Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશ‘પૂછપરછમાં કશું પણ આપત્તિજનક મળ્યું નથી’: ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરને ‘જેહાદી’ કહેનાર...

    ‘પૂછપરછમાં કશું પણ આપત્તિજનક મળ્યું નથી’: ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરને ‘જેહાદી’ કહેનાર વ્યક્તિને દિલ્હી પોલીસે આપી ક્લીનચિટ

    દિલ્હી પોલીસે હાઈકોર્ટ સમક્ષ એક રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે તેમણે જગદીશ કુમારની પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યા બાદ તેમાં કશું જ આપત્તિજનક ન જણાતાં આગળ કાર્યવાહી કરવામાં આવી નથી.

    - Advertisement -

    કથિત ફેક્ટચેકર અને પ્રોપગેન્ડા વેબસાઈટ ઑલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈર પર ટિપ્પણી કરનાર એક વ્યક્તિને દિલ્હી પોલીસે ક્લીન ચિટ આપી છે. તેમણે ઝુબૈરને ‘જેહાદી’ કહ્યો હતો. પોલીસે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે ઝુબૈર વિશે ટિપ્પણી કરનાર જગદીશ કુમાર સામે કશું જ આપત્તિજનક મળ્યું નથી, જેથી તેઓ કાર્યવાહી કરશે નહીં. 

    દિલ્હી પોલીસે હાઈકોર્ટ સમક્ષ એક રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે તેમણે જગદીશ કુમારની પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યા બાદ તેમાં કશું જ આપત્તિજનક ન જણાતાં આગળ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસે કહ્યું કે, તેમની ટિપ્પણી લોકોમાં ભય પેદા કરવા માટે ન હતી અને જેથી તેમની સામે કોઇ કેસ નોંધવામાં આવ્યો નથી. 

    વાસ્તવમાં આ મામલો વર્ષ 2020નો છે. મોહમ્મદ ઝુબૈરે પોતાના એક ટ્વિટમાં જગદીશ કુમારને ‘ટ્રોલ’ ગણાવીને તેમનું પ્રોફાઈલ પિક્ચર અપલોડ કર્યું હતું, જેમાં તેમની પૌત્રીની પણ તસવીર હતી. જોકે, સગીર બાળકીનો ચહેરો બ્લર કરી દેવામાં આવ્યો હતો. ઝુબૈરે લખ્યું હતું કે, “હેલો જગદીશ સિંઘ, શું તમારી પૌત્રીને ખબર છે કે તમારી પાર્ટ ટાઇમ જોબ સોશિયલ મીડિયા પર લોકોને ગાળો દેવાની છે? હું તમને સૂચન કરીશ કે પ્રોફાઇલ પિક્ચર બદલી નાખો.”

    - Advertisement -

    આ ટ્વિટ બાદ જગદીશ કુમાર સિંઘે પોલીસ દરિયાદ કરતાં દિલ્હી પોલીસે POKSO અને IT એક્ટ તેમજ IPCની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, જેમાં ઝુબૈર પર એક સગીર વયની છોકરીને ધમકી આપવાનો અને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, પછીથી દિલ્હી પોલીસે હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે, ઝુબૈર સામે કોઇ દોષીપણું ન દેખાતાં તેમણે ચાર્જશીટમાં તેનું નામ સામેલ કર્યું નથી. 

    પરંતુ આ સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને જણાવ્યું હતું કે તેઓ જગદીશ કુમાર સિંઘ સામે પણ પગલાં લે, જેમણે એક ટ્વિટમાં ઝુબૈરને ‘જેહાદી’ કહ્યો હતો. તેમણે લખ્યું હતું, “વન્સ અ જેહાદી, ઓલવેઝ જેહાદી.’ પરંતુ હવે પોલીસે કોર્ટને જણાવ્યું છે કે જગદીશ કુમાર સામે પણ કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં