બોલિવૂડની દુનિયા છોડીને ઇસ્લામ ધર્મ તરફ વળેલી સના ખાન હાલમાં ગર્ભવતી છે. હાલમાં સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેનો મૌલવી પતિ મુફ્તી અનસ તેનો હાથ પકડીને તેને ઉતાવળમાં ક્યાંક લઈ જઈ રહ્યો છે. બીજી તરફ, સના નારાજ છે અને કહે છે ‘ભાઈ.. હું આટલું ચાલી નહીં શકું.’ જે બાદ નેટિઝન્સ આ બાબતે જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ વિડીયો ViralBhayaniએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. વિડીયોમાં સનાને એવું કહેતી સાંભળી શકાય છે કે, ‘ભાઈ.. હું આટલું ચાલી નહીં શકું.’
આ વિડીયો જોયા બાદ યુઝર્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક યુઝર્સ તેને ‘બેજવાબદાર વર્તન’ કહી રહ્યા છે જ્યારે કેટલાક તેને ‘કેર’ કહી રહ્યા છે. FilmyCorona નામના યુઝરે કહ્યું, “તે તેમને આ રીતે કેમ ખેંચી રહ્યા છે… તેઓ ગર્ભવતી છે. મૂર્ખ વલણ.”
એક યુઝરે કહ્યું, “પોતાની ગર્ભવતી પત્ની સાથે એવું વર્તન ના કરાય”. જ્યારે એક મુસ્લિમ યુઝરે તેના વર્તનનો બચાવ કરતા કહ્યું, “તે માત્ર સનાને કેમેરાથી બચાવી રહ્યો હતો કારણ કે અમારી શરિયામાં એવું કહેવામાં આવ્યું છે કે ખરાબ નજર ગર્ભવતી મહિલાઓને અસર કરે છે.”
સના ખાને કરી ચોખવટ
નોંધનીય છે કે વાઈરલ થયેલા ભાયાણીના વિડીયો પર સના ખાનની કમેન્ટ પણ આવી છે. સનાએ લખ્યું, “આ વીડિયો હમણાં જ મારા ધ્યાનમાં આવ્યો. મારા ભાઈઓ અને બહેનો હું જાણું છું કે આ રીતે જોવું વિચિત્ર હોવું જોઈએ. હકીકતમાં, બહાર આવ્યા પછી અમે કાર અને ડ્રાઇવર સાથે સંપર્ક ગુમાવી દીધો હતો. મને ઊભા રહીને પરસેવો વળી ગયો. હું અસ્વસ્થ હતી. તેથી જ તે મને અંદર લઈ જતો હતો જેથી હું થોડું પાણી પી શકું અને થોડી હવા મેળવી શકું.”
સનાએ સ્પષ્ટતા કરી અને કહ્યું, “મેં તેને માત્ર ઝડપથી અંદર જવા કહ્યું હતું. અમે અમારી તસવીરો ક્લિક કરનારા પાપારાઝીઓને હેરાન કરવા માંગતા ન હતા. એટલા માટે વિડીયો જોયા પછી બીજું કશું ન વિચારવા વિનંતી છે. ચિંતા દર્શાવવા બદલ ફરી આભાર.”
ઉલ્લેખનીય છે કે સના અને મુફ્તી અનસનો આ વિડીયો બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીનો છે. બંને લોકો આ પાર્ટીમાં હાજરી આપવા માટે ગયા હતા. જો કે, ત્યાં સનાની તબિયત બગડી અને અનસે ઉતાવળમાં તેને બેસાડવા માટે એક બાજુ લઈ ગયો. વિડીયોમાં પાછળ ફોટોગ્રાફરોની ભીડ જોઈ શકાય છે.