મુંબઈની હોટેલમાં વડોદરાની હિંદુ યુવતીને નશો કરાવી સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ: સફાન ઝફર શેખ સહિત 5 સામે ગુનો, 2 ઝડપાયા

મુંબઈની એક હોટલમાં વડોદરાની 20 વર્ષીય હિંદુ યુવતીને બળજબરીથી નશો કરાવી તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં વડોદરા અને સુરતના પાંચ યુવકો સફાન ઝફર શેખ, ફરીદ વાહીદ કોઠીયાવાલા, ફૈઝાન, વસીમ અને સલમાન સામેલ હોવાનું સામે આવ્યું છે. વાપીની ડુંગરા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ હાલ ફરાર છે.

વિગતો અનુસાર, પીડિત યુવતીને આરોપીઓ મુંબઈની એક હોટલમાં લઈ ગયા હતા. ત્યાં તેને દારૂ અને ડ્રગ્સ આપવામાં આવ્યા હતા. નશાની હાલતમાં યુવતી લાચાર બનતા આ યુવકોએ તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના વિશે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવ બાદ મુંબઈથી પરત ફરતી વખતે વાપી નજીક યુવતીની તબિયત ગંભીર રીતે લથડી પડી હતી. તેની સ્થિતિ જોઈને તેને તાત્કાલિક વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીના લક્ષણો જોઈને હોસ્પિટલના તબીબી સ્ટાફને શંકા ગઈ હતી. તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી.

2ની ધરપકડ 3 ફરાર

ઘટનાની જાણ મળતાં જ વાપીની ડુંગરા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે યુવતીનું નિવેદન નોંધીને પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને વડોદરાના સફાન ઝફર શેખ અને સુરતના ફરીદ વાહીદ કોઠીયાવાલાની ધરપકડ કરી લીધી છે.

ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ ફૈઝાન, વસીમ અને સલમાન હાલ ફરાર છે. ડુંગરા પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમ બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા બે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

પીડિત યુવતીનું હાલ મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના રિપોર્ટ અને કાયદેસરના પુરાવા મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. યુવતીને મુંબઈ કેવી રીતે લઈ જવામાં આવી અને હોટલમાં શું બન્યું તે તમામ પાસાં પર પોલીસ તપાસ કરી રહી છે.

આ ઘટનામાં હોસ્પિટલ સ્ટાફની જાગરૂકતા અને પોલીસની ઝડપી કાર્યવાહી પ્રશંસનીય રહી છે. તેમના સમયસરના સંકલનને કારણે જ આ ગંભીર મામલો પ્રકાશમાં આવી શક્યો છે. પોલીસ તપાસ બાદ આ ઘટના પાછળનું સંપૂર્ણ સત્ય બહાર આવશે.

અગાઉ પણ જેહાદ અને આ પ્રકારની ઘટનાઓમાં હિંદુ યુવતીઓને નિશાન બનાવીને ફસાવવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. હાલ ડુંગરા પોલીસ ધરપકડ કરાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે, જેથી ફરાર ફૈઝાન, વસીમ અને સલમાન સુધી પહોંચી શકાય.