
કોકરોચોના આંદોલન વખતે ઘણી ચર્ચામાં રહેલી વામપંથી વિદ્યાર્થી સંગઠન AISAની (ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોશિએશન) અધ્યક્ષ નેહા બોરાએ હવે બાંગ્લાદેશ પરથી પ્રેરણા મેળવવાવાળા નિવેદન પર ફેરવી તોળ્યું છે. બહુ વિરોધ અને ટીકા થયા બાદ નેહાએ કહ્યું કે તેનો ઇરાદો બાંગ્લાદેશની જેમ ભારતમાં હિંસક આંદોલન કરવા માટે કહેવાનો ન હતો અને પોતે બાંગ્લાદેશનાં યુવા અને વિદ્યાર્થી સંગઠનોની પ્રશંસા કરી રહી હતી. સાથે એવું બહાનું પણ ધરી દીધું કે તેનો વિડીયો કાપકૂપ કરીને ચલાવવામાં આવ્યો હતો.
Juice activist Neha Bora, after getting scolded by her masters for spilling the beans about their actual agenda of REGIME CHANGE, is now claiming that the video of her “getting inspiration from Bangladesh’s regime change” is DOCTORED. Reel revolutionary for you..🤡 https://t.co/eoB1BmmZCI
— Political Kida (@PoliticalKida) October 23, 2026
‘પત્રકાર’ નિધિ રાઝદાન સાથેની એક વાતચીતમાં નેહા બોરા કહે છે કે, “મારો જે વિડીયો કાપકૂપ કરીને ચલાવવામાં આવ્યો તે સોશિયાલિસ્ટ સ્ટુડન્ટ્સ ફ્રન્ટના વાર્ષિક સંમેલનને સંબોધિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો. આ વિડીયો તેમની નેશનલ કૉન્ફરન્સમાં ચલાવવામાં આવવાનો હતો અને હું તેમના એક્ટિવિસ્ટોની પ્રશંસા કરી રહી હતી. હું કહી રહી હતી કે મેં તેમના દેશમાં તેમણે ચલાવેલી ચળવળ પરથી પ્રેરણા લીધી છે કે કઈ રીતે તેમણે તેમના દેશમાં તાનાશાહી અને કટ્ટરવાદ સામે લડાઈ લડી હતી.”
આ સોશિયાલિસ્ટ સ્ટુડન્ટ્સ ફ્રન્ટ એ બાંગ્લાદેશનું માર્ક્સવાદી વિદ્યાર્થી સંગઠન છે.
આગળ નેહા બોરા જમણેરીઓ ઉપર અને મીડિયા પર દોષ નાખીને કહે છે, “ભાજપે હવે સમાજને એવો બનાવી દીધો છે કે આપણે બાંગ્લાદેશ સાંભળીએ એટલે આપણે અચાનક આક્રોશિત થઈ જઈએ છીએ. આપણને પણ ખબર હોતી નથી કે આપણે આટલા આક્રોશિત કેમ થઈ જઈએ છીએ, આટલો દ્વેષ કેમ ઉત્પન્ન થાય છે પણ બાંગ્લાદેશ નામ આવે એટલે તેની ટીકા કરવી જ પડે છે. આપણને ગોદી મીડિયા અને આખી રાઈટ વિંગ ઈકોસિસ્ટમે આ જ શીખવ્યું છે.”
ત્યારબાદ રાઝદાન નેહાને પૂછે છે કે શું તેણે મોદી સરકારને બાંગ્લાદેશની જેમ હિંસક ચળવળની મદદથી ઉથલાવી દેવાની વાત ન હતી કરી અને તે માત્ર વિદ્યાર્થી સંગઠનોની પ્રશંસા કરી રહી હતી. ત્યારબાદ નેહા બોરા કહે છે કે જમણેરીઓએ સમજવું જોઈએ કે જે વ્યક્તિ 23 દિવસ સુધી ભૂખ હડતાળ પર બેઠી હોય એ આવી વાતો ન કરી શકે.
હકીકત જ્યારે એ છે કે નેહા બોરાએ થોડા દિવસ પહેલાં સ્પષ્ટ રીતે બાંગ્લાદેશના એક્ટિવિસ્ટને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે જે જેન-ઝી મૂવમેન્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ તેની શરૂઆત બાંગ્લાદેશથી જ થઈ હતી અને તેના માટે તે બાંગ્લાદેશના એક્ટિવિસ્ટને અભિનંદન આપે છે.
નેહાએ કહ્યું હતું, “અમને માર્ગ બતાવવા બદલ આભાર. અમે જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં જે ચળવળ શરૂ થઈ હતી તે લોકતાંત્રિક અધિકારો અને મતાધિકાર માટે હતી. આજે (ભારતમાં) યુવાનો જે ચળવળમાં ભાગ લઈ રહ્યા છે એ પણ લોકશાહી અને મતાધિકારો માટેની જ છે. તમે બાંગ્લાદેશમાં જે લડાઈ લડી રહ્યા છો એ જ લડાઈ અહીં પણ જેન ઝી અને યુવાનો લડી રહ્યા છે.”
નેહા બોરાના આ નિવેદન પછીના થોડા દિવસમાં આ જ ટોળકીના પ્રશાંત ભૂષણે જાહેરમાં રિજિમ ચેન્જ કરવાની વાત કહી હતી. આ પ્રેસ કૉન્ફરન્સમાં નેહા બોરા અને અભિજીત દીપકે વગેરે પણ હાજર હતા. પ્રશાંત ભૂષણના નિવેદન પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ટોળકીનો મૂળ ઇરાદો શું છે. ઉપરાંત તે પહેલાં બોરાએ બાંગ્લાદેશ પરથી પ્રેરણા મેળવવાની વાત કહી દીધી હતી. તેની ટીકાઓ વચ્ચે હવે નેહાએ યુ-ટર્ન લઈ લીધો છે.

