Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડોદરા: MSUની સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર નમાઝ પઢતા પુરુષ-મહિલાનો વિડીયો વાયરલ, હિંદુ સંગઠનોની...

    વડોદરા: MSUની સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર નમાઝ પઢતા પુરુષ-મહિલાનો વિડીયો વાયરલ, હિંદુ સંગઠનોની કાર્યવાહીની માંગ

    વાયરલ વિડીયોમાં એક મુસ્લિમ પુરુષ અને મહિલા જોવા મળે છે. જોકે, આ બંને વ્યક્તિઓ કોણ છે તે અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી.

    - Advertisement -

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU) ફરી વિવાદમાં સપડાઈ છે. અહીંની એક ફેકલ્ટીની બહાર નમાઝ પઢતા એક પુરુષ અને મહિલાનો વિડીયો વાયરલ થયો છે. જે હિંદુ સંગઠનો પાસે પહોંચતાં તેમણે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે. 

    આ વિડીયો મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સંસ્કૃત મહાવિદ્યાલયની બહારનો હોવાનું કહેવાય છે. ચોક્કસ કયા સમયનો છે તેની પુષ્ટિ થઇ શકી નથી પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જે વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારો-કાર્યકરો પાસે પહોંચતાં તેમણે મુદ્દો ઉઠાવ્યો હતો. 

    વાયરલ વિડીયોમાં એક મુસ્લિમ પુરુષ અને મહિલા જોવા મળે છે. જોકે, આ બંને વ્યક્તિઓ કોણ છે તે અંગે હજુ સુધી જાણકારી મળી શકી નથી પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આ વિદ્યાર્થીઓ હોવાનું લાગી રહ્યું નથી. આશંકા છે કે કોઈ વિદ્યાર્થીની મુલાકાતે આવ્યા હોય શકે અથવા કોઈ વટેમાર્ગુ પણ હોય શકે છે. 

    - Advertisement -

    હિંદુ સંગઠનોની રજૂઆત છે કે શૈક્ષણિક સંકુલમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવી શકાય નહીં અને તાત્કાલિક આવી પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવે તે જરૂરી છે. વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા સૂત્રોએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, તેઓ સોમવારે (26 ડિસેમ્બર 2022) યુનિવર્સીટી તંત્રને રજૂઆત કરશે અને જો યોગ્ય કાર્યવાહી ન થાય તો દરેક ફેકલ્ટીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, VHP મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ કહ્યું કે, અત્યાર સુધી રોડ-રસ્તા, બગીચાઓ અને રેલવે સ્ટેશનો ઉપર નમાઝ પઢવામાં આવતી હતી અને હવે MSU જેવા શૈક્ષણિક સંકુલમાં પણ બહારના તત્વો દ્વારા આવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવે તેવી અમને માંગણી કરીશું.

    અગાઉ પ્રદર્શનમાં હિંદુ દેવી-દેવતાઓનાં વિવાદાસ્પદ ચિત્રો મૂકાયાં હતાં

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં MS યુનિવર્સીટી અશોભનીય ચિત્રોનાં પ્રદર્શનને કારણે વિવાદમાં સપડાઈ હતી. અહીં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં વાર્ષિક ચિત્ર પ્રદર્શનમાં એક વિધાર્થીએ બળાત્કાર અને ગેંગરેપના સમાચારવાળા છાપાંનાં કટિંગ વડે હિંદુ દેવી-દેવતાઓના ચિત્ર બનાવીને રજૂ કર્યાં હતાં. 

    આ મામલો સામે આવ્યા બાદ એબીવીપી અને અન્ય હિંદુ સંગઠનોએ ફેકલ્ટી પર પહોંચી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિદ્યાર્થી-શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આખરે યુનિવર્સીટીએ કાર્યવાહી કરીને જે-તે વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવો પડ્યો હતો. હવે આ પ્રકારનો વધુ એક મામલો સામે આવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં