Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનકંગના રનૌતે કર્યો વિસ્ફોટક દાવો, કહ્યું 'મુવી માફિયા' મહેશ ભટ્ટ અસલમાં અસ્લમ...

    કંગના રનૌતે કર્યો વિસ્ફોટક દાવો, કહ્યું ‘મુવી માફિયા’ મહેશ ભટ્ટ અસલમાં અસ્લમ છે, લગ્ન કરવા માટે ફેરવ્યું હતું નામ: ભટ્ટના દીકરાને પણ પિતાથી અસંતોષ

    કંગનાના કહેવા મુજબ મહેશ ભટ્ટે પોતાનું અસલ નામ વાપરવું જોઈએ. સોની રાજદાન સાથે લગ્ન કરવા માટે જે ધર્મમાં આવ્યા હતા તેમણે પોતાને તે ધર્મના ન દેખાડવો જોઈએ.

    - Advertisement -

    સોસિયલ મીડિયામાં કંગના રનૌતે મહેશ ભટ્ટના પોકળ ખોળી નાખતી માહિતી શેર કરી હતી. અભિનેત્રી કંગના રનૌતે દાવો કર્યો છે કે ‘બોલિવૂડ ફિલ્મમેકર મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે.’ આ પહેલા મહેશ ભટ્ટના પુત્ર રાહુલે પોતે કહ્યું હતું કે તેના પિતા તેનું નામ મોહમ્મદ રાખવા માંગતા હતા. જ્યારે આલિયા ભટ્ટે એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા, ત્યારે ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહેશ ભટ્ટે તેમની પુત્રીને ફેરાઓ દરમિયાન વચનો આપતા અટકાવી હતી.

    હવે કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મહેશ ભટ્ટનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. રવિવાર (4 ઓગસ્ટ 2022)ના રોજ શેર કરાયેલા આ વીડિયોમાં ભટ્ટ મુસ્લિમોને સંબોધતા જોવા મળે છે. આ સાથે કંગનાએ લખ્યું છે કે બોલિવૂડ ફિલ્મમેકરનું અસલી નામ ‘મહેશ’ નહીં પણ ‘અસલમ’ છે અને તેઓ પોતાના સાચા નામને છુપાવી રહ્યા છે.

    અહેવાલો મુજબ કંગનાના કહેવા મુજબ મહેશ ભટ્ટે પોતાનું અસલ નામ વાપરવું જોઈએ. સોની રાજદાન સાથે લગ્ન કરવા માટે જે ધર્મમાં આવ્યા હતા તેમણે પોતાને તે ધર્મના ન દેખાડવો જોઈએ. આ સાથે જ મહેશ ભટ્ટ પર સભ્ય ભાષામાં લોકોને હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. કંગનાએ લખ્યું હતું કે, “મને કહેવામાં આવ્યું કે મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે. તેણે સોની રાઝદાન સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. અસ્લમ એક સુંદર નામ છે, તો તમે તેને છુપાવો છો કેમ? તેઓએ તેમના વાસ્તવિક નામનો જ ઉપયોગ કરવો જોઈએ અને તેઓ ધર્માંતરિત હોવા છતાં કોઈ ચોક્કસ ધર્મના હોવાનો ડોળ ન કરવો જોઈએ.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, કંગનાએ ભટ્ટ કેમ્પની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે કેમ્પની ફિલ્મ ‘ગેંગસ્ટર’થી ડેબ્યૂ કર્યું હતું. કહેવાય છે કે કંગનાએ ભટ્ટ કેમ્પની ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. જે બાદ તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. કંગના રનૌત દ્વારા મહેશ ભટ્ટને ‘મૂવી માફિયા‘ ગણાવ્યા છે. આલિયા ભટ્ટને પણ ઘણા પ્રસંગોએ ઘેરવામાં આવી છે.

    મહેશ ભટ્ટ પર આ પ્રકારના આક્ષેપ પહેલી વાર નથી થયા. તેમના પુત્ર રાહુલ ભટ્ટે પોતે કહ્યું હતું કે , “મારા પિતાનો અંદાજ મારા માટે ક્યારેય સારો રહ્યો નથી. તેમણે ક્યારેય મને તેમનો પુત્ર નથી માન્યો, અને દીકરા જેવો વ્યવહાર પણ કર્યો નથી. તે મારું નામ મોહમ્મદ રાખવા માંગતા હતા. ઘણા લોકો આ વાત માનતા નથી, પરંતુ આ સત્ય છે. તે હંમેશા ઇચ્છતા હતા કે હું મોહમ્મદ તરીકે ઓળખાઉં. પાડોશમાં રહેતા મહારાષ્ટ્રના લોકોએ આ મુદ્દે મારી એંગ્લો ઈન્ડિયન માતાને વિનંતી કરી અને કહ્યું કે મહેશ ભટ્ટ પાસે તેમની બિનસાંપ્રદાયિકતા બતાવવાની અન્ય ઘણી તક છે.”

    તે ઈન્ટરવ્યુ દરમિયાન રાહુલે એમ પણ કહ્યું હતું કે જો મહેશ ભટ્ટને લાગે છે કે તે એક સારા મુસ્લિમ છે તો તેણે પોતાના તમામ બાળકો સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં