Saturday, November 23, 2024
More
    હોમપેજદેશહિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: તમામ 68 બેઠકો પર મતદાન શરૂ, પરિણામ 8...

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: તમામ 68 બેઠકો પર મતદાન શરૂ, પરિણામ 8 ડિસેમ્બરે આવશે; CM જયરામે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    ભાજપ અને કોંગ્રેસે તમામ 68 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે AAP 67 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત બસપા, રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટી, હિન્દુ સમાજ પાર્ટી, સ્વાભિમાન પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે.

    - Advertisement -

    આજે (શનિવાર, 12 નવેમ્બર 2022) વહેલી સવારથી જ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યની તમામ 68 વિધાનસભા બેઠકો પર આજે એક સાથે મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવનાર છે.

    વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને હિમાચલ પ્રદેશવાસીઓને પોતાના મતદાનના અધિકારનો અચૂક ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે આજે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.”

    ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે હિમાચલ પ્રદેશ રાજ્યમાં ચૂંટણી મેદાનમાં ઉતરી છે. જો ઈતિહાસની વાત કરીએ તો અહીં જે પાર્ટી છેલ્લા ચાર દાયકામાં સત્તામાં હતી તે પાર્ટી બહાર થઈ ગઈ છે અને વિપક્ષી પાર્ટીની સરકાર બની છે.

    - Advertisement -

    412 ઉમેદવારો મેદાનમાં છે

    હિમાચલના 55 લાખ મતદારો ચૂંટણી મેદાનમાં ઉતરેલા 412 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. આ ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા માત્ર 24 છે.

    પાર્ટીઓની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસે તમામ 68 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે AAP 67 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ ઉપરાંત બસપા, રાષ્ટ્રીય દેવભૂમિ પાર્ટી, હિન્દુ સમાજ પાર્ટી, સ્વાભિમાન પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે.

    તમામ પક્ષોએ કરી છે મોટી મોટી જાહેરાતો

    કોંગ્રેસે તેના ઢંઢેરામાં પાંચ લાખ યુવાનોને રોજગાર આપવા, ઓપીએસ ફરીથી લાગુ કરવા, સફરજન માટે એમએસપી જાહેર કરવા અને રસ્તાઓના નિર્માણને ઝડપી બનાવવાનું વચન આપ્યું છે.

    AAPએ છ લાખ યુવાનોને રોજગાર આપવાનું, ફળો પર OPS અને MSP રોલબેક કરવાનું વચન પણ આપ્યું છે.

    બીજી તરફ, ભાજપે આઠ લાખ યુવાનોને રોજગાર આપવાથી લઈને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા સુધીના વચનો આપ્યા છે.

    જયરામ ઠાકુરે કહ્યું ‘વિજય નિશ્ચિત’

    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યમાં મતદાન પહેલા વિજયની નિશાની બતાવી હતી. તેમની સાથે તેમના પત્ની પણ ખુશખુશાલ મુદ્રામાં નજરે પડ્યા હતા.

    પત્ની સાથે હિમાચલના મુખ્યમન્ત્રી જયરામ ઠાકુર (ફોટો: AajTak)

    જયરામ ઠાકુરે કહ્યું કે ‘હિમાચલના લોકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. લોકો પીએમ મોદીના હાથ મજબૂત કરશે.’

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં