Tuesday, April 30, 2024
More
    હોમપેજરાજકારણગુજરાત હવે બનશે દરેક પક્ષના સ્ટાર પ્રચારકોનો ગઢ: PM મોદી, અમિત શાહ,...

    ગુજરાત હવે બનશે દરેક પક્ષના સ્ટાર પ્રચારકોનો ગઢ: PM મોદી, અમિત શાહ, યોગી, સોનિયા-રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા ગજવશે સભાઓ

    ગુજરાત ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરવાના છે. આ ઉપરાંત વલસાડમાં જનસભાને સંબોધન કરશે. આ સાથે 20 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી ચાર જનસભાને સંબોધવાના છે. PM મોદી સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને સંબોધન કરવાના છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાની બેઠકો પર ફોર્મ અને પહેલી ડિસેમ્બરે આ બેઠકો માટે યોજાનાર છે મતદાન. તો આ પહેલા હવે દરેક પક્ષના સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં ધામા નાખવાની છે.

    આ સ્ટાર પ્રચારકોની હાજરીથી ચૂંટણી રસપ્રદ બનાવના એંધાણ છે. તેઓ જુદી જુદી સભાઓ અને રેલીઓ દ્વારા ગુજરાત ગજવશે અને ગુજરાતીઓને પોતપોતાના પક્ષ તરફી મતદાન કરવા આકર્ષશે.

    PM મોદી આવશે 2 દિવસીય ગુજરાત પ્રવાસે

    ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે PM નરેન્દ્ર મોદી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી 19 નવેમ્બરથી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ પહેલા તબક્કામાં આવતી સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર રેલીઓ અને જનસભાઓ સંબોધવાના છે.

    - Advertisement -

    ગુજરાત ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરવાના છે. આ ઉપરાંત વલસાડમાં જનસભાને સંબોધન કરશે. આ સાથે 20 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી ચાર જનસભાને સંબોધવાના છે. PM મોદી સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને સંબોધન કરવાના છે.

    આ ઉપરાંત ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોનું એક લિસ્ટ પણ બહાર પાડ્યું છે. જેમાં પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, ર ક્ષામંત્રી રાજનાથ સિંહ, તથા CM યોગી આદિત્યનાથ, હિમંતા બિસ્વા અને શિવરાજસિંહ ચૌહાણ સહીત 40 નામોનો સમાવેશ થાય છે.

    કોંગ્રેસે પણ બહાર પાડી સ્ટાર પ્રચારકોની યાદી

    ભાજપ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પણ પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેમ્પેન કમિટીના ચેર પર્સન બન્યાં છે.

    ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સભાઓ ગજવવા ગુજરાત આવનાર છે. આ યાદીમાં કુલ 40 સ્ટાર પ્રચારકોના નામો સામેલ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં