Tuesday, May 7, 2024
More
    હોમપેજગુજરાતPM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, સોશિયલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસ:...

    PM મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી, સોશિયલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસ: જૂનાગઢ પોલીસે હૈદર કુરેશીની ધરપકડ કરી

    જે મોબાઈલ નંબર પરથી પોસ્ટ કરવામાં આવી હતી તે જૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાં આવેલા ગેસના ગોડાઉન નજીક રહેતા હૈદર ઈકબાલ કુરેશીનો હોવાનું સામે આવ્યું હતું. માહિતી મળતાંની સાથે જ SOGએ હૈદરની અટકાયત કરીને તેનો ફોન જપ્ત કરી લીધો હતો.

    - Advertisement -

    એક તરફ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, તો બીજી તરફ પ્રશાસન પણ આચારસંહિતાના અમલ અને શાંતિપૂર્ણ ચૂંટણી થાય તે માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે. આગામી 7 મેના રોજ ગુજરાતમાં પણ મતદાન યોજવાનું છે. તેવામાં જૂનાગઢના એક વોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદી વિરુદ્ધ તેમજ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી અભદ્ર પોસ્ટ ફરતી કરવામાં આવી હતી. આ પોસ્ટ કરનારની ઓળખ હૈદર કુરેશી તરીકે થયા બાદ જૂનાગઢ A ડિવિઝન પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લીધી હતી.

    મળતી માહિતી અનુસાર, જૂનાગઢમાં કેટલાક સ્થાનિકો દ્વારા ‘I Love Junagadh’ નામનું એક વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવે છે. તેવામાં ગત બુધવારે (24 એપ્રિલ, 2024) રોજ આ ગ્રુપમાં એક વ્યક્તિ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દોમાં અભદ્ર પોસ્ટ કરવામાં આવી હતી. જોકે પોસ્ટ મૂકાયાના થોડા સમય બાદ તરત જ તેને ડિલીટ કરી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટમાં કોમી વૈમનસ્ય ફેલાય અને વોરા મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવા શબ્દો પણ વાપરવામાં આવ્યા હતા.

    આ મામલે SOGને માહિતી આપવામાં આવતાં પોલીસે પોતે ફરિયાદી બનીને તપાસ આદરી હતી. દરમિયાન જે મોબાઈલ નંબર પરથી પોસ્ટ કરવામાં આવી હતી તે જૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાં આવેલા ગેસના ગોડાઉન નજીક રહેતા હૈદર ઈકબાલ કુરેશીનો હોવાનું સામે આવ્યું હતું. માહિતી મળતાંની સાથે જ SOGએ હૈદરની અટકાયત કરીને તેનો ફોન જપ્ત કરી લીધો હતો.

    - Advertisement -

    આરોપીની અટકાયત કરીને તેની પૂછપરછ કરતાં તેણે પોસ્ટ કરી હોવાનું કબૂલી લીધું હતું. બીજી તરફ પોલીસે તેનો ફોન તપાસતાં જાણવા મળ્યું કે તેણે આ પ્રકારની કુલ 3 પોસ્ટ કરી હતી, પરંતુ પોસ્ટ કર્યા બાદ તરત જ તેણે ડિલીટ કરી દીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હૈદરે 24 એપ્રિલના રોજ બપોરે 2.34 કલાકે, 3.37 કલાકે અને 3.42 કલાકે આ પ્રકારની પોસ્ટ કરીને ડિલીટ કરી હતી.

    બીજી તરફ ઘટનાને લઈને પોલીસે ‘I Live Junagadh‘ નામનું વોટ્સએપ ગ્રુપ ચલાવતા એડમિનની પણ આ મામલે પુછપરછ કરી હતી. સમગ્ર ઘટનામાં જૂનાગઢ A ડિવિઝન પોલીસે આઇપીસીની કલમો 153(બી) 505(2) અને 504 મુજબ ગુનો નોંધી હૈદર ઈકબાલ કુરેશીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ જૂનાગઢ પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. સ્થાપિત થયાના કિસ્સામાં વધુ જાણકારી સાથે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં