Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસની આશા એળે ગઈ: બનાવી હતી ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવાની યોજના, એવું...

    કોંગ્રેસની આશા એળે ગઈ: બનાવી હતી ધારાસભ્યોને રાજસ્થાન લઇ જવાની યોજના, એવું કંગાળ પ્રદર્શન કર્યું કે હવે ખર્ચ બચી જશે

    આમ તો એક્ઝિટ પોલ્સમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી બતાવવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસને છેક સુધી વિશ્વાસ હતો કે તેઓ 2017 કરતાં પણ સારું પ્રદર્શન કરશે.

    - Advertisement -

    આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ખાસ મહેનત તો કરી ન હતી, પરંતુ પાર્ટીને થોડા-ઘણા સારા પ્રદર્શનની આશા હતી. પાર્ટી કદાચ એ પણ જાણતી હતી કે તેઓ બહુમતીનો આંકડો પાર કરી શકે તેમ નથી, પરંતુ તેની નજીક-નજીક જવાની ગણતરી હતી. આ માટે કોંગ્રેસે જીત બાદ ધારાસભ્યોને રાજસ્થાન ખસેડવાનું પણ આયોજન કરી રાખ્યું હતું. જોકે, આખરે પરિણામ એવું આવ્યું કે કોંગ્રેસનો આ ખર્ચ અને ચિંતા- બંને ઓછાં થઇ જશે. 

    આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ઘોષિત કરવામાં આવે તે પહેલાં ગઈકાલે (બુધવારે) અમદાવાદ સ્થિત કોંગ્રેસના મુખ્યમથકે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ એક બેઠક કરીને મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, જો પરિણામ બાદ કોંગ્રેસ બહુમતીની નજીક જાય અને ભાજપ પણ આ આંકડો પાર ન કરી શકે તો ધારાસભ્યોને રાજસ્થાન ખસેડી લેવા. તેમજ સરકાર બનાવવા માટે અપક્ષ ધારાસભ્યોનો પણ સંપર્ક કરવો. 

    આમ તો એક્ઝિટ પોલ્સમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી બતાવવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસને છેક સુધી વિશ્વાસ હતો કે તેઓ 2017 કરતાં પણ સારું પ્રદર્શન કરશે. આ માટે કોંગ્રેસે આગલા દિવસે બેઠક કરીને વિવિધ નેતાઓને ઝોન પ્રમાણે જવાબદારીઓ સોંપી હતી અને જીતેલા ઉમેદવારોના સંપર્કમાં રહેવા માટે જણાવવામાં આવ્યું હતું, જેથી ગમે તે સમયે ધારાસભ્યોને રાજસ્થાન જવા માટે કહી શકાય. 

    - Advertisement -

    આ ઉપરાંત, પાર્ટીએ વિજેતા અપક્ષ ઉમેદવારોનો સંપર્ક સાધવા માટે પણ તમામ તૈયારીઓ કરી લીધી હતી. કારણ કે પાર્ટીને એમ હતું કે ભાજપ પણ બહુમતી પાર ન કરી શકે અને કોંગ્રેસ પણ નજીક પહોંચી જાય તો તેઓ અપક્ષ ઉમેદવારોના ટેકાથી સરકાર બનાવી શકશે. એટલું જ નહીં, જરૂર પડ્યે આમ આદમી પાર્ટી અને BTPનો સહયોગ લેવા માટે પણ વિચારણા કરવામાં આવી હતી. 

    જોકે, આખરે જ્યારે પરિણામો જાહેર થયાં ત્યારે કોંગ્રેસની યોજનાથી બધું જ વિપરીત થયું અને બહુમતીની નજીકનો આંકડો તો દૂર, પાર્ટી 20નો આંકડો પણ પાર કરી શકી નથી. હાલની સ્થિતિએ કોંગ્રેસ 11 બેઠક પર જીતી છે અને 6 બેઠકો પર આગળ ચાલી રહી છે. જેથી વધુમાં વધુ પાર્ટી 17 બેઠકો સુધી પહોંચી શકે તેમ છે. જ્યારે બહુમતી માટે 92 બેઠકો જોઈએ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં