હોમપેજક્રાઈમકોંગ્રેસ નેતાની આગેવાનીમાં ઈદના જુલૂસમાં લાગ્યા 'મજહબી' નારા, ભગવા ધ્વજ પર લખ્યું...

કોંગ્રેસ નેતાની આગેવાનીમાં ઈદના જુલૂસમાં લાગ્યા ‘મજહબી’ નારા, ભગવા ધ્વજ પર લખ્યું ‘ઇસ્લામ ઝિંદાબાદ’: પાક. સેનાના ગીતો વગાડવાનો પણ આરોપ- એમપીની ઘટના

ઈદ-મિલાદ-ઉન-નબીના અવસરે સાગરમાં કોંગ્રેસના નેતાની આગેવાની હેઠળના જુલુસમાં 'સર તન સે જુદા...' જેવા ઉશ્કેરણીજનક નારા લાગ્યા હતા. આ મામલે પોલીસે ત્રણ કોંગ્રેસના નેતાઓ અને અન્ય લોકો સામે FIR નોંધી છે.

- Advertisement -

મધ્ય પ્રદેશમાં ખંડવા અને સાગર જિલ્લાઓમાં ઈદ મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન સામાજિક સંવાદિતતા ડહોળવાનો પ્રયાસ થયો છે. અહેવાલ અનુસાર, ઈદના જુલૂસમાં ભગવા ધ્વજ પર ‘ઇસ્લામ ઝિંદાબાદ’ લખવામાં આવ્યું અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ‘સર તન સે જુદા’નાં નારા લગાવ્યા હતા. આ મામલે હિંદુ સંગઠનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને પોલીસ ફરિયાદ પણ કરી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

ખંડવાની ઘટના: ભગવા ધ્વજ પર ‘ઇસ્લામ ઝિંદાબાદ’ લખવાનો આરોપ

5 સપ્ટેમ્બર, 2025ના રોજ ખંડવામાં ઈદ મિલાદ-ઉન-નબીનું જુલૂસ નીકળ્યું, જેમાં હિંદુ સંગઠનોએ ભગવા ધ્વજ પર ‘ઇસ્લામ ઝિંદાબાદ’ શબ્દો કાળા રંગથી લખાયેલા હોવાથી વાંધો ઉઠાવ્યો હતો. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, જુલૂસમાં ‘તાલિબાનના ઝંડા’ લહેરાયા અને ડીજે પર પાકિસ્તાની સેનાના ગીતો વગાડવામાં આવ્યા, જેનાથી હિંદુ સમુદાયમાં રોષ ફેલાયો હતો.

ભગવો ધ્વજ હિંદુ ધર્મમાં ત્યાગ, એકતા અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રતીક છે અને તેનું અપમાન થવાના કારણે સામાજિક તણાવ ઉદ્ભવ્યો હતો. હિંદુ સંગઠનોએ આરોપ લગાવ્યો કે આ ઘટના પોલીસની હાજરીમાં બની હતી. સંગઠનોએ માંગ કરી હતી કે શહેરમાં શાંતિ જાળવવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

- Advertisement -

પોલીસે જણાવ્યું હતું કે ઈદ મિલાદુન્નબીના જુલુસ દરમિયાન 2-3 અજાણ્યા લોકોએ કાળા રંગથી ‘ઇસ્લામ ઝિંદાબાદ’ લખેલો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. ફરિયાદી અભિષેક તિવારીની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, મુસ્લિમ પક્ષે આ આરોપોને ફગાવી દીધા છે.

સાગરમાં બનેલી ઘટના

ઈદ-મિલાદ-ઉન-નબીના અવસરે સાગરમાં કોંગ્રેસના નેતાની આગેવાની હેઠળના જુલુસમાં ‘સર તન સે જુદા…’ જેવા ઉશ્કેરણીજનક નારા લાગ્યા હતા. આ મામલે પોલીસે ત્રણ કોંગ્રેસના નેતાઓ અને અન્ય લોકો સામે FIR નોંધી છે. આ કેસમાં, પોલીસ સ્માર્ટ સિટીના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે, જેથી અન્ય આરોપીઓની પણ ઓળખ થઈ શકે.

‘સર તન સે જુદા’ના નારા લગાવવા મામલે સંબંધિત પોલીસ સ્ટેશને કોંગ્રેસના નેતા પમ્મા કસાઈ, ફિરદૌસ કુરેશી અને શાહબાઝ કુરેશી સહિત અન્ય લોકો સામે કલમ 353, 351 (2), 299, 196 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આ કેસમાં તીન બટ્ટી વિસ્તારના CCTV ફૂટેજ અને વાયરલ વિડીયોની પણ તપાસ કરી રહી છે. નારા લગાવનારા અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવશે અને તેમના નામ પણ FIRમાં ઉમેરવામાં આવશે.

એવો આરોપ છે કે જૂલુસને તીન બત્તી ખાતેના પ્રખ્યાત હનુમાન મંદિરની સામે ઉભું રાખીને આવા નારા લગાવવામાં આવ્યા હતા. આમાં વાહન સવારોએ ખુલ્લેઆમ ‘નારા એ તકબીર, અલ્લાહ હુ અકબર’ અને ‘ગુસ્તાક એ રસૂલ કી એક હી સજા, સર તન સે જુદા, સર તન સે જુદા’ જેવા ઉશ્કેરણીજનક નારા લગાવ્યા હતા. આ મામલે હિંદુ જાગરણ મંચના ઉમેશ સરાફની ફરિયાદ પર પોલીસે FIR નોંધને કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં