
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનોમાંથી ભેદભાવ દૂર કરવા માટે UGCએ જાહેર કરેલા નિયમો પર સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે મામલાનો નિવેડો ન આવે ત્યાં સુધી અગાઉના (2012ના) નિયમો અમલમાં રહેશે.

CJI સૂર્યકાંતે કહ્યું કે આ તબક્કે જો કોર્ટ હસ્તક્ષેપ નહીં કરે તો તેનાં ભયજનક પરિણામો આવી શકે અને તેનાથી સમાજ વહેંચાય જશે, જેની અસરો વિપરીત થઈ શકે છે.
આ મામલે કોર્ટ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને માર્ચ 19 સુધીમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. બીજી તરફ CJI કાંતે કહ્યું કે ત્યાં સુધીમાં 2026ના UGC રેગ્યુલેશન સ્થગિત રાખવામાં આવે, જૂના 2012ના નિયમો અમલમાં રહેશે.

