(લેફ્ટ, રાઈટ અને સેન્ટર, 5 એપ્રિલ)
‘ધુરંધર 1&2’ રિલીઝ થયા પછી ભારતમાં રહેતા પાકિસ્તાની એજન્ટો ખુલ્લા પડી ગયા છે. પોતે હિન્દુ છે એવું કહેતા આ એજન્ટો અસલમાં કોણ છે એનો પુરાવો કોઈ લુલ્લી એમના પાયજામામાં હાથ નાખીને તપાસ કરે તો તરત મળી જાય.
કોણ છે આ પાકિસ્તાની એજન્ટો, કોણ છે આ જેહાદીઓ?
આમાં કેટલાક ગુજરાતી ફેસબુકિયા બાબા-બેબીઓ છે, કેટલાક પોતાને ઇન્ફ્લુએન્સર અને સેક્યુલર માનતા લોકો છે, કેટલાક સેલ્ફપ્રોક્લેમ્ડ ફિલ્મ રિવ્યુઅરો છે, કેટલાક બૉલિવુડની લિયારીના ગેંગસ્ટરો છે, કેટલાક આ ગેંગસ્ટરોના લંગરિયાઓ છે, કેટલાક કોંગ્રેસ-આપ અને એવા અન્ય રાજકીય પક્ષો સાથે સંબંધ ધરાવતા લોકો છે. આ બધા પાસે ભારતનું આધાર કાર્ડ છે, ભારતનો પાસપોર્ટ છે, ભારતનો PAN છે પણ આમાંથી કોઈ દિલથી હિન્દુસ્તાની નથી. હિન્દુસ્તાનના તેઓ દુશ્મન છે. તેઓ હિન્દુસ્તાનની પડતી ચાહે છે.
તેઓ હિન્દુસ્તાનનું ગૌરવ થાય એવી કોઈ વાત ચલાવી લેવા તૈયાર નથી. તેઓ એક એવી ઇકોસિસ્ટમના હિસ્સા છે જેની સાથે સંકળાઈને આઝાદીથી આજ સુધી તેઓ તગડા થતા રહ્યા છે.
‘ધુરંધર’ની બેઉ ફિલ્મોની ધાંયધાંય કમર્શિયલ સફળતાનો અર્થ તેઓ સમજે છે. આ પૈસામાંથી નિર્માતાઓ-નાણાં રોકનારાઓને કેટલો આર્થિક ફાયદો થશે એની ગણતરી તેઓ નથી કરતા. તેઓ ગણતરી કરે છે કે ‘ધુરંધર’ની સફળતા પછી અમારા ક્ષેત્રમાં રાષ્ટ્રવાદીઓ ઘૂસી જશે, અમારી ડાબેરી ઇકોસિસ્ટમને ધ્વસ્ત કરી નાખશે. દરેક ક્ષેત્ર પર આ લોકોની જબરદસ્ત પકડ છે– બ્યુરોક્રસીથી માંડીને બૉલિવુડ સુધીનાં ક્ષેત્રો પર, સાહિત્યથી માંડીને શિક્ષણ અને પત્રકારત્વ સુધીનાં ક્ષેત્રો પર રાજકીય ક્ષેત્રોથી માંડીને સામાજિક કાર્યોનાં ક્ષેત્રો પર.
‘ધુરંધર1&2’ને એટલે જ તેઓ અવગણી રહ્યા છે. પોતાને બૉલિવુડની તોપ ગણતા કેટલાક માટીપગાઓ ચૂપ છે. સાહિત્ય-પત્રકારત્વ સાથે સંકળાયેલી અનેક હસ્તીઓએ મોંમાં મગ ભરી લીધા છે. એમને પોતાના પગ તળેથી ધરતી સરકતી દેખાઈ રહી છે.
સિનેમાજગતમાં, સાહિત્યજગતમાં, પત્રકારત્વમાં અને બધે જ અત્યાર સુધી ભયંકર આભડછેડ હતી. તમે જો હિન્દુત્વમાં આસ્થા ધરાવતા હો, સનાતનમાં શ્રદ્ધા ધરાવતા હો તો તમારા માટે અહીં પટાવાળાની જગ્યા પણ ખાલી નથી. મુખ્યપ્રવાહમાં ભળવા માટે, આર્થિક ઉન્નતિ માટે અને સ્વીકૃતિ-માન-ઇનામ માટે તમારે ડાબેરી બનવું જ પડે– તો જ તમને પ્રવેશ મળે. અન્યથા જાઓ, તમે તમારો અલગ ચોકો ઉભો કરો, અમે જોઈએ છીએ તમે કેવી રીતે સર્વાઇવ થાઓ છો.
અત્યાર સુધી પરિસ્થિતિ એ હતી કે સનાતન પરંપરાને આદર આપનારાઓને ડાબેરીઓના કૂવામાંથી પાણી ભરવા દેવામાં આવતું નહોતું. હિન્દુ આસ્થાવાળાઓને સેક્યુલરોના ગામમાં રહેવું હોય તો છેક છેવાડાની ઉજ્જડ જમીન પર ઝૂંપડું બાંધીને રહેવાનું અને ખબરદાર જો ગામમાં પગ મૂક્યો છે તો, ટાંટિયો તોડી નાખવામાં આવતો. પત્રકારત્વમાં, સાહિત્યમાં, સિનેમા-નાટકમાં આ પરિસ્થિતિ મેં જોઈ છે.
પણ ‘ધુરંધર’એ એક ઝાટકે ડાબેરીઓની આ ઇકોસિસ્ટમમાં મસમોટું ગાબડું પાડ્યું છે. શરૂઆત બૉલિવુડની લિયારી ગેન્ગનાં મોટાં માથાંઓથી થઈ છે. જે દર્શકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ નહોતો એટલે એમની ફિલ્મો પાછળ પૈસા ખર્ચવા પડતા એ જ દર્શકોની આંખ ઉઘડી ગઈ છે, હવે એ જ દર્શકો આ ગેંગસ્ટરોને ખુલ્લેઆમ ગાળો આપવા માંડ્યા છે. સાહિત્ય અને પત્રકારત્વમાં પણ આવો પવન ફૂંકાવાનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં તો જોરશોરથી હિન્દુવાદી સાહિત્યકારો સમૂહમાં ગાઈ રહ્યા છે: ‘આંધી બન કે આયા હું, મેરા હોંસલા ભી અય્યાશ હૈ.’
અહીં અય્યાશનો જે પ્રચલિત અર્થ છે તે અર્થમાં આ શબ્દ નથી વપરાયો. અય્યાશનો બીજો એક, ઓછો જાણીતો અર્થ છે– બેફિકર. ઉર્દૂ શબ્દકોશ રિફર કરી લેજો. પરિણામની ચિંતા વિના યા હોમ કરીને પડો ફતેહ છે આગે– એવી આદ્યકવિ નર્મદની પંક્તિને ચરિતાર્થ કરવી એટલે અય્યાશ હોવું.
‘ધુરંધર’નાં મોંફાટ વખાણ કરતાં જેમને સંકોચ થાય છે તેઓ ધુરંધર’ વિશે ચૂપકિદી સેવનારા પાકિસ્તાની એજન્ટોની સ્લીપર સેલના સભ્યો છે. જેઓ રહે છે ભારતમાં, નામ પણ હિન્દુ રાખે છે, પરંતુ એમના લોહીમાં ભારતનું નહીં, પાકિસ્તાનનું હિત વહે છે. આ સૌ હવે સહમી ગયા છે.
એક ફિલ્મ આટલી મોટી ક્રાંતિ લાવી શકે એવું આપણે આપણી નજર સામે જોઈ રહ્યા છીએ. એક આદિત્ય ધર બૉલિવુડની આખી લિયારી ગેંગ સામે લડી શકે એવું અત્યાર સુધી આપણે રજનીકાંતની ફિલ્મોમાં જ જોયું છે. રાજકારણમાં આવી જ ક્રાંતિ 2014માં આપણે જોઈ. એક માણસે આખા દેશની હવા બદલી નાખી.
‘ધુરંધર’ પછી અમે જે ફિલ્મો બનાવીશું તેની કમ્પેરિઝન ‘ધુરંધર’ સાથે થવાની છે એવો આ ગેંગસ્ટરોનો ડર સાચો છે. પણ એ લોકોને જેલસી એ વાતની નથી. એમને ધ્રાસકો એ વાતે પડ્યો છે કે અત્યાર સુધી અમે જે ટેલેન્ટેડ રાષ્ટ્રપ્રેમીઓને દૂર રાખ્યા તે હવે અમારા ક્ષેત્રમાં પ્રવેશીને કામ કરતા થઈ જશે. અમારો ગરાસ લૂંટાઈ જશે. અત્યાર સુધી અમે જે સનાતનપ્રેમીઓને વટલાવીને અમારી સાથે જોડ્યા હતા તે સૌ હવે ઘરવાપસી કરીને અમને જ ઉઘાડા પાડશે. આ ડરથી ફફડી રહ્યા છે તેઓ. (અને આ ડર સાચો છે.)
આદિત્ય ધર 43 વર્ષના છે. સર્જન માટે હજુ બીજા અનેક સમૃદ્ધ દાયકાઓ એમની પાસે છે. એમની પાસે યંગ ટીમ છે– દરેક ડિપાર્ટમેન્ટમાં, અફકોર્સ એમાં મુસ્લિમો પણ છે. પરંતુ આ સૌએ આદિત્ય ધરના માર્ગદર્શન હેઠળ, આદિત્ય ધરના વિઝન મુજબ સૂચનો સૂચનો આપવાનાં છે, કામમાં જોતરાઈ જવાનું છે.
અત્યાર સુધી ભારતમાં પરિસ્થિતિ એ હતી કે તમારે જે ક્ષેત્રમાં કામ કરવું હોય તે ક્ષેત્રમાં પ્રવેશવા માટે, આગળ વધવા માટે અને ટોચ સુધી પહોંચવા માટે ડાબેરી વિચારધારા સ્વીકારવી પડે, સનાતનપ્રેમ પડતો મૂકવો પડે– તો જ તમે આર્થિક સમૃદ્ધિથી માંડીને માન-મોભો પામી શકો.
કોઈ નાસમજ વ્યક્તિએ મને પૂછ્યું હતું કે ‘ધુરંધર’ ₹1500 કરોડનો ધંધો કરે કે ₹15,000 કરોડનો– આપણને શું ફાયદો? મેં એમને સમજાવ્યું કે એક આખી ઇકોસિસ્ટમ બદલાઈ રહી છે બૉલિવુડની અને હિન્દુસ્તાનની. રાષ્ટ્રવાદી આંધીમાં પાકિસ્તાનપ્રેમી સિનેમાવાળા, જેહાદી સાહિત્યકારો, મુસ્લિમપરસ્ત મીડિયાવાળા– સૌ કોઈની વાટ લાગી ગઈ છે. ‘ધુરંધર’ના કલેક્શનના આંકડા જોઈને પોરસાવાનું હોય. એક જમાનો હતો જ્યારે બૉલિવુડના ખાંસાહેબો પોતાની ફિલ્મો દ્વારા હવાલા ટ્રાન્ઝેક્શન કરીને ચાઈનીઝ આંકડાઓ આપતા. હવે એ તકલાદી માલવાળા ખુલ્લા પડી ગયા છે.
‘ધુરંધર’ આવ્યા પછી ડાબેરીઓની ડોશી તો મરી જ છે, ડાબેરીઓની ઇકોસિસ્ટમને પણ યમરાજ ભાળી ગયા છે.
લાસ્ટ બૉલ
નેક ધુરંધર, છેક ધુરંધર,
લઈ લીધી છે ટેક ધુરંધર.
પછી અમારે ચિંતા શેની?
હોય દેશમાં એક ધુરંધર.
–હરદ્વાર ગોસ્વામી


