
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાનો ગઢ યથાવત રાખ્યો છે. ભાજપના ઉમેદવાર સતીશ ગોવિંદભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 30,630 મતોના જંગી અંતરથી હરાવી વિજય મેળવ્યો છે.
માંજલપુર બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અને આઠ વખતના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપે આ વખતે સતીશ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા હતા.
30 જુલાઈએ મતદાન યોજાયું હતું અને સોમવારે (3 ઑગસ્ટ) મતગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર સતીશ પટેલે મજબૂત લીડ જાળવી રાખી હતી. અંતે તેમણે 30 હજારથી વધુ મતોથી જીત નોંધાવી ભાજપના કબજાવાળી આ બેઠક જાળવી રાખી.

