
2027ની વસ્તી ગણતરીના બીજા અને અંતિમ ભાગ માટે પૂછવામાં આવનાર પ્રશ્નો કેન્દ્રીય ગૃહ મંત્રાલય અધિસૂચિત કર્યા છે.
સત્તાવાર જાણકારી અનુસાર કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં જાતિગત જનગણના પણ સામેલ છે. દસમો પ્રશ્ન જ્ઞાતિ સંબંધિત હશે.
14 ઑગસ્ટના રોજ આ પ્રશ્નો બહાર પાડવામાં આવ્યા હતા.
નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે વસ્તી ગણતરી 2027 હેઠળ નીમાયેલા કર્મચારીઓ નિર્ધારિત ક્ષેત્રમાં ઘરે-ઘરે જઈને આ સવાલોના માધ્યમથી પરિવારો પાસેથી જાણકારી મેળવશે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત મોટેભાગનાં રાજ્યોમાં ઘરગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. બીજા તબક્કામાં હવે વસ્તી ગણતરી થશે, જે ફેબ્રુઆરીમાં યોજાનાર છે. ઉત્તરનાં અમુક પહાડી રાજ્યમાં વહેલી થશે.
સવાલોની યાદીમાં દસમો પ્રશ્ન એ છે કે વ્યક્તિ એસસી, એસટી બેમાંથી કઈ કેટેગરીમાં આવે છે. સાથે અન્ય જ્ઞાતિનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. અહીં જે-તે વ્યક્તિની જ્ઞાતિ લખવાની રહેશે.
આ સિવાય વ્યક્તિની જાણકારી મેળવવા માટેના સામાન્ય પ્રશ્નો હશે જ. ઉપરાંત કોવિડ-19 વેક્સિન ક્યાં લગાવી હતી એ પણ જાણકારી મેળવવા માટેનો એક પ્રશ્ન ઉમેરવામાં આવ્યો છે.
ઉપરાંત આધાર કાર્ડ, મોબાઇલ નંબર, વોટર આઈડી, બેન્ક ખાતાંની સંખ્યા વગેરે સંબંધિત પ્રશ્નો પણ હશે.
કુલ 40 પ્રશ્નોની યાદી અહીં જોઈ શકાશે.
2027ની વસ્તી ગણતરી માટે ગૃહ મંત્રાલયે અધિસૂચિત કર્યા પ્રશ્નો.
— ઑપઇન્ડિયા (@OpIndia_G) August 14, 2026
કુલ 40 પ્રશ્નો હશે. જાતિગત જનગણનાનો પણ સમાવેશ. #Census2027 pic.twitter.com/U8xNNbsB87

