Wednesday, November 6, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સજીતનો આનંદ માણવાને બદલે પાકિસ્તાનીઓએ અર્શદીપને ટાર્ગેટ બનાવી ભારતમાં ભાગલાવાદી વિચાર ફેલાવ્યો:...

    જીતનો આનંદ માણવાને બદલે પાકિસ્તાનીઓએ અર્શદીપને ટાર્ગેટ બનાવી ભારતમાં ભાગલાવાદી વિચાર ફેલાવ્યો: શમી-2 પ્રોપગેન્ડામાં કેટલાક લેફ્ટ-લિબરલો પણ જોડાયા

    આ જ રીતે T20 વર્લ્ડ કપ 2021માં જયારે ભારત ગ્રુપ સ્ટેજમાં હારીને બહાર થયું હતું ત્યારે સૌએ ભારતના દરેક ખેલાડીઓના પ્રદર્શનને વખોડ્યું હતું. પરંતુ કેટલાક લોકોએ માટે મોહમ્મદ શામીને મુસ્લિમ હોવાથી વખોડવામાં આવે છે તેઓ કુપ્રચાર કર્યો હતો.

    - Advertisement -

    રવિવારે (4 સપ્ટેમ્બર) દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની બીજી મેચ રમાઈ હતી. આ કટોકટીની લડાઈમાં પાકિસ્તાન એક બોલ બાકી રાખીને 5 વિકેટે જીતી ગયું હતું. પરંતુ પાકિસ્તાનીઓને ભારતીય ખેલાડી અર્શદીપ સિંઘે કેચ છોડતા જીતની ખુશી મનાવવાની જગ્યાએ ભારતમાં જહેર ફેલાવવું વધુ પસંદ કર્યું હતું.

    મેચ શરૂઆતથી લઈને અંત સુધી એકદમ રોમાંચક રહી હતી. ક્યારેક લાગતું કે મેચમાં ભારતની સ્થિતિ મજબૂત છે તો ક્યારેક લાગે પાકિસ્તાન જીતી જશે. પરંતુ 17.3 ઓવરે અર્શદીપ સિંઘે આસિફ અલીનો કેચ રવિ બિશ્નોઈની ઓવરમાં છોડ્યો હતો, જે કદાચ ભારત માટે આ મેચ જીતવાની છેલ્લી તક હતી.

    જે બાદ ભારતે આ મેચ ગુમાવવાનો વારો આવ્યો હતો. પાકિસ્તાન એક બોલ બાકી રાખીને 5 વિકેટે જીતી ગયું હતું. સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન ટીમના સપોર્ટર્સ ખુબ ખુશ થયા હતા. પરંતુ ઘણા પાકિસ્તાનીઓએ પોતાના સ્વભાવ મુજબ તેમના આ ખુશીના મોકાને પણ ભારતતરફી દ્વેષ પ્રદર્શિત કરવાનો હાથો બનાવ્યો હતો.

    - Advertisement -
    અર્શદીપ સિંઘનું વિકિપીડિયા પેજ કર્યું એડિટ

    અર્શદીપ સિંઘે કેચ છોડ્યો એની થોડી જ ક્ષણોમાં તેના નામનું વિકિપીડિયા પેજ કોઈના દ્વારા એડિટ કરવામાં આવ્યું હતું. જેમાં તેને ભારતીયની જગ્યાએ ખાલિસ્તાની પ્લેયર દર્શાવવામાં આવ્યો હતો. તેના પેજ પર જ્યાં જ્યાં ઇન્ડિયા લખ્યું હતું તે બદલીને ખાલિસ્તાન કરી દેવામાં આવ્યું હતું. જે બાદ ઇસ્લામવાદીઓએ આ બદલાવ સંઘે કર્યો છે એવો કુપ્રચાર શરૂ કરી દીધો હતો.

    ટ્વીટર પર ખુબ સક્રિય રહેતા અંશુલ સક્સેનાએ આ વિષયમાં તપાસ કરાતા જાણવા મળ્યું કે જેણે વિકિપીડિયા પર આ જાણકારીઓ ખોટી રીતે એડિટ કરી હતી તેનું IP એડ્રેસ પાકિસ્તાનનું બતાવતું હતું એટલે કે આ પાકિસ્તાનીઓનું ભારતવિરોધી કાવતરું હતું.

    થોડી વધુ તાપસ કરતા જાણવા મળ્યું કે ભારતીય ખેલાડી અર્શદીપ સિંઘે કેચ છોડતા તેને ખાલિસ્તાન સાથે જોડીને દર્શાવવાની શરૂઆત ભારત બહારના અને ખાસ કરીને પાકિસ્તાન સાથે સંલગ્ન ટ્વીટર આઈડી દ્વારા કરવામાં આવી હતી. @thehawkeyex એ જુદા જુદા બે સ્ક્રીનશોટ મૂકીને જણાવ્યું કે ‘કુખ્યાત ઝૈદ હમીદ એ પ્રથમ વ્યક્તિઓમાં સામેલ છે જેણે આની શરૂઆત કરી હતી. તે પાકિસ્તાની રાજકીય ષડયંત્ર સિદ્ધાંતવાદી છે જેનું એકાઉન્ટ ભારતમાં પહેલેથી જ સસ્પેન્ડ કરાયેલું છે.’

    અન્ય એક પાકિસ્તાન સમર્થક આઈડી @wajSKhan એ પણ આ પ્રોપગેન્ડા ફેરવવા માટે લખ્યું હતું કે, “અર્શદીપ સ્પષ્ટપણે પાકિસ્તાન સમર્થિત ખાલિસ્તાન ચળવળનો ભાગ છે.”

    @thehawkeyex એ અન્ય એક ટ્વીટમાં 2 સ્ક્રીનશોટ જોડીને લખ્યું કે, “શા માટે હરભજને આટલી ઝડપથી પ્રતિક્રિયા આપી અને (જેમ કે ઘણા લોકો પહેલાથી જ અનુમાન કરી ચૂક્યા છે) ફેક્ટચેકર અર્શદીપ પર “K” ટ્વીટ્સ શોધવા માટે પૂરતા ઝડપી હતા? શમી-2નો પ્રચાર માર્ગ પર! આમાંના મોટાભાગના હેન્ડલ્સ શમીની ગાથાની જેમ જ ભારતીય હોવાનો ઢોંગ કરતા પાકિસ્તાન અથવા યુએઈના હોવાનું જાણવા મળશે.”

    મોહમ્મદ શમીના નામે થઇ ચુક્યો છે આવો દુષ્પ્રચાર

    નોંધનીય છે કે આ જ રીતે T20 વર્લ્ડ કપ 2021માં જયારે ભારત ગ્રુપ સ્ટેજમાં હારીને બહાર થયું હતું ત્યારે સૌએ ભારતના દરેક ખેલાડીઓના પ્રદર્શનને વખોડ્યું હતું. પરંતુ કેટલાક લોકોએ માટે મોહમ્મદ શામીને મુસ્લિમ હોવાથી વખોડવામાં આવે છે તેઓ કુપ્રચાર કર્યો હતો.

    બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આવો કુપ્રચાર કરનાર મોટા ભાગના આઈડી ભારત બહારના અને મોટા ભાગે પાકિસ્તાનના હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં