Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશલોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત...

    લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત સરેરાશ 63 ટકા મતદાન- જાણો ક્યાં કેટલું વૉટિંગ થયું

    કેરળમાં તમામ 20 બેઠકો પર એક સાથે મતદાન થયું હતું. આસામમાં 5 બેઠકો પર મતદાન થયું, બિહારમાં પણ 5 બેઠકો માટે મતદાન થયું. છત્તીસગઢમાં 3, જમ્મુ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 8, રાજસ્થાનમાં 13 ત્રિપુરામાં 1 પશ્ચિમ બંગાળમાં 3 અને ઉત્તર પ્રદેશમાં 8 બેઠકો પર મતદાન થયું હતું.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી 2024 માટે દ્વિતીય તબક્કાનું મતદાન શુક્રવારે (26 એપ્રિલ, 2024) પૂર્ણ થયું. દ્વિતીય તબક્કામાં 13 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની 89 બેઠકો પર મતદાતાઓએ ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં કેદ કરી દીધું છે. દ્વિતીય તબક્કામાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં થયું છે, જ્યારે આ સૂચિમાં ઉત્તર પ્રદેશ સહુથી છેલ્લા સ્થાને છે. જોકે, આ અંદાજિત આંકડાઓ છે, તેમાં થોડોઘણો ફેરફાર જોવા મળી શકે.

    કયા રાજ્યમાં કેટલું મતદાન થયું તેની ટકાવારી પર નજર કરીએ તો ત્રિપુરામાં સહુથી વધુ 77.53% મતદાન થયું છે, આસામમાં 70.66% મતદાન થયું, બિહારમાં 53.03%, છત્તીસગઢ 72.13%, જમ્મુ કાશ્મીરમાં 67.22%, કર્ણાટકમાં 63.90%, કેરળમાં 63.97%, મધ્ય પ્રદેશમાં 54.83%, મહારાષ્ટ્રમાં 53.51%, મણિપુરમાં 76.06% મતદાન થયું છે. રાજસ્થાનમાં 59.19%, પશ્ચિમ બંગાળમાં 71.84% અને ઉત્તર પ્રદેશમાં 52.74% જ મતદાન થયું છે. આની ટકાવારી કાઢવામાં આવે તો 13 રાજ્યોમાં સરેરાશ 63 ટકા મતદાન થયું છે.

    ઉલ્લેખનીય છે કે આ પૈકી કેરળમાં તમામ 20 બેઠકો પર એક સાથે મતદાન થયું હતું. આસામમાં 5 બેઠકો પર મતદાન થયું, બિહારમાં પણ 5 બેઠકો માટે મતદાન થયું. છત્તીસગઢમાં 3, જમ્મુ કાશ્મીરમાં 1, કર્ણાટકમાં 14, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 8, રાજસ્થાનમાં 13 ત્રિપુરામાં 1 પશ્ચિમ બંગાળમાં 3 અને ઉત્તર પ્રદેશમાં 8 બેઠકો પર મતદાન થયું હતું. હાલ જે આંકડા સામે આવ્યા છે, તે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીના અંદાજિત આંકડાઓ છે. હજુ આ આંકડાઓમાં મહત્વપૂર્ણ ફેરબદલ થાય તેવી સંભાવનાઓ છે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    દ્વિતીય તબક્કામાં મતદાન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાનો આભાર માન્યો હતો. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને મતદાન કરનાર લોકોનો આભાર માન્યો. તેમણે લખ્યું કે, “દ્વિતીય તબક્કો સારો રહ્યો, મત આપનાર ભારતના લોકોનો આભાર. NDAને મળી રહેલું પ્રચંડ સમર્થન વિપક્ષને નિરાશ કરી દેશે. મતદાતાઓ NDAનું સુશાસન ઈચ્છે છે, યુવાઓ અને મહિલાઓ NDAને મજબૂત સમર્થન આપી રહ્યા છે.”

    આ પહેલાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ યોજવામાં આવ્યું હતું. બીજા તબક્કાનું આજે પૂર્ણ થયું. હવે તૃતીય તબક્કા માટે આગામી 7 મેના રોજ મતદાન યોજાશે, જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 7 તબક્કા પૂર્ણ થઈ ગયા બાદ 4 જૂનના રોજ એકસાથે તમામ બેઠકો માટે મતગણતરી હાથ ધરીને પરિણામો ઘોષિત કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં