Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશ‘AAP સરકારને માત્ર સત્તામાં જ રસ, કેજરીવાલ માટે રાષ્ટ્રહિતથી ઉપર અંગત સ્વાર્થ’:...

    ‘AAP સરકારને માત્ર સત્તામાં જ રસ, કેજરીવાલ માટે રાષ્ટ્રહિતથી ઉપર અંગત સ્વાર્થ’: દિલ્હીની શાળાઓમાં 2 લાખ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત, હાઈકોર્ટે લગાવી ફટકાર

    કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, કોર્ટ તરીકે અમારે પુસ્તકોની વહેંચણી, યુનિફોર્મ વગેરે બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો હોતો નથી, પણ અમારે એટલા માટે જોવું પડી રહ્યું છે કારણ કે જેણે કામ કરવાનું છે તેઓ નથી કરી રહ્યા.

    - Advertisement -

    દિલ્હીની શાળાઓમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ઉપલબ્ધ ન કરાવવા બદલ દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકાર અને MCDને ફટકાર લગાવી છે. આ સાથે કોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરતાં કહ્યું કે, કેજરીવાલ સરકારને માત્ર સત્તામાં રહેવામાં જ રસ છે અને ધરપકડ બાદ પણ રાજીનામું ન આપીને તેઓ રાષ્ટ્રહિત કરતાં અંગત સ્વાર્થને વધુ મહત્વ આપી રહ્યા છે. શુક્રવારે એક NGOની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી, જે ચર્ચાનો વિષય બની છે.

    ચીફ જસ્ટિસ મનમોહન અને મનમીત પ્રીતમ સિંઘ અરોડાની પીઠે એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણીઓ કરી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્હી સરકાર અને નગરનિગમ વચ્ચેની ખેંચતાણમાં MCDની શાળાઓમાં ભણતા 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત છે. આટલું જ નહીં, આરોપ છે કે આ વિદ્યાર્થીઓ પતરાવાળા શેડમાં ભણવા માટે મજબૂર છે.

    સુનાવણી દરમિયાન દિલ્હી સરકાર તરફથી વકીલ સાદાન ફરાસતે જણાવ્યું કે, તેમને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર સૌરભ ભારદ્વાજ તરફથી જાણકારી મળી છે કે MCDની સ્ટેન્ડિંગ કમિટીની ગેરહાજરીમાં સરકારના જે-તે વિભાગને વધુ સત્તા આપવા માટે મુખ્યમંત્રીની સહમતિની જરૂર પડે છે અને હાલ મુખ્યમંત્રી કસ્ટડીમાં બંધ છે. જેની ઉપર કોર્ટે કહ્યું કે, આ કોઇ કારણ ન હોય શકે અને હાઇકોર્ટ પોતે એવી કેટલીય અરજી ફગાવી ચૂકી છે, જેમાં ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરવામાં આવી હોય.

    - Advertisement -

    કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, કોર્ટ તરીકે અમારે પુસ્તકોની વહેંચણી, યુનિફોર્મ વગેરે બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો હોતો નથી, પણ અમારે એટલા માટે જોવું પડી રહ્યું છે કારણ કે જેણે કામ કરવાનું છે તેઓ નથી કરી રહ્યા. તમારા અસીલને માત્ર સત્તામાં જ રસ છે. અમને ખબર નથી પડતી કે તમને કેટલી સત્તા જોઈએ છે?” 

    કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, “મુખ્યમંત્રી કસ્ટડીમાં છે તેમ છતાં સરકાર ચલાવવી એ તમારી પસંદગી છે. પણ તમે અમને એવા રસ્તે જવા મજબૂર કરી રહ્યા છો, જ્યાં અમારે જવું નથી. અમારી સામે જ્યારે-જ્યારે PIL આવી ત્યારે અમે કહી ચૂક્યા છીએ, પણ આ પ્રશાસનનો વિષય છે. જો તમે ઇચ્છતા હો કે અમારે કંઈક બોલવું જોઈએ તો અમે કડકાઈથી વાર્તા કરીશું.”

    સ્ટેન્ડિંગ કમિટી નથી તો દિલ્હી સરકાર સત્તાનો ઉપયોગ કરીને સમસ્યાનું નિરાકરણ લાવે: કોર્ટ

    ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીમાં MCD કમિશનર પણ કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે લગભગ 2 લાખ વિદ્યાર્થીઓનાં બેન્ક અકાઉન્ટ નથી અને તેના કારણે સ્ટેશનરી પહોંચાડવામાં સમસ્યા આવી રહી છે. તેમણે કહ્યું કે, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ કે સ્ટેશનરી નથી પહોંચી રહી તેનું કારણ એ છે કે સ્ટેન્ડિંગ કમિટી બની નથી અને માત્ર સ્ટેન્ડિંગ કમિટી પાસે જ ₹5 કરોડ કરતાં વધુના કોન્ટ્રાક્ટ આપવાની સત્તા છે. 

    સૌરભ ભારદ્વાજ આંખ આડા કાન કરીને માત્ર મગરના આંસુ જ સારે છે: કોર્ટ

    જોકે, કોર્ટે નોંધ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી કોઈ કારણોસર ઉપલબ્ધ ન હોય તો આ સત્તા દિલ્હી સરકારના કોઇ વિભાગને સોંપી દેવામાં આવવી જોઈએ. ખંડપીઠે સરકારને 2 દિવસમાં આ અંગે નિર્ણય લેવા માટે જણાવ્યું છે. 

    સુનાવણી દરમિયાન કોર્ટે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર સૌરભ ભારદ્વાજના વ્યવહાર પર પણ ટિપ્પણી કરી અને કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓની દુર્દશા પ્રત્યે આંખ આડા કાન કરીને માત્ર મગરના આંસુ સારી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ સૌરભ ભારદ્વાજનું નામ આદેશમાં ઉમેરશે.  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં