કેનેડામાં 13 જગ્યાએથી સામૂહિક છરાબાજીની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. માહિતી મુજબ કેનેડામાં 2 ઈસમો લોકો પર છરા લઈને તૂટી પડ્યા હતા, પ્રશાસનેઆ બન્ને શંકાસ્પદ લોકોની તસવીર બતાવીને એલર્ટ જાહેર કર્યું છે. બંને કાળા રંગની કારમાં બેસીને ઘટનાને અંજામ આપી રહ્યા છે. શહેરમાં ‘સિવિલ ઇમરજન્સી’ પણ લાદવામાં આવી છે.
DEVELOPING: Police in the Canadian province of Saskatchewan say two suspects are on the run after 10 people were killed and 15 were injured in stabbings at 13 different locations. https://t.co/2jWt1ZB9XF
— ABC News (@ABC) September 4, 2022
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર રોન્ડા બ્લેકમોરે આ ઘટનાને તાજેતરના વર્ષોમાં સૌથી મોટી ઘટના ગણાવી હતી . બ્લેકમોરના જણાવ્યા અનુસાર, તેઓને પ્રથમ ઘટનાની જાણ સવારે 5:40 વાગ્યે (સ્થાનિક સમય) કરવામાં આવી હતી. આ પછી જાણવા મળ્યું હતું કે હુમલાખોરે સાસ્કાચેવનમાં ઓછામાં ઓછા 13 લોકોને પણ નિશાન બનાવ્યા હતા.
શંકાસ્પદ હુમલાખોરોનું લોકેશન જાણી શકાયું નથી
પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, શકમંદોના નામ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન છે. આ બંને નિસાન રોગ કારમાં નાસતા ફરતા આ ઘટનાને અંજામ આપી રહ્યા છે. હાલ પ્રશાશનને ખબર નથી કે હુમલાખોરો હાલ ક્યાં છે.
ઘટના બાદ આસિસ્ટન્ટ કમિશનરે કહ્યું હતું કે ઘટના જોઈને લાગે છે કે કેટલાક શકમંદોને નિશાન બનાવવામાં આવ્યા છે અને હજુ બીજા લોકોને પણ હાની પહોંચાડે તેવી શક્યતાઓ છે. તેમને પકડ્યા વિના તેમનો હેતુ જણાવવો ખરેખર મુશ્કેલ છે. આલ્બર્ટા અને મેનિટોબા પ્રાંતોમાં પોલીસ કાર્યરત છે. પરંતુ તેનું સ્થાન હજુ જાણી શકાયું નથી. આ સિવાય ડેમિયન અને માઈલ્સના સંબંધીઓને શોધી કાઢવું હજુ શક્ય નથી અને તેમના એકબીજા સાથે શું સંબંધ છે તે પણ જાણી શકાયું નથી.
સંકેતોથી દૂર, પોલીસે સ્થાનિકોને હાલ માત્ર ઘરે જ રહેવાની સલાહ આપી છે. જો કે, સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આ બંને શંકાસ્પદ લોકો રેજીનામાં જોવા મળ્યા છે. દરમિયાન, કમિશનર બ્લેકમોરે આરોપીઓને સંદેશો જારી કરીને કહ્યું છે કે, “જો ડેમિયન અને માઈલ્સ અમારી વાત સાંભળી રહ્યા હોય, તો તમે તાત્કાલિક પોલીસને આત્મસમર્પણ કરી દેવા માટે કહેવામાં આવે છે.”
Mass stabbing in Saskatchewan. Largest killing in history. Dudes seen in Regina. Our phone been going off with alerts all day. pic.twitter.com/LmqNbwBNyg
— Dave the realist 🇩🇪 (@bigdave2022) September 4, 2022
નોંધનીય છે કે કેનેડામાં રસ્તા પર ચાલતા લોકો પર આ પ્રકારનો હુમલો પહેલીવાર નથી થયો. 2 વર્ષ પહેલા પણ અહીં સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. ત્યારબાદ નોવા સ્કોટીયાના એક વ્યક્તિએ 14 કલાકમાં આસપાસમાં ઘૂમીને લોકોને મારી નાખ્યા હતા.
કેનેડાના પીએમએ શોક વ્યક્ત કર્યો
આ વખતે પણ બે ડઝન લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેને ભયાનક અને હૃદયદ્રાવક ઘટના ગણાવી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે.
We are closely monitoring the situation, and urge everyone to follow updates from local authorities. Thank you to all the brave first responders for their efforts on the ground.
— Justin Trudeau (@JustinTrudeau) September 4, 2022