તાજેતરમાં નૉર્વેની ‘પત્રકાર’ હેલે લેંગ (Helle Lyng) ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તેણે દાવો કર્યો છે કે ભારત સરકારે તેના વિઝા રદ કરી દીધા છે. હેલે 14 નવેમ્બરના રોજ હૈદરાબાદમાં યોજાનારી કોંગ્રેસની ‘ભારત સમિટ’માં ભાગ લેવા માટે ભારત આવવાની હતી. તેને આ કાર્યક્રમમાં ‘ધ ફ્યુચર ઑફ મીડિયા’ વિષય પર પેનલિસ્ટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, ભારત આવવા માટેની તૈયારીઓ વચ્ચે જ તેને ભારતીય દૂતાવાસ તરફથી ફોન આવ્યો અને ભારત ન આવવા જણાવવામાં આવ્યું હોવાનો તેણે દાવો કર્યો છે.
11 નવેમ્બરના રોજ X પર એક વિડીયો પોસ્ટ કરીને હેલેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યા હતા. તેણે કહ્યું હતું કે તેની પાસે ભારતના વિઝા હતા અને વિદેશ મંત્રાલય તરફથી રાજકીય મંજૂરી પણ મળી ગઈ હતી. તેમ છતાં એરપોર્ટ જવા નીકળે તેના થોડા સમય પહેલાં તેને જાણ કરવામાં આવી કે ગૃહ મંત્રાલયના આદેશથી તેના વિઝા રદ કરવામાં આવ્યા છે. તેણે આ કાર્યવાહી પાછળ રાજકીય કારણો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
I got a visa to India and was supposed to leave this morning to attend the Bharat Summit in Hyderabad. I had been invited as a panelist and speaker on the future of media and press freedom. But «orders from above» in the Ministry of Home Affairs have cancelled my visa. Here is my message for @AmitShah
— Helle Lyng (@HelleLyngSvends) November 11, 2026
હેલેએ એવો પણ સવાલ કર્યો હતો કે શું મે મહિનામાં નૉર્વેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછવા અને ત્યારબાદ તેમની સરકારની ટીકા કરવા બદલ તેની સાથે આવું કરવામાં આવ્યું છે? તેણે અદાણી-અંબાણી અંગેની પોતાની ટીકા અને ભારત અંગે લખેલા લેખોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે, ભારત સરકારે આ મામલે કોઈ જ સત્તાવાર નિવેદન નથી આપ્યું. મહત્વનું એ પણ છે કે હેલે ભારતવિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવવા માટે પણ ઘણી કુખ્યાત છે. તેણે તાજેતરમાં જ ઘણી વખત ભારત અને ભારતીય સિસ્ટમ સામે નવા નેરેટિવ ઊભા કરવાના પ્રયાસો કર્યા હતા અને પ્રોપગેન્ડા પણ ફેલાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હેલે લિંગે ભારત સરકારને લઈને આ પહેલીવાર વિવાદ કર્યો હોય એવું નથી. મે 2026માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નૉર્વેના પ્રવાસે ગયા ત્યારથી જ તે ભારત, મોદી સરકાર, પ્રેસની સ્વતંત્રતા અને માનવાધિકાર જેવા મુદ્દાઓના નામે પ્રોપગેન્ડા ફેલાવી રહી છે. ખાસ વાત એ છે કે ભારત અંગે અગાઉ ઘણું ઓછું રિપોર્ટિંગ કરતી આ પત્રકાર અચાનક ભારતના રાજકીય મુદ્દાઓ પર આટલી સક્રિય બની ગઈ.
તાજેતરમાં પણ તેણે વિઝા રદ થવાને લઈને જે પોસ્ટ કરી છે તેના પર લેફ્ટ-લિબરલ અને ઇસ્લામી કટ્ટરપંથીઓ જવાબ આપી રહ્યા છે. ઑલ્ટ ન્યૂઝવાળો મુહમ્મદ ઝૂબૈર, TMCની મહુઆ મોઈત્રા, કંચના શ્રીવાસ્તવ, ‘ધ હિન્દુ’ની સુહાસિની હૈદર સહિતના લોકો તેના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યાં છે.
Thank you for the support and discussing the matter. .
— Helle Lyng (@HelleLyngSvends) November 12, 2026
આ ઉપરાંત એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાની (EGI) ટોળકીએ પણ તેના સમર્થનમાં નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખ્યું છે કે ભારતના બંધારણના આર્ટિકલ 19(1)(a) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા એક મૂળભૂત અધિકાર છે અને આ પ્રકારની કાર્યવાહીથી વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતની છબીને નુકસાન પહોંચે છે.
Thank you. 🙏
— Helle Lyng (@HelleLyngSvends) November 12, 2026
EGI એ માંગ કરી છે કે સરકાર વિઝા રદ કરવા પાછળનું ચોક્કસ કારણ જાહેર કરે. નોંધનીય છે કે આ બધા જ ભારત સરકારનો વિરોધ કરવા અને હિંદુવિરોધી પ્રોપગેન્ડા ફેલાવવા કુખ્યાત છે. હેલે પણ હવે આ જ ધંધા કરીને પોપ્યુલારિટી મેળવી રહી છે.
હેલેએ ગત મહિને જ અદાણી વિરુદ્ધ એક પોસ્ટ કરી હતી. ગત મહિને NDTVને નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. આ અંગેનો ન્યૂઝલૉન્ડ્રીનો અહેવાલ ટેગ કરીને કરવામાં આવેલી એક પોસ્ટ પર તેણે લખ્યું હતું કે જ્યારે તમારું ઉત્પાદન દંભી અને અપ્રમાણિક હોય, ત્યારે રિબ્રાન્ડ તમને બહુ દૂર સુધી લઈ જઈ શકતી નથી.
A rebrand can only take you so far when you’re product is hypocritical and insincere.
— Helle Lyng (@HelleLyngSvends) October 27, 2026
આજ પોસ્ટને ટેગ કરીને તેણે મોદી સરકારને ટાર્ગેટ કરતા લખ્યું હતું કે હવે કોણે વિચાર્યું હશે કે પત્રકારત્વના વેશમાં સરકારનો બચાવ કરવાની પ્રતિબદ્ધતા કામ નહીં કરે?
Now, who would of thought commitment to defend the government, disguised as journalism, doesn’t work?
— Helle Lyng (@HelleLyngSvends) October 27, 2026
આ ઉપરાંત તેણે CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગી પ્રોપગેન્ડાને પણ મોટાપાયે હવા આપી હતી.
Popcorn’s out. https://t.co/xHoXLq9SGL
— Helle Lyng (@HelleLyngSvends) October 31, 2026
આ સિવાય તેણે ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશનર વિરોધી CJPના આંદોલનો અને પ્રોપગેન્ડાને પણ પૂરું સમર્થન કર્યું હતું. તેણે અભિજીત દીપકે સાથે વાતચીત કરી હોવાના અહેવાલો અને વિડીયો પણ સામે આવ્યા હતા.
Shared with @AbhayVishen & the viewers of Jansatta what stood out to me after my conversation with Abhijeet Dipke.
— Helle Lyng (@HelleLyngSvends) October 19, 2026
આ જ આંદોલન દરમિયાન જ્યારે અભિજીત અને તેના ઝુંડને બીજી વાર અટકાયતમાં લેવામાં આવ્યાં ત્યારે હેલેએ પોસ્ટ કરતા લખ્યું હતું કે આ અઠવાડિયે જ્યારે મેં અભિજીતને પૂછ્યું કે શું તેને ડર છે કે તેની હાલત પણ ઉમર ખાલિદ જેવી થશે, ત્યારે તેણે કહ્યું કે તે આ માટે પહેલેથી જ માનસિક રીતે તૈયાર છે. તેણે સ્પષ્ટ કર્યું કે ભલે તેને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડે, પરંતુ તે પોતાના લોકો અને તેમના અધિકારો માટે લડતો રહેશે. હવે આ જ અઠવાડિયામાં તેની બીજી વખત અટકાયત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે તેના પર દબાણ સતત વધી રહ્યું છે.
When I asked Abhijeet this week if he was worried he would suffer the same fate as Umar Khalid, he told me that he was expecting it. He said he was going to fight for his people and the rights they have, even if that means jail for a very long time. Now he has been detained for a second time this week. The pressure on him is increasing.
— Helle Lyng (@HelleLyngSvends) October 16, 2026
આ ઉપરાંત હેલે ભારતના જાણીતા પત્રકારો સુધીર ચૌધરી અને અર્ણબ ગોસ્વામીને પણ પત્રકારત્વના નામે ટાર્ગેટ કરતી રહે છે.
Only a 100? 😂 I fear this might be an insult
— Helle Lyng (@HelleLyngSvends) October 23, 2026
મુદ્દામાં તે ભારતીય રાજકારણ અને ભારતવિરોધી મુદ્દાઓને હવા આપીને પોતાના રોટલા શેકી રહી છે.
Arnab, c’mon. You didn’t even want to listen to the answer?
— Helle Lyng (@HelleLyngSvends) October 16, 2026
કોણ છે હેલે લિંગ અને કેવી રીતે આવી ચર્ચામાં
હેલે લિંગ નૉર્વેના ઓસ્લો શહેરમાં પ્રકાશિત થતા અખબાર ‘ડેગ્સવિસેન’ (Dagsavisen) સાથે સંકળાયેલી ‘પત્રકાર’ છે. મે 2026 પહેલાં ભારતીય સોશિયલ મીડિયા પર તેનું નામ જાણીતું નહોતું. તે ભારતની રાજકીય વ્યવસ્થા કે આંતરિક રાજકારણ પર નિયમિત રીતે લખતી હોય એવું પણ નહોતું.
પણ 18 મે 2026ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નૉર્વે મુલાકાત દરમિયાન બનેલી એક ઘટના બાદ તે ચર્ચામાં આવી હતી. ઓસ્લોમાં વડા પ્રધાન મોદી અને નૉર્વેના વડા પ્રધાન જોનાસ ગહર સ્ટોરના સંયુક્ત નિવેદન બાદ જ્યારે બંને નેતાઓ વિદાય લઈ રહ્યા હતા, ત્યારે હેલેએ બૂમ પાડીને સવાલ કર્યો હતો કે તેઓ ‘વિશ્વની સૌથી સ્વતંત્ર પ્રેસના પત્રકારોના સવાલોના જવાબ કેમ આપતા નથી?’ વડા પ્રધાન મોદી આ સવાલનો જવાબ આપ્યા વિના આગળ વધી ગયા હતા.
ત્યારબાદ હેલે લેંગે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો અને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નૉર્વે પ્રથમ અને ભારત 157મા ક્રમે હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ભારતના વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધી અને મહુઆ મોઇત્રાએ આ વિડીયો શેર કરીને વડા પ્રધાન મોદી પર પ્રેસના સવાલોથી બચવાનો આરોપ લગાવ્યો હતો અને હેલેની તરફેણમાં પોસ્ટ કરી હતી.
બીજી તરફ, ભાજપના નેતાઓએ વિદેશી ‘પત્રકાર’ના વિડીયોને આધાર બનાવીને દેશના વડા પ્રધાનની ટીકા કરવા બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. અહેવાલ મુજબ, આ ઘટના પહેલાં હેલેના X એકાઉન્ટ પર માત્ર 800 જેટલા ફોલોઅર્સ હતા, પરંતુ આ વિડીયો વાયરલ થયા બાદ અને વિપક્ષી નેતાઓ દ્વારા શેર કરાયા બાદ તેના ફોલોઅર્સમાં ઝડપી વધારો થયો હતો.
નોંધનીય છે કે પ્રેસ કોન્ફરન્સના નિયમોને નેવે મૂકીને એક દેશના વડા પ્રધાનને આવા પ્રશ્નો પૂછવા એ કઈ પત્રકરિતા હતી એ હજી પણ એક પ્રશ્ન છે. લેંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નોર્વે મુલાકાત દરમિયાન જે ઘટનાને પ્રેસની સ્વતંત્રતાના મુદ્દા તરીકે રજૂ કરી હતી, તે વાસ્તવમાં પૂર્વ-આયોજિત વિવાદ ઊભો કરવાની રણનીતિ હતી. ભારત અને નૉર્વેના વડા પ્રધાનો વચ્ચે માત્ર સંયુક્ત નિવેદનનો કાર્યક્રમ હતો, જેમાં સવાલ-જવાબનું કોઈ જ આયોજન નહોતું અને બંને નેતાઓએ માત્ર પોતાના નિવેદનો આપીને વિદાય લેવાની હતી.
આ વાતનો ખુલાસો ખુદ હેલે લેંગે 19 મેના રોજ BBC હિન્દીને આપેલા ઇન્ટરવ્યુમાં કર્યો હતો કે તેને અગાઉથી જ ખબર હતી કે આ કાર્યક્રમમાં પત્રકારોના સવાલોના જવાબ આપવામાં નહીં આવે. છતાં, પ્રોટોકોલ અને નિયમો વિરુદ્ધ જઈને કાર્યક્રમના અંતે વડા પ્રધાન મોદીને બૂમ પાડીને સવાલ પૂછવો અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવો એ પત્રકારત્વ નહીં પરંતુ એક્ટિવિઝમ અને સસ્તી પબ્લિસિટી મેળવવાનો પેંતરો હતો.
આનો સ્પષ્ટ અર્થ એ જ છે કે જવાબ નથી મળવાનો એ ખબર હોવા છતાં આ નાટક એટલે કરવામાં આવ્યું કારણ કે પછીથી ઘટનાને ભારતની લોકશાહી અને પ્રેસ ફ્રીડમ સાથે જોડીને દુનિયાભરમાં ભારતવિરોધી નેરેટિવ ફેલાવી શકાય. આ ઇન્ટરવ્યુમાં હેલેએ પત્રકારમાંથી એક્ટિવિસ્ટ બનવા અંગે પણ વાત કરી હતી. તેણે જે રીતે પીએમ મોદીને પ્રશ્ન પૂછ્યો એ જોતાં એટલું સ્પષ્ટ લાગે છે કે તેનો હેતુ માત્ર અને માત્ર ભારતને બદનામ કરવાનો અને સોશિયલ મીડિયા પર પોતાનું મહત્વ વધારવાનો હતો.
જેનો ફાયદો એને મળ્યો પણ ખરા. પીએમ મોદીના નામે હોબાળો કર્યા બાદ તેના ફોલોવર્સ 800માંથી સીધા 14,000 થઈ ગયા હતા. કારણ કે ભારતમાં વિપક્ષી દળો એ તાકમાં જ બેઠા હોય છે કે ક્યારે ભારત કે મોદી સરકાર વિરુદ્ધ કોઈ મુદ્દો હાથમાં આવે અને એના નામે તેઓ તેમની રાજનીતિ કરી શકે. ઉલ્લેખનીય છે કે હેલેએ આ ઘટના બાદ રાહુલ ગાંધીનું ઇંટરવ્યુ લેવા માટે સંપર્ક પણ કર્યો હતો. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ કોઈ પત્રકરિતા નહીં પણ રાજકીય પ્રોપગેન્ડા હતો, જેનાથી હેલે પબ્લિસિટી મેળવવા ઇચ્છતી હતી.
તેના અગાઉના લેખોમાં ભારતનો ઉલ્લેખ ખૂબ ઓછો જોવા મળતો હતો. ભારત સંબંધિત કેટલાક સામાન્ય સમાચારો ઉપરાંત ભારતની લોકશાહી, રાજકીય વ્યવસ્થા કે આંતરિક રાજકારણ અંગે તેનું કોઈ વિશેષ રિપોર્ટિંગ નહોતું. આ જ કારણે વડા પ્રધાન મોદીના નૉર્વે પ્રવાસ દરમિયાન અચાનક ભારતની લોકશાહી અને પ્રેસની સ્વતંત્રતા અંગે આવો અભિગમ અપનાવવો ચર્ચાનો વિષય બન્યો હતો.
કોઈપણ પત્રકારને ભારત સરકારની નીતિઓ, વડા પ્રધાન કે દેશની રાજકીય વ્યવસ્થા અંગે સવાલ પૂછવાનો અધિકાર છે. લોકશાહીમાં સત્તાને સવાલ પૂછવા એ પત્રકારત્વનો જ એક ભાગ છે. પરંતુ જ્યારે કોઈ પત્રકાર કોઈ દેશના રાજકારણમાં અચાનક સક્રિય બને, ચોક્કસ રાજકીય મુદ્દાઓ પર સતત પોસ્ટ કરે અને દરેક ઘટનાને એક જ રાજકીય દૃષ્ટિકોણથી રજૂ કરે ત્યારે તેની રિપોર્ટિંગની પદ્ધતિ પર પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે.
પ્રશ્નો ઊભા થવાનો બીજો એક મુદ્દો એ પણ છે કે હેલેએ માત્ર પીએમ મોદી સાથે જ વિવાદ નહોતો કર્યો. તેણે ભારતીય અધિકારી સિબી જ્યોર્જ સાથેની પ્રેસ બ્રીફિંગ દરમિયાન પણ આ જ ધંધો કર્યો હતો. નૉર્વે અને ભારત વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવતા તેણે ભારતના માનવાધિકાર રેકોર્ડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પૂર્વગ્રહયુક્ત સવાલો કર્યા હતા.
ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકનારી આ ‘પત્રકાર’નું ચીન અને શી જિનપિંગ પ્રત્યેનું વલણ તુલનાત્મક રીતે ઘણું નરમ રહ્યું છે. એક તરફ તે અમેરિકા અને ભારત જેવા લોકશાહી દેશોની સરકારો પર આડેધડ આક્ષેપો કરે છે તો બીજીતરફ ચીનની નીતિઓ પર મૌન સેવી લે છે. આ સ્પષ્ટ કરે છે કે તેનું પત્રકારત્વ તથ્યો આધારિત નથી, પરંતુ એક ચોક્કસ ભૌગોલિક-રાજકીય પ્રોપગેન્ડા ચલાવવા માટે છે.
લેંગેના સમર્થકો પણ એના જેવા જ છે. ઇસ્લામી કટ્ટરપંથી અય્યુબ અને ‘ધ હિન્દુ’ની સુહાસિની હૈદર જેવા લેફ્ટ-લિબરલો તેના આ નાટકમાં સતત સાથ આપી રહ્યા છે. એક જ એજન્ડા પર કામ કરતી આ લોબીની મિલીભગત સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જેનો મુખ્ય હેતુ ભારતની આંતરિક બાબતોમાં અસ્થિરતા ઊભી કરવાનો છે.
મે 2026 પહેલાં ભારતમાં સાવ અજાણેલી રહેલી આ ‘પત્રકાર’ને એક વાયરલ વિડીયો અને રાહુલ ગાંધી જેવા વિપક્ષી નેતાઓના સમર્થનથી અચાનક પ્રસિદ્ધિ મળી ગઈ, જેનો તે ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે. હવે વિઝા રદ થવાના દાવાને પણ તે પોતાની એ જ જૂની ઘટના સાથે જોડીને નેરેટિવ સેટ કરી રહી છે. ફરી એકવાર સસ્તી પબ્લિસિટી મેળવવા તે ભારતને બદનામ કરી રહી છે અને અગાઉની જેમ જ લેફ્ટ-લિબરલ ઇકોસિસ્ટમ તેને પૂરું સમર્થન આપી રહી છે.


