Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફોટોશૂટના નામે ઘડવામાં આવ્યું હતું હત્યાનું કાવતરું, તેને ગોવામાં મારવા જ લાવ્યો...

    ફોટોશૂટના નામે ઘડવામાં આવ્યું હતું હત્યાનું કાવતરું, તેને ગોવામાં મારવા જ લાવ્યો હતો: અહેવાલો મુજબ સોનાલી ફોગાટના PAએ ગુનો કબૂલ્યો

    પોલીસ સૂત્રોના હવાલાથી મળેલા અહેવાલો અનુસાર, સુધીરનો ઈરાદો સોનાલીની હત્યા કરવાનો ઘણા સમયથી હતો. ગોવામાં શૂટિંગ કરવાનું એ બહાનું હતું. અહીં તેણે પોતે જ પોતાના ડ્રિંકમાં ડ્રગ્સ મિક્સ કર્યું હતું.

    - Advertisement -

    અત્યંત ચર્ચિત સોનાલી ફોગાટ હત્યા કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોગટના અંગત સહાયકે સ્વીકાર્યું છે કે તે ફોગાટને મારી નાખવાના ઇરાદાથી ગોવા લાવ્યો હતો.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર, સુધીરે સ્વીકાર્યું કે તેણે સોનાલીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ હેતુ માટે તે ફોગટને ગુરુગ્રામથી ગોવા લાવ્યો હતો. પીએ સાંગવાનના કહેવા પ્રમાણે, તેણે ફોટોશૂટના નામે આ પ્રવાસનું આયોજન કર્યું હતું જેથી ફોગાટને મોતને ઘાટ ઉતારી શકાય.

    પોલીસ સૂત્રોના હવાલાથી મળેલા અહેવાલો અનુસાર, સુધીરનો ઈરાદો સોનાલીની હત્યા કરવાનો ઘણા સમયથી હતો. ગોવામાં શૂટિંગ કરવાનું એ બહાનું હતું. અહીં તેણે પોતે જ સોનાલીના ડ્રિંકમાં ડ્રગ્સ મિક્સ કર્યું હતું.

    - Advertisement -

    લાંબી તપાસ બાદ પોલીસે હવે કહ્યું છે કે તેમને સુધીર વિરુદ્ધ મજબૂત પુરાવા મળ્યા છે. આ પુરાવાઓ સુધીરને દોષિત ઠેરવવા માટે પૂરતા છે.

    સોનાલી ફોગાટ હત્યા કેસ

    નોંધનીય છે કે અભિનેત્રી સોનાલી ફોગાટના મૃત્યુના સમાચાર 23 ઓગસ્ટ 2022ના રોજ આવ્યા હતા. અગાઉ મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ કેસની તપાસ હત્યાના એંગલથી કરવામાં આવી હતી અને પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

    વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે સોનાલીને ડ્રગ્સ આપીને બેભાન કરવામાં આવી હતી. આ પછી તેને વોશરૂમમાં લઈ જવામાં આવી અને બાદમાં તેના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા. અગાઉ, આરોપીએ કહ્યું હતું કે સોનાલી ટોઇલેટમાં પડી હતી અને દિવાલ સાથે અથડાતાં તેનું મૃત્યુ થયું હતું.

    જોકે, આ મામલે સંબંધીઓએ અલગ અલગ ખુલાસો કર્યો હતો. કોઈએ કહ્યું કે સુધીર પહેલા સોનાલીને બ્લેકમેઈલ કરતો હતો, તો કોઈએ કહ્યું કે સુધીર અભિનેત્રીને તેના પિતાને મળવા પણ નહોતો દેતો અને લાંબા સમયથી તેને ડ્રગ્સ આપતો હતો. જ્યારે ફોગાટની પુત્રીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે એમ પણ કહ્યું કે તેની માતાએ તેને કહ્યું હતું કે એક અઠવાડિયા માટે ફોટોશૂટ છે, જ્યારે હકીકતમાં રિસોર્ટ માત્ર 2 દિવસ માટે બુક કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને જોતા આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠી હતી અને પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં