Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્કૂલમાં નમાજ પઢ્વા આપ્યો રૂમ: તો વાલી બોલ્યા મારૂ બાળક હનુમાન ચાલીસાનો...

    સ્કૂલમાં નમાજ પઢ્વા આપ્યો રૂમ: તો વાલી બોલ્યા મારૂ બાળક હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગે છે તો રૂમ ફાળવશો?

    નડીયાદની નોલેજ સ્કુલમાં મુસ્લિમો માટે નમાઝ માટે અલગથી રૂમ ફાળવવામાં આવતાં એક વાલીએ પોતાના સંતાન માટે હનુમાન ચાલીસા માટે એક કલાક રૂમ ફાળવવા માટે માંગણી કરી હતી.

    - Advertisement -

    નડિયાદની નોલેજ સ્કૂલ હમણાં વિવાદમાં આવી છે. એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં શાળાના સંચાલકો એ બાળક ને શાળાએ મૂકવો છે કે નહીં? તેવું પૂછાતા વાલી એ વળતો સવાલ કરી ને પૂછ્યું હતું કે “તમે શાળામાં મુસ્લિમ બાળકો માટે સ્કુલમાં નમાજ પઢવાની વ્યવસ્થા કરી છે? તો પછી મારા બાળક હનુમાન ચાલીસાના પાઠ કરશે તેના માટે પણ અલગ રૂમની વ્યવસ્થા કરો.”

    છેલ્લા બે દિવસ થી સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયો છે જેના કારણે હમણાં ચાલી રહેલી ધાર્મિક ઉન્માદની ચર્ચામાં એક વધુ કડી ઉમેરાઈ છે. કર્ણાટકમાં હિજબ મામલો હોય કે હલાલ નો મામલો હોય કે પછી શોભા યાત્રા પર પત્થર મારાનો મામલો હોય. દેશમાં હાલમાં ધાર્મિક ચર્ચાનો માહોલ છે બંને પક્ષે લોકો પોત પોતાની વાત રાખી રહ્યા છે. પરંતુ નડિયાદની નોલેજ શાળાનો આ મામલો ચોકાવનારો છે.

    સમાન્યપણે શાળામાં ગણવેશ સરખો એટલા માટે રાખતો હોય છે કારણ કે કોઈ પણ નાત જાત નો ભેદ રહે નહીં કોઈ ઊંચ નીચ રહે નહીં કોઈ સાથે ધાર્મિક ભેદભાવ થાય નહીં. પરંતુ અહિયાં શાળા પ્રશાસન જ એક ચોક્કસ ધર્મના લોકો માટે અલગથી સ્કુલમાં નમાજ માટે રૂમ આપે તે શિક્ષણનું ધર્મીકીકરન છે અને બાળકો ભેદભાવ શીખે. એક મીડિયા રિપોર્ટ અનુસાર શાળા સંચાલકો ને આ બાબતે પૂછતા કોઈ જવાબ આપ્યો ના હતો. પરંતુ જ્યારે બાળકો ને પૂછવામાં આવ્યું તો તેમણે કબૂલ્યું હતું કે શાળાના ચોથા માળે નમાજ માટે એક અલગથી રૂમ ફાળવવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઓડિયોમાં થતી વાત ચિતમાં વાલી અલગ એમ પણ કહે છે કે “શું મારો બાળક હનુમાનના પાઠ શનિવારે અને મંગળવારે કરવા માંગે છે તો સુ તમે તેના માટે રૂમ ફાળવશો? તેના જવાબમાં શાળા સંચાલક યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. હમણાં સુધી આ વિવાદ પર શાળા તરફ થી કોઈ જ બયાન આવ્યું નથી. જોકે ઘણા લોકોનું કહેવું છે કે આવી અદાયલી વ્યવસ્થાઑ નકારને બાળકોમાં વિભાજનની માનસિકતા પૈદા થાય છે.

    દેશમાં સેક્યુલારિઝમની ચર્ચા વારંવાર થતી હોય છે, પરંતુ આ પ્રકારના કિસ્સા એવો સંકેત આપે છે કે દેશમાં સેક્યુલારિઝમ ફક્ત એ જ ધર્મના લોકો પર પરાણે લાગુ પાડવામાં આવતું હોય છે, જ્યારે બીજા ધર્મના લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવતી હોય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં