હોમપેજગુજરાતદીકરીઓને સશક્ત બનાવવા ‘બાલિકા પંચાયત મોડેલ’ લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત,...

દીકરીઓને સશક્ત બનાવવા ‘બાલિકા પંચાયત મોડેલ’ લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત, 13,000 ગામો સુધી વિસ્તારાયો પ્રોજેક્ટ: વાંચો શું છે આ મોડેલ

2026ની શરૂઆતમાં ખાસ કરીને રાષ્ટ્રીય બાલિકા દિવસના (24 જાન્યુઆરી) અવસર પર આ મોડેલને રાજ્યની 13,000થી વધુ ગ્રામ પંચાયતોમાં અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમયે ગુજરાતને દેશમાં પ્રથમ રાજ્ય તરીકે ઓળખવામાં આવ્યું, જેણે આ મોડેલને મોટાપાયે અમલી બનાવ્યું છે.

- Advertisement -

24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે ગુજરાત સરકારે દીકરીઓના સર્વાંગીણ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમવાર ‘બાલિકા પંચાયત’ મોડેલને સફળતાપૂર્વક અમલી બનાવનાર અને સૌથી વધુ બાલિકા પંચાયતો રજૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. આ મોડેલ હેઠળ રાજ્યની 13,000થી વધુ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતોની રચના કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓને નાની ઉંમરથી જ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, નિર્ણય લેવાની પ્રક્રિયા અને સમાજસેવાનો વાસ્તવિક અનુભવ આપવાનો છે. જેથી તેઓ ભવિષ્યમાં પંચાયત સ્તરથી લઈને પાર્લામેન્ટ સુધીના નેતૃત્વની ભૂમિકા ભજવી શકે.

આ મોડેલની શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચ્છ જિલ્લામાં થઈ હતી. પ્રોજેક્ટની પ્રારંભિક શરૂઆત 2022માં કચ્છ જિલ્લાના કુનારિયા, મસ્કા, મોટાગુઆ અને વડસર ગામોમાં થઈ હતી. આ ગામોમાં પ્રારંભિક તબક્કામાં બાલિકા પંચાયતની રચના અને પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી, જેમાં 11થી 21 વર્ષની ઉંમરની કિશોરીઓને સરપંચ, ઉપસરપંચ અને સભ્યો તરીકે ચૂંટવાની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી હતી. આ પાયલોટનો ઉદ્દેશ દીકરીઓને લોકશાહી પ્રક્રિયાઓનો અનુભવ આપવાનો અને સામાજિક મુદ્દાઓ પર તેમની ભાગીદારી વધારવાનો હતો.

આ ગામોમાં બાલિકા પંચાયતની સફળતા જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ પહેલને સમગ્ર રાજ્યમાં વિસ્તારવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અને યુનિસેફના સહયોગથી આ પ્રોજેક્ટને વધુ વ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને યુનિસેફના સહયોગથી તૈયાર કરાયેલું ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’ આ પહેલનું મુખ્ય આધારસ્તંભ છે.

- Advertisement -

પ્રારંભિક લોન્ચ અને પ્રોજેક્ટનો વિસ્તાર

પાયલોટ પ્રોજેક્ટ અને પ્રારંભિક લૉન્ચ પછી સરકારે આને સમગ્ર રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં અમલી બનાવ્યો છે. હાલમાં રાજ્યની 13,000થી વધુ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતો કાર્યરત કરવામાં આવશે. આ વિસ્તારનો ઉદ્દેશ દીકરીઓને નાની ઉંમરથી જ લોકશાહી, નેતૃત્વ અને સામાજિક જાગૃતિના પાઠ ભણાવવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીના નેતૃત્વ માટે તૈયાર થઈ શકે.

આ મોડેલને વધુ અસરકારક બનાવવા માટે 10 ડિસેમ્બર 2025ના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલ યુનિસેફના (UNICEF) સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં પોષણ, એનિમિયા નિવારણ, જેન્ડર આધારિત ભેદભાવ, નેતૃત્વ વિકાસ, પંચાયતી રાજ વ્યવસ્થા અને નિર્ણય લેવાની ક્ષમતા જેવા મહત્વના વિષયોનો સમાવેશ થાય છે.

આ તાલીમ બે તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓને ‘Training of Trainers’ (ToT) અપાય છે. બીજા તબક્કામાં 1,900થી વધુ માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરીને તેઓ દ્વારા છેવાડાના ગામોમાં કિશોરીઓને તાલીમ આપવામાં આવશે. તાલીમમાં કિશોરાવસ્થાના શારીરિક-માનસિક ફેરફારો, બાળ સુરક્ષા અને સંરક્ષણ માટેના કાયદાઓ, પંચાયતી રાજ વ્યવસ્થા અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

નોંધનીય છે કે બાલિકા પંચાયતની પ્રવૃત્તિઓ માત્ર બેઠકો અને તાલીમ સુધી મર્યાદિત નથી. તેઓ વાસ્તવિક કાર્યવાહીઓ પણ કરશે. જેમાં ગામમાં જાગૃતિ અભિયાન ચલાવવું, બાળ લગ્ન રોકવા માટે પ્રચાર કરવો, સ્વચ્છતા અભિયાન ચાલવવું, વૃક્ષારોપણ કરવું અને શાળામાં ડ્રોપઆઉટ ઘટાડવા માટેના પ્રયાસો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ બધી પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે છે.

2026ની શરૂઆતમાં ખાસ કરીને રાષ્ટ્રીય બાલિકા દિવસના (24 જાન્યુઆરી) અવસર પર આ મોડેલને રાજ્યની 13,000થી વધુ ગ્રામ પંચાયતોમાં અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમયે ગુજરાતને દેશમાં પ્રથમ રાજ્ય તરીકે ઓળખવામાં આવ્યું, જેણે આ મોડેલને મોટાપાયે અમલી બનાવ્યું છે. આ વિસ્તાર પાયલોટ પ્રોજેક્ટથી શરૂ થઈને હવે સમગ્ર રાજ્યમાં ફેલાયો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં