Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતસેનાના નકલી મેજરે પોલીસ કોન્ટેબલને સામેથી મારી સેલ્યુટ, ભાંડો ફૂટતા વડોદરાના મહોમ્મદ...

    સેનાના નકલી મેજરે પોલીસ કોન્ટેબલને સામેથી મારી સેલ્યુટ, ભાંડો ફૂટતા વડોદરાના મહોમ્મદ ફારૂક શેખની ધરપકડ: મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની કરતો હતો હેરાફેરી

    ઑપઇન્ડિયાએ ગોરવા પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો હતો. જેમાં જણાવ્યું છે કે, નંદુરબાર પોલીસે વડોદરાના ગોરવા સ્થિત આરોપીના મકાનની તપાસ કરી હતી. ત્યારે વિવિધ પ્રકારની બ્રાન્ડેડ વિદેશી દારૂની 3.67 લાખની કિંમતની બોટલો મળી આવી હતી. જે અંગે ગોરવા પોલીસે તેની પત્ની શાહિદા શેખ સામે ગુનો નોંધ્યો હતો.

    - Advertisement -

    મહારાષ્ટ્રના નંદુરબારમાં એક નકલી મેજરની ધરપકડ કરવામાં આવી છે. તે વડોદરા રહેતો હતો અને અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો. તેની ઓળખ રાહિલ શફી ઉર્ફે મોહમ્મદ ફારૂક શેખ તરીકે થઈ છે. વડોદરાથી તે મહારાષ્ટ્રના નંદુરબાર ગયો હતો, તે દરમિયાન તેણે આર્મીનો મેજર સ્તરનો યુનિફોર્મ પણ પહેરેલો હતો. દરમિયાન નંદુરબારમાં જ એક ટ્રાફિક કોન્સ્ટેબલને તેણે સેલ્યુટ મારી દીધી હતી. જેને લઈને તેનો ભાંડો ફૂટી ગયો હતો. તે વડોદરાના ગોરવામાં રહેતો હતો અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતો હતો. નંદુરબાર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

    સમગ્ર ઘટના એવી હતી કે, મહારાષ્ટ્રના નંદુરબારમાં વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક જામ થયો હતો. ત્યારે વડોદરાના ગોરવાનો મહોમ્મદ ફારૂક શેખ આર્મીના મેજર રેન્કનો યુનિફોર્મ પહેરીને ટ્રાફિક ક્લિયર કરાવવા કહેવા માટે પોલીસ પર રોફ જમાવતો કારમાંથી નીચે ઉતરી આવ્યો હતો. જોકે, તે દરમિયાન એક કોન્સ્ટેબલ તેની નજીક આવતા તેણે સેલ્યુટ કરી દીધી હતી. જેને લઈને નકલી મેજર મહોમ્મદનો ભાંડો ફૂટી ગયો હતો. જે બાદ પોલીસે વડોદરાના નકલી મેજરની ધરપકડ કરી હતી અને તપાસ હાથ ધરી છે.

    મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની કરતો હતો હેરાફેરી

    નંદુરબાર પોલીસે નકલી મેજરની કાર તપાસતાં દોઢ લાખની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. નંદુરબાર પોલીસે નકલી મેજરની પૂછપરછ કરતાં તે સતત પોતે આર્મીનો અધિકારી હોવાનું રટણ કરી રહ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તે નકલી આઈકાર્ડ પણ સાથે લઈને ફરતો હતો. તેણે પોલીસને એવું કહ્યું હતું કે, તેની નોકરી વડોદરા EMEમાં ચાલી રહી છે.

    - Advertisement -

    ઑપઇન્ડિયાએ આ મામલે નંદુરબાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસે જણાવ્યું કે, આરોપી મહોમ્મદ ફારૂક શેખ મૂળ મહારાષ્ટ્રના જલગાવનો છે અને વડોદરાના ગોરવામાં રહેતો હતો. તે મહારાષ્ટ્રથી દારૂની ગાડી ભરીને ગુજરાતમાં લઈ જતો હતો. આ કામ તે આર્મી યુનિફોર્મમાં જ કરતો હતો. જેથી તે સરળતાથી ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પાર કરી શકતો હતો. પરંતુ તેણે કોન્ટેબલને સેલ્યુટ કરી દેતા શંકા થઈ હતી અને આખરે તેની ધરપકડ થઈ હતી.

    આ સાથે જ ઑપઇન્ડિયાએ ગોરવા પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો હતો. પોલીસકર્મી સિદ્ધરાજસિંહે આ કેસ વિશે જણાવ્યું છે કે, નંદુરબાર પોલીસે વડોદરાના ગોરવા સ્થિત આરોપીના મકાનની પણ તપાસ કરી હતી. ત્યારે વિવિધ પ્રકારની બ્રાન્ડેડ વિદેશી દારૂની 3.67 લાખની કિંમતની બોટલો મળી આવી હતી. જે અંગે ગોરવા પોલીસે તેની બેગમ શાહિદા શેખ સામે ગુનો નોંધ્યો હતો. નકલી મેજર બનેલા આરોપીના ઘરેથી એક જોડી આર્મી યુનિફોર્મ મળ્યો હતો. જે કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    ગોરવા પોલીસે વધુમાં જણાવ્યું કે, વિદેશી બ્રાન્ડની ઘણીબધી દારૂની બોટલો મળી આવી હતી. આરોપી હાલ નંદુરબાર પોલીસ સ્ટેશનના ચાર દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ ગોરવા પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરશે. આરોપી આર્મી યુનિફોર્મ પહેરીને કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતો હતો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

    આર્મી ઓફિસરો નકલી મેજરની કરશે તપાસ

    નંદુરબારમાંથી મહોમ્મદ ફારૂક શેખની ધરપકડ બાદ હવે પોલીસ દ્વારા સતત તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વિવિધ એજન્સીઓ અને આર્મી પણ આ મામલે તેની પૂછપરછ કરશે અને વધુ તપાસ પણ કરશે. આર્મી અધિકારી તરીકેની ઓળખ આપી, આરોપી ક્યાં-ક્યાં ગયો હતો અને કેટલા ગેરકાયદેસર કામો કર્યા છે, તે બધી તપાસ કરવામાં આવશે.

    મીડિયા રિપોર્ટ અનુસાર, મોહમ્મદ ફારૂક શેખે પાંચ વર્ષ અગાઉ શાહિદા સાથે મેટ્રીમોનિયલ સાઇટ પરથી નિકાહ કર્યા હતા. નિકાહ પહેલાં તે પોતે આર્મીમાંથી નિવૃત્ત થયો છે, તેવું શાહિદાને જણાવતો હતો. જોકે, નિકાહ બાદ પણ તે ઘરે નિવૃત્ત જવાન તરીકે જ રહેતો હતો. તેની બેગમને પણ 5 વર્ષ સુધી એમ જ હતું કે, મહોમ્મદ ફારૂક નિવૃત્ત આર્મી અધિકારી છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે, આરોપીના અબ્બુ સેનામાં સુબેદાર હતા. 2021માં તેમનું મૃત્યુ થયું હતું. અબ્બુ આર્મીમાં હોવાથી મહોમ્મદને તમામ ડિસિપ્લિન વિશેની ખબર હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં