
આસામ પોલીસની ટીમ કોંગ્રેસ નેતા પવન ખેડાના દિલ્હી આવાસ પર પહોંચી ગઈ છે. સીએમ હિમંતાનાં પત્ની દ્વારા નોંધાવવામાં આવેલી FIR બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે દિલ્હી પોલીસ પણ આસામથી આવેલા અધિકારીઓને મદદ કરી રહી છે. નોંધવા જેવું છે કે થોડા સમય પહેલાં જ ખોટા આરોપ લગાવવાને લઈને સીએમ સરમાએ ખેડાને ચેતવણી આપતા કહ્યું હતું કે, “ખેડા કા બનાઉંગા પેડા’.
આ કાર્યવાહી દિલ્હી પોલીસને સૂચિત કર્યા બાદ શરૂ કરવામાં આવી છે. જે બાદ દિલ્હી પોલીસના અધિકારીઓ પણ આસામ પોલીસની મદદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આસામ સીએમનાં પત્ની પર ખેડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ખોટા આરોપ લગાવ્યા હતા. તેમણે ખોટા ડોક્યુમેન્ટના આધારે દાવો કર્યો હતો કે સીએમ સરમાનાં પત્ની પાસે ત્રણ દેશોના પાસપોર્ટ છે.
खेड़ा का बनेगा 'पेड़ा'!#CongFakeAICampaign pic.twitter.com/xDK6l6H9DS
— Himanta Biswa Sarma (@himantabiswa) April 6, 2026
બાદમાં આ દાવો ખોટો અને બનાવટી ડોક્યુમેન્ટના આધારે થયો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સીએમ સરમાએ સોશિયલ મીડિયા પોસ્ટ અને જાહેરમાં પણ ખેડાને ચેતવણી આપી હતી અને કાયદાકીય કાર્યવાહીનું કહ્યું હતું. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, “ખેડા કા બનાઉંગા પેડા.” હાલ દિલ્હી પોલીસની સાથે આસામ પોલીસ તપાસ કરી રહી છે.

