Tuesday, April 30, 2024
More
    હોમપેજસંપાદકની પસંદસામે આવ્યું ગુજરાત આમ આદમી પાર્ટી અધ્યક્ષ અને તેમના વધતા હિંદુદ્વેષનું કનેક્શન:...

    સામે આવ્યું ગુજરાત આમ આદમી પાર્ટી અધ્યક્ષ અને તેમના વધતા હિંદુદ્વેષનું કનેક્શન: ગોપાલ ઇટાલિયાના ભારતવિરોધી તાકાતો સાથેના સંબંધો વિષે મોટો ખુલાસો

    ટ્વિટર યુઝર વિજય પટેલે ઈટાલિયા પર એક આખો થ્રેડ શેર કર્યો છે અને તેની કોની સાથે મીલીભગતમાં છે. આમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે ઇટાલિયાના તાર પહેલેથી જ ઉગ્ર ડાબેરીઓ સાથે જોડાયેલા છે જેઓ માત્ર ગુજરાતના રમખાણોના નામે રાજકારણ જ નથી કરતા પરંતુ 'ભારત તોડો' નામના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અવારનવાર પોતાના હિન્દૂ ધર્મ વિરોધી નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં જ તેમને ભારતના પ્રધાનમંત્રીને ‘નીચ’ કહ્યા હતા તથા હમણાં જ વાઇરલ થયેલ એક વિડીયોમાં તેમણે મંદિરોને શોષણના ઘર ગણાવ્યા હતા. હવે ઈટાલિયાના આવા વીડિયો જોયા પછી સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ઇટાલિયામાં આટલો હિંદુદ્વેષ કેવી રીતે આવી ગયો? તો આનો જવાબ આપવા માટે, એક ટ્વિટર યુઝર વિજય પટેલે ઇટાલિયા અને તેઓ કોની સાથે સંકળાયેલા છે તેના પર એક આખો થ્રેડ રજુ કર્યો છે.

    આ થ્રેડમાં તેમણે જણાવ્યું છે કે કેવી રીતે ઇટાલિયાના તાર પહેલેથી જ ઉગ્ર ડાબેરીઓ સાથે જોડાયેલા છે જેઓ માત્ર ગુજરાતના રમખાણોના નામે રાજકારણ જ નથી કરતા પરંતુ બ્રેક ઈન્ડિયા નામના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.

    ‘ભારત તોડો’ કાર્યક્રમના અભિન્ન અંગ છે ગોપાલ ઇટાલિયા

    વિજય પટેલના થ્રેડમાં પુરાવા સાથે જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018માં હિંદુ વિરોધી શબનમ અંસારી અને તેના વિદેશી ફંડથી ચાલતી એનજીઓએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમનું નામ હતું- ડિસમન્ટલિંગ ઈન્ડિયા. આ કાર્યક્રમમાં હાજરી આપનારાઓમાં અમદાવાદના ગોપાલ ઇટાલિયા અને ઓલ્ટ ન્યૂઝના નિર્ઝરી સિન્હા સાથે તમામ ડાબેરીઓ પણ સામેલ હતા.

    - Advertisement -

    આ કાર્યક્રમ પર તૈયાર કરાયેલા અહેવાલમાં હર્ષ મંડેર, ડાબેરી કવિતા કૃષ્ણન જેવા ઘણા લોકોના નામ યાદીમાં જોઈ શકાય છે. તે જ સમયે, આ કાર્યક્રમનું આયોજન કરનાર શબનમ હાશ્મી પોતે અનહદ નામની એક NGOની સંસ્થાપક છે, જેને ભૂતકાળમાં ઘણી ખ્રિસ્તી NGO પાસેથી પૈસા મળ્યા છે. તેમની એનજીઓએ મેધા પાટેકર અને તિસ્તા સેતલવાડ જેવા લોકો સાથે પણ કામ કર્યું છે.

    ગોપાલ ઇટાલિયા અને AAPનું કુખ્યાત ફોર્ડ ફાઉન્ડેશન સાથે જોડાણ

    તે જોઈ શકાય છે કે શબનમ હંમેશા મોદી સરકાર વિરોધી પ્રદર્શનમાં ભાગ લેતી હતી. પછી ભલે તે CAAનો વિરોધ હોય કે પછી દિલ્હીની સરહદો બ્લોક કરીને ખેડૂતોનું પ્રદર્શન હોય.

    આ બધામાં, જે વ્યક્તિએ ખૂબ ઉત્સાહથી શબનમને ટેકો આપ્યો તે છે ગોપાલ ઇટાલિયા, જે હાલમાં ગુજરાતમાં AAPના અધ્યક્ષ છે. 2018 માં, જ્યારે શબનમ ગુજરાત રમખાણો માટે આયોજિત કાર્યક્રમ વિશે એક ઇન્ટરવ્યુમાં તેની બધી યોજનાઓ જણાવી રહી હતી, ત્યારે ગોપાલ તેની બાજુમાં ઉભા હતા. આ ઉપરાંત, ગગન સેઠી નામની વ્યક્તિ પણ હતી જે ફોર્ડ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે અને પોતે વિદેશી ભંડોળવાળી જન વિકાસ એનજીઓના સ્થાપક છે.

    હવે આ સંયોગ ન હોઈ શકે કે ગોપાલ ઇટાલિયા પહેલા આ લોકો સાથે સંબંધ ધરાવે છે, પછી તે કેજરીવાલ સાથે જોડાય છે અને કેજરીવાલને ફોર્ડ ફાઉન્ડેશન તરફથી ફંડ મળવાનું શરૂ થાય છે, તેમને એવોર્ડ આપવામાં આવે છે. તે જ સમયે, ઇટાલિયામાં આટલો હિંદુદ્વેષ હોવા છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

    આ તમામ મુદ્દાઓ પર વિચાર કર્યા બાદ વિજય પટેલ માત્ર આ જ સવાલ પૂછે છે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો સરકાર કોણ ચલાવશે. શું તે આમ આદમી પાર્ટી દ્વારા ચલાવવામાં આવશે કે પછી તેમાં શબનમ હાશ્મીનો પણ હાથ હશે, જેઓ ‘ભારત તોડો’ જેવા શીર્ષકો સાથે કાર્યક્રમોનું આયોજન કરે છે, મેધા પાટેકર હશે, તિસ્તા સેતલવાડ હશે કે હર્ષ મંડેર અને અન્ય ડાબેરીઓ હશે જેમણે માત્ર ગુજરાતમાં વિકાસના પ્રોજેક્ટમાં અવરોધ ઉભો કર્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં