
કર્ણાટકની કોંગ્રેસ સરકારે લઘુમતી તુષ્ટિકરણની તમામ હદો વટાવી દીધી છે. રાજ્યમાં હિંદુઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ વલણ દાખવતા કોંગ્રેસ સરકારે માત્ર લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ માટે જ સૈન્ય તાલીમ (Army Training) આપવા માટેનું એક વિવાદાસ્પદ ટેન્ડર બહાર પાડ્યું છે. દેશની સુરક્ષા અને દેશભક્તિ જેવા સંવેદનશીલ વિષયમાં પણ મજહબના નામે રાજકારણ રમીને કોંગ્રેસ મુસ્લિમ વૉટબેંકને ખુશ કરી રહી છે.
સરકારી જાહેરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે માત્ર ને માત્ર લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને આર્મીની તાલીમ આપવા માટે લાયક સંસ્થાઓ પાસેથી શોર્ટ-ટર્મ ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. સરકારી સૂચના અનુસાર, લઘુમતી વિદ્યાર્થીઓ માટે 60 દિવસના ખાસ આર્મી ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રસ ધરાવતી સંસ્થાઓ ઈ-પ્રોક્યોરમેન્ટ પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે. આ ટેન્ડર માટે પ્રી-બિડ મીટિંગ 6 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવી હતી, જ્યારે ટેન્ડર સબમિટ કરવાની છેલ્લી તારીખ 20 નવેમ્બર રાખવામાં આવી છે.
ભાજપનો વિરોધ
કોંગ્રેસ સરકારના આ નિર્ણયથી રાજ્યભરમાં ભારે વિરોધ અને આક્રોશનો માહોલ સર્જાયો છે. ભાજપના નેતા ડૉ. રવિ સી.ટી.એ આ મુદ્દાને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતા કેન્દ્ર સરકારને તાત્કાલિક આ બાબતની નોંધ લેવા વિનંતી કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને કરદાતાઓના જાહેર ભંડોળને વૉટબેન્કનું સાધન બનાવી શકાય નહીં.
આ વિવાદાસ્પદ જાહેરાત સામે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે, સૈન્ય તાલીમ જેવી પ્રવૃત્તિમાંથી હિંદુ સમુદાયના વિદ્યાર્થીઓને કેમ બાકાત રાખવામાં આવ્યા છે? કોંગ્રેસ સરકારે બિન-લઘુમતી સમુદાયના ગરીબ અને યોગ્યતા ધરાવતા યુવાનોને આ તકથી વંચિત રાખ્યા છે.
આ પહેલાં પણ થઈ ચૂક્યો છે હિંદુઓ સાથે ભેદભાવ
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર દ્વારા હિંદુઓની ઉપેક્ષા કરીને લઘુમતીઓ માટે જાહેર ભંડોળ ઉડાવવામાં આવ્યું હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલાં એપ્રિલ મહિનામાં પણ કોંગ્રેસ સરકારે નાણાકીય વર્ષ 2026-27 અને 2027-28 માટે માત્ર લઘુમતી સમુદાયની વસાહતોના વિકાસ માટે 600 કરોડના એક્શન પ્લાનને મંજૂરી આપી હતી. હિંદુ વિસ્તારના વિકાસને બાજુ પર મૂકીને માત્ર લઘુમતી વસાહતોને કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
આ ઘટનાઓ દર્શાવે છે કે કર્ણાટકમાં કોંગ્રેસ શાસન હેઠળ કાયદો અને યોજનાઓ સરખા ભાગે લાગુ થવાને બદલે મજહબના આધારે વહેંચાઈ રહ્યા છે. હિંદુ ટેક્સપેયર્સના પૈસાથી માત્ર લઘુમતીઓની તુષ્ટિકરણની યોજનાઓ ચલાવવાની કોંગ્રેસની આ નીતિએ સાબિત કરી દીધું છે કે તેના માટે રાષ્ટ્રહિત અને સામાજિક સમાનતા કરતાં પોતાની વૉટબેન્ક સાચવવી વધુ મહત્વપૂર્ણ છે.

