Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતની હત્યા; આતંકવાદીઓએ સરકારી કચેરીમાં ઘૂસીને રાહુલ ભટને ગોળી...

    જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતની હત્યા; આતંકવાદીઓએ સરકારી કચેરીમાં ઘૂસીને રાહુલ ભટને ગોળી મારી

    જમ્મુ અને કાશ્મીરમાં ફરીથી એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી છે જેની જવાબદારી એક અજાણ્યા આતંકવાદી સંગઠને લીધી છે.

    - Advertisement -

    જમ્મુ કાશ્મીર કાશ્મીરી પંડિતની હત્યા થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. આતંકવાદીઓએ બડગામ જિલ્લામાં ગુરૂવાર 12 મે 2020 ના રોજ બપોરે મહેસુલ વિભાગના કર્મચારીને ધડાધડ ગોળીઓ ધરબી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા કર્મચારીને શ્રીનગરના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં થોડી જ વારમાં તેનું મૃત્યુ થયું હતું. સુચના મળતા જ સુરક્ષા દળ તેમજ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આખા વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ ઘટના મધ્ય કશ્મીરની ચદુરામા તાલુકા કચેરીમા ઘટી હતી, મૃતકની કશ્મીરી પંડિત રાહુલ ભટ તરીકે ઓળખ થઈ છે.

    કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું હતું કે, “તાલુકા કચેરી ચદુરા, બડગામમાં આતંકવાદીઓએ અલ્પસંખ્યક સમુદાયના એક કર્મચારી રાહુલ ભટ પર ગોળીઓ ચલાવી હતી, તેમને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.

    2 આતંકવાદીઓએ આપ્યો ઘટનાને અંજામ

    - Advertisement -

    પોલીસે જણાવ્યું હતું કે “પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનામાં 2 આતંકવાદી સામેલ હતા, તેમણે પિસ્ટલથી ગોળી મારીને રાહુલ ભટની હત્યા કરી હતી. આ ઘટના તે સમયે બની જ્યારે રાહુલ પોતાની ઓફિસમાં બેસીને કામ કરી રહ્યાં હતા, તેજ સમયે બન્ને આતંકવાદી ત્યા પહોંચ્યા અને પિસ્ટલથી ગોળી મારીને ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા રાહુલને શ્રીનગરની SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.”

    આ આતંકવાદી સંગઠને લીધી જવાબદારી

    મિડીયા રીપોર્ટ પ્રમાણે કશ્મીર ટાઈગર નામના અલ્પચર્ચિત આતંકવાદી સંગઠને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સ્વિકાર્યું છે, આતંકવાદી સંગઠન દ્વારા ઘટના બાદ એક ઉર્દૂ ભાષામાં લખાયેલો મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમા તેમણે સ્પષ્ટ પણે હત્યાને અંજામ તેમના દ્વારા અપાયા હોવાનો ઉલ્લેખ કર્યોછે, વધું મા આતંકવાદી સંગઠન લખે છે કે “અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે હિંદુ ઓફીસોમાં જે પણ મુસલમાનોને હેરાન કરશે તેની હાલત આના જેવીજ થશે, જો કોઈએ મુસલમાનોને હેરાન કરવાની કોશીશ કરી તો તેમને પણ પરિણામ ભોગવવું પડશે.”

    BJPએ ઘટનાની કરી નિંદા

    પ્રદેશના ભાજપ પ્રવક્તા અલ્તાફ ઠાકુરે ઘટનાની નિંદા કરતા કહ્યું કે “કાશ્મીરના નિર્દોષ નાગરિકની અમે નિંદા કરીએ છીએ,આ એક કાયરતાપૂર્ણ અને બર્બર ઘટના છે, આનાથી સાબિત થાય છે કે આતંકવાદીઓ હતાશ થઇ ગયા છે,

    જણાવી દઈએ તાજેતરમાંજ જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં શનિવાર 7 મે 2022 ના રોજ એક પોલીસ કર્મચારી ગુલામ હસનને ગોળી મારીને ઘાયલ કરી દિધા હતા, ત્યાર બાદ તરત ગંભીર રીતે ઘાયલ કોન્સ્ટેબલને હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં