બોટાદના રાણપુરથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, રાણપુર સ્ટેશનની સામે આવેલી રુકમણી કન્યા છાત્રાલયના હવસખોર મુસ્લિમ શિક્ષક જાવેદ અશરફે 12 વર્ષની વિદ્યાર્થીને શારીરિક અડપલાં કરવાની ઘટનાથી આખા પંથકમાં ચકચાર મચી ગયો છે, બાળકીના પિતાએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા હવસખોર જાવેદ અશરફ વિરુદ્ધ પોક્સો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાણપુરના શિક્ષક શારીરિક અડપલાં કરવાની ઘટના સામે આવતાની સાથે જ વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો હતો.
મળતી માહિતી અનુસાર રાણપુર શહેરના બસ સ્ટેશન સામે આવેલી સરકારી કન્યા શાળામાં અંદાજે 400થી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, જેમાં ધોરણ 7માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર તેની જ શાળાના મુસ્લિમ શિક્ષક જાવેદ અશરફે નજર બગાડીને શારીરિક અડપલાં કર્યા હતા. અધૂરામાં પૂરું આ જ શાળાની અન્ય એક શિક્ષિકા જાવેદને આ કૃત્યમાં સહકાર આપતા હોવાના પણ અહેવાલો સામે આવ્યાં છે. રાણપુરના શિક્ષક શારીરિક અડપલાં કરતા હાલ પોલીસે મુસ્લિમ શિક્ષક જાવેદ વિરુદ્ધ પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મા વગરની પીડિત બાળકીને જાનથી મારી નાંખવાની ધમકી
ઉલ્લેખનીય છે કે 12 વર્ષની પીડિત વિદ્યાર્થીનીની માતાનું થોડા સમય અગાઉ અવસાન થઇ ગયું છે, અને પિતા મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, મળતી માહિતી મુજબ આ લંપટ શિક્ષક છેલ્લા ઘણા સમયથી આ વિદ્યાર્થિનીની સાથે શારીરિક અડપલાં કરતો હતો, પીડિતાના પિતાએ આપેલી ફરિયાદ મુજબ શાળાના રૂમ નંબર 11માં બાળકી સાથે અડપલાં કર્યા બાદ જાવેદે પીદુતાને ધમકી આપી હતી કે જો તે આ બાબતની કોઈને પણ જાણ કરશે તો તે તેના પિતાને મારી નાંખશે અને તેના પણ ટુકડા કરીને ફેંકી દેશે, જેના કારણે ડરનાં માર્યા આ વિદ્યાર્થિની ઘરે વાત કરી શકતી નહોતી પરંતુ બે દિવસ પહેલા આ વિદ્યાર્થિનીએ તેના પિતાને સમગ્ર હકીકતની જાણ કરી હતી. જે પછી તેનાં પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, ઘટનાને લઈને રાણપુર પંથકમાં હવસખોર મુસ્લિમ શિક્ષક જાવેદ પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઉપરાંત જાવેદની બીકનાં માર્યા શાળાનાં અન્ય શિક્ષકો પણ આ ઘટનામાં આંખ આડા કાન કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
જાવેદ અશરફને મદદ કરનાર કોણ?
આ ઘટના સામે આવ્યાં બાદ અમે સ્થાનિક સ્તરે માહિતી એકઠી કરવાની કોશિશ કરી હતી, આ દરમિયાન અમારા ખાનગી સુત્રો દ્વારા પણ અન્ય અહેવાલો મુજબ જ જાવેદને આ કૃત્યમાં અન્ય કોઈ શિક્ષકનો સહયોગ હોવાની ચર્ચાઓ થતી હોવાનું જાણવા મળ્યું હતું,પરંતુ હાલ તે બાબતે કોઈ નક્કર ખુલાસો નથી થયું, પરંતુ જો ખરેખર બાળકીની શારીરિક છેડછાડમાં જાવેદનો કોઈએ સાથ આપ્યો હોય તો આ ઘટના વધુ ગંભીર રૂપ ધારણ કરી લેશે.
તો બીજી તરફ પીડિત બાળકીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે તાત્કાલીક આરોપી શિક્ષક જાવેદ અશરફ ચુડેસરાને ઝડપી લીધો છે, દરમિયાન પગલે લોકોનાં સ્થાનિક લોકોના ટોળા રાણપુર પોલીસ સ્ટેશન ધસી ગયા હતા, પોલીસ આરોપીની વધુ પુછપરછ અને મેડીકલ ટેસ્ટ માટે આરોપીને બોટાદ લઈ ગયા હોવાના પણ અહેવાલો છે. જ્યારે રાણપુર કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનાં વાલીઓ મોટી સંખ્યામાં શાળા પર ધસી ગયા હતા અને મુસ્લિમ શિક્ષકને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.
હાલ આ મામલે અમારી ટીમ ઊંડી તપાસ કરી રહી છે, વધુ માહિતી મળતાની સાથે જ અમે આ લેખને અપડેટ કરીશું.