે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં