Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય સુરક્ષા એજન્સી NIA રશિયા જઈ ISISના આતંકવાદીની પૂછપરછ કરશે: ભૂતપૂર્વ ભાજપ...

    ભારતીય સુરક્ષા એજન્સી NIA રશિયા જઈ ISISના આતંકવાદીની પૂછપરછ કરશે: ભૂતપૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માને બોમ્બથી ઉડાવી દેવાનું હતું કાવતરું

    રશિયન ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB) એ થોડા સમય અગાઉ એક આત્મઘાતી બોમ્બરની અટકાયત કરી હતી, જે ISIS આતંકવાદી જૂથનો સભ્ય હતો, 1992માં જન્મેલા અઝામોવને IS દ્વારા તુર્કીમાં ભરતી કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે આતંકવાદી બનવાની તાલીમ લીધી હતી.

    - Advertisement -

    રશિયાએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને ત્રણ મહિના માટે તુર્કીમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) દ્વારા પ્રશિક્ષિત ઉઝબેક આતંકવાદીની પૂછપરછ કરવા માટે મોસ્કો આવવાની મંજૂરી આપી દીધી છે. ભારતે રશિયાને NIA ને મોસ્કો આવવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી હવે મંજુરી મળી જતા NIA રશિયા જઈ ISISના આતંકવાદીની પૂછપરછ કરશે. રશિયાએ પયગંબર મુહમ્મદના કથિત અપમાનનો બદલો લેવા માટે ટોચના ભારતીય નેતા પર આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડવા બદલ ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના એક આતંકવાદીની ધરપકડ કરી છે.

    રશિયાએ ઓગસ્ટ 2022માં આ આત્મઘાતી બોમ્બરને પકડ્યો હતો. ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISIS એ તેને ‘આત્મઘાતી બોમ્બર’ તરીકે ભરતી કર્યો હતો . તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં આ ષડયંત્રને લઈને ઘણી વખત આતંકવાદીઓ સાથે અંગત બેઠકો પણ થઈ હતી. ઉપરાંત તે ટેલિગ્રામ એપ દ્વારા તેના માસ્ટર્સ સાથે જોડાયેલો હતો. તેણે ISISના અમીર નામના આતંકવાદી માસ્ટર પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું. આ પછી તેને રશિયા જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાં પેપરવર્ક પૂર્ણ કર્યા બાદ તે ભારત આવીને નુપુર શર્માની હત્યાને અંજામ આપશે તેવું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પરંતુ તે પોતાના કાવતરાને અંજામ આપે તે પહેલાજ ઝડપાઈ ગયો હતો, હવે ભારતીય સુરક્ષા એજન્સી NIA રશિયા જઈ ISISના આતંકવાદીની પૂછપરછ કરશે.

    નુપુર શર્માની હત્યા કરવા માંગતા ISIS આત્મઘાતી બોમ્બર અઝામોવની રશિયામાં ધરપકડ

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે રશિયન ફેડરલ સિક્યોરિટી સર્વિસ (FSB) એ થોડા સમય અગાઉ એક આત્મઘાતી બોમ્બરની અટકાયત કરી હતી, જે ISIS આતંકવાદી જૂથનો સભ્ય હતો, 1992માં જન્મેલા અઝામોવને IS દ્વારા તુર્કીમાં ભરતી કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે આતંકવાદી બનવાની તાલીમ લીધી હતી. ISIS આતંકવાદી આઝામોવ માનતો હતા કે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પ્રોફેટ મોહમ્મદનું અપમાન કર્યું છે અને તેથી તેની હત્યા કરી દેવી જોઈએ.

    27 જુલાઈના રોજ એક વિદેશી આતંકવાદ વિરોધી એજન્સીએ ભારતને રશિયામાં પકડાયેલા બોમ્બર વિશે માહિતી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનના બે આત્મઘાતી બોમ્બર ભારતમાં આતંકવાદી હુમલા માટે તૈયાર હતા જેમનો એક આતંકવાદી તુર્કીનો હતો, હાલ ભારતીય સુરક્ષા એજન્સી તે આત્મઘાતી બોમ્બરની પૂછપરછ કરવા માટે મોસ્કો જવાની તહીયારીઓ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં