ઉત્તર પ્રદેશના બહરાઈચમાં ઑક્ટોબર 2024માં થયેલા સાંપ્રદાયિક રમખાણોના દોષિતોને કોર્ટે સજા ફટકારી છે. કોર્ટે રમખાણોના મુખ્ય દોષિત સરફરાઝને ફાંસીની સજા આપી છે, જ્યારે અન્ય નવને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ કેસમાં મૃતક રામગોપાલ મિશ્રાના ભાઈ હરિમિલને યોગી સરકારનો આભાર માનતાં કહ્યું કે તેઓ સરકાર દ્વારા કરવામાં આવેલી વકાલતથી સંતુષ્ટ છે. તેમણે કહ્યું કે જો ભાજપની સરકાર ન હોત તો તેમને ન્યાય ન મળત, ન્યાય મળવાની વાત તો દૂર, ઉલટું પીડિતો વિરુદ્ધ જ કાર્યવાહી થાત.
રામગોપાલ મિશ્રાના ભાઈ હરિમિલન મિશ્રાએ ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, “યોગી સરકારના કારણે જ આરોપીઓને સજા થઈ શકી છે. નહીં તો સપા સરકાર હોત તો અમને (હિંદુઓને) જ જેલમાં બંધ કરી દેત.” તેમણે અવધીમાં બોલતાં કહ્યું, “યોગી સરકાર ન હોત ભાજપા કે, તો ઇહો સજા કહાં હોઈ પાવત. સપા કે સરકાર હોત તો ઉલ્ટા અમહૈ સબ બંધ હોએ જાત.”
હરિમિલને કહ્યું કે અન્ય ત્રણ આરોપીઓને છોડી દેવાથી તેમને આગળ જતાં મુશ્કેલી થઈ શકે છે, ખબર નહીં કેવી રીતે તેઓ છૂટી ગયા.
હરિમિલન મિશ્રાએ રામગોપાલ મિશ્રા સાથે થયેલી ક્રૂરતાનું પણ વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે તેમના ભાઈનો મૃતદેહ તેમને મળ્યો હતો પોસ્ટમોર્ટમ પછી, ત્યારે પણ પગની આંગળીઓમાંથી લોહી વહી રહ્યું હતું. નખ ઉખડી ગયા હતા. ચાર્જશીટ અને કોર્ટના ચુકાદામાં પણ આ જ વાત છે.
હરિમિલન મિશ્રાએ યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી તરફેણ પર સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે જો સપા સરકાર હોત તો પીડિતોને જ જેલમાં મોકલી દેવામાં આવ્યા હોત.
11 ડિસેમ્બરે બહરાઈચની એક કોર્ટે કેસની સુનાવણી કરતાં 10 લોકોને રમખાણોના દોષિત ઠેરવીને સજા ફટકારી હતી. કોર્ટે સરફરાઝને રામગોપાલ મિશ્રાની હત્યાના ગુનામાં ફાંસીની સજા આપી છે, જ્યારે બાકીના નવ દોષિતોને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આમાં સરફરાઝના અબ્બા અબ્દુલ હમીદ અને તેના બે ભાઈઓ ફહીમ અને તાલિબ ઉર્ફે સબલુ પણ સામેલ છે.
અન્ય દોષિતોમાં સૈફ, જાવેદ, ઝિશાન, નનકાઉ, શોએબ અને મરુફ સામેલ છે. જોકે, પુરાવાના અભાવે ત્રણ અન્ય વ્યક્તિઓ ખુર્શીદ, શકીલ અને અફઝલને છોડી મૂકવામાં આવ્યા છે. કોર્ટનો આ ચુકાદો ઑક્ટોબર 2024માં થયેલી ઘટનાના 14 મહિના પછી આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટના 13 ઑક્ટોબર 2024ના રોજ બહરાઈચમાં દુર્ગા પૂજા વિસર્જન દરમિયાન બની હતી. જ્યારે ગામના મુસ્લિમોએ વિસર્જનમાં વાગતા ગીતો પર વિવાદ શરૂ કર્યો, જે થોડી જ વારમાં હિંસામાં ફેરવાઈ ગયો. આ દરમિયાન મુસ્લિમ ટોળાઓએ હિંદુઓ પર પથ્થરમારો કર્યો, જેમાં અનેક ઘાયલ થયા હતા. પથ્થરમારામાં વિસર્જન માટે લઈ જવામાં આવતી દુર્ગા પૂજાની મૂર્તિઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જવાબી હિંસામાં હિંદુઓએ આસપાસના ઘરો અને દુકાનોમાં પણ તોડફોડ કરી હતી.
હિંસા દરમિયાન રામગોપાલ મિશ્રા પર છત પર ચઢીને લીલા ઝંડાને હટાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ જ કારણે સરફરાઝ ઉર્ફે રિંકુએ રામ ગોપાલ મિશ્રાને ગોળી મારી દીધી હતી. આ કેસમાં પોલીસે કુલ 13 FIR નોંધી, જેમાંથી 11 હરદી પોલીસ સ્ટેશનમાં અને 2 રામગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
પોલીસે ઘટનાની તપાસ પછી મુખ્ય આરોપી સહિત 13 લોકોને આરોપી બનાવ્યા હતા. આમાંથી 5 આરોપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી, જેમાં અબ્દુલ હમીદ, મોહમ્મદ તાલિબ ઉર્ફે સબલુ, મોહમ્મદ સરફરાઝ અહમદ ઉર્ફે રિંકુ, શકીલ અહમદ ઉર્ફે બબલુ અને ખુર્શીદ સામેલ હતા. પછીથી બાકીના 8 આરોપીઓ પર પણ NSA લગાવવામાં આવ્યો હતો.


