
મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં સામેલ થવા માટે ભારતના પાંચ દિવસના પ્રવાસે આવ્યા હતા. સમિટ પૂર્ણ થયા બાદ ઇબ્રાહિમ કેરળ પહોંચ્યા અને કોઝિકોડ નજીક સ્થિત મરકઝમાં ગ્રાન્ડ મુફ્તી તરીકે ઓળખાતા કાંથપુરમ AP અબૂબકર મુસલિયારને મળ્યા હતા. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.
દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓ સાથેની મુલાકાત બાદ અનવર ઇબ્રાહિમ સીધા કેરળ પહોંચ્યા હતા. 13 સપ્ટેમ્બરે તેઓ કોઝિકોડના કરણથુર સ્થિત માર્કઝ કેમ્પસ ગયા, જ્યાં તેમણે ભારતના ગ્રાન્ડ મુફ્તી તરીકે ઓળખાતા કટ્ટરપંથી મૌલાના કાંથપુરમ AP અબૂબકર મુસ્લિયાર સાથે ખાસ બેઠક કરી હતી. મરકઝ ખાતે અનવર ઇબ્રાહિમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનું વિશિષ્ટ સન્માન પણ કરાયું હતું.
Selamat tiba di Kerala dan langsung ke Markazu Saquafathi Sunniya di Karanthur, dalam rangka Ziarah Mahabbah kepada Syekh Abu Bakar Ahmad, Mufti Besar India.
— Anwar Ibrahim (@anwaribrahim) September 13, 2026
Alhamdulillah, dalam kesempatan kunjungan kali ini, kami sempat bertukar pandangan terkait cabaran kecerdasan buatan… pic.twitter.com/AggSX5XSgt
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અબૂબકર મુસલિયાર પોતાના મહિલાવિરોધી વિચારોને કારણે ભારે વિવાદમાં છે. ગ્રાન્ડ મુફ્તીએ તાજેતરમાં જ કેરળમાં આયોજિત એક ઇસ્લામિક કૉન્ફરન્સમાં મહિલાઓને પ્રવેશ ન આપવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે, ‘મહિલાઓએ ઘરમાં જ રહેવું જોઈએ. તેમણે જાહેરમાં ન આવવું જોઈએ. કુરાન પણ આમ જ કહે છે.’ સાથે એમ પણ કહ્યું હતું કે મહિલાઓ બહાર રહે તેનાથી સમાજમાં વિનાશ સર્જાઈ શકે છે અને ઇસ્લામમાં એટલે જ પડદા પ્રથા છે. સાથે તેમણે મહિલાઓની સરખામણી ઘરેણાં સાથે કરી અને કહ્યું કે ઘરેણાં કાયમ કબાટમાં મુકાય છે, બહાર રહે તો કિંમત ઘટી જાય છે.
મુફ્તીની આ ટિપ્પણીઓનો પછી વિરોધ પણ બહુ થયો, જોકે ‘સ્મેશ ધ પેટ્રિયાર્કી’ વગેરે જેવાં કેમ્પેઈન ચલાવતા રાહુલ ગાંધી અને તેમની ટોળકીના અન્ય સભ્યો ચૂપ રહ્યા હતા.
આ મુદ્દે પ્રશ્નો સર્જાયા બાદ અનવર ઈબ્રાહિમે એમ કહીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ ગ્રાન્ડ મુફ્તીના તમામ વિચારો સાથે સહમત હોય એ જરૂરી નથી અને મલેશિયામાં મહિલાઓને સમાન અધિકારો મળે છે. જોકે એક હકીકત એ પણ છે કે મલેશિયાના પીએમ અને ગ્રાન્ડ મુફ્તી વચ્ચેના સંબંધો જૂના છે અને મરકઝ અને મલેશિયાનાં અમુક ઈસ્લામિક જૂથો વચ્ચે પણ સંબંધો છે.
રાહુલ ગાંધી સાથે પણ ઈબ્રાહિમે કરી હતી મુલાકાત
BRICS સમિટના સત્તાવાર કાર્યક્રમોની વચ્ચે 13 સપ્ટેમ્બરે અનવર ઇબ્રાહિમે નવી દિલ્હીમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે ‘બ્રેકફાસ્ટ મીટિંગ’ કરી હતી. મલેશિયાના વડાપ્રધાને સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને પોતાના ‘સારા મિત્ર’ ગણાવીને મુલાકાતની તસવીરો શેર કરી હતી.
Berkesempatan sekali lagi bertemu sahabat baik saya yang juga Ketua Pembangkang Parlimen India, Rahul Gandhi, pagi tadi sambil bersarapan.
— Anwar Ibrahim (@anwaribrahim) September 13, 2026
Pertemuan singkat ini memberi ruang untuk kami bertukar pandangan mengenai perkembangan mutakhir antarabangsa dan serantau.#MalaysiaMADANI… pic.twitter.com/nO2LZOM5A3
આ મુલાકાત બાદ ચર્ચા એ પણ શરૂ થઈ હતી કે કોંગ્રેસ કાયમ એ આરોપ લગાવતી રહે છે કે ભારતની મુલાકાતે આવનારા અન્ય રાષ્ટ્રાધ્યક્ષોને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરતા રોકવામાં આવે છે. જો તેમાં તથ્ય હોય તો આ મુલાકાત શું હતી? એક હકીકત એ પણ છે કે બ્રિક્સમાં સામેલ થવા આવેલા અન્ય કોઈ રાષ્ટ્રાધ્યક્ષે રાહુલ ગાંધીને મળવામાં રસ દાખવ્યો ન હતો.

