હોમપેજદેશ7,473 KM/hrની ઝડપે પ્રહાર, ફાઇટર જેટથી કરશે વાર: હાયપરસોનિક મિસાઈલ ‘પ્રલય’ના નવા...

7,473 KM/hrની ઝડપે પ્રહાર, ફાઇટર જેટથી કરશે વાર: હાયપરસોનિક મિસાઈલ ‘પ્રલય’ના નવા વેરિઅન્ટ પર કામ શરૂ- જાણો વિશેષતા

SR-SSMનું એર-લૉન્ચ વેરિઅન્ટ ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં નવી ક્રાંતિ લાવશે. તેની હાયપરસોનિક ઝડપ, ચોકસાઈ અને લચીલાપણું તેને દુનિયાની અગ્રણી મિસાઈલોમાં સામેલ કરશે.

- Advertisement -

ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલ પ્રલય મિસાઈલ, એક ટૂંકી રેન્જની ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઈલ છે, જે યુદ્ધક્ષેત્રમાં ઝડપી અને ચોક્કસ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. હવે DRDO આ મિસાઈલનું એર-લૉન્ચ (વિમાનથી લૉન્ચ) વેરિઅન્ટ વિકસિત કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે, જે ભારતની સંરક્ષણ રણનીતિને નવી ઊંચાઈએ લઈ જશે.

પ્રલય મિસાઈલ એક શોર્ટ-રેન્જ ક્વાઝી-બેલિસ્ટિક મિસાઈલ (SRBM) છે, જેની રેન્જ અંદાજે 150થી 500 કિમી સુધી છે. આ મિસાઈલ ખૂબ ઝડપી છે અને તેને રોકવી અઘરી છે, કારણ કે તેનું ટ્રાજેક્ટરી ક્વાઝી-બેલિસ્ટિક છે (એ સંપૂર્ણ બેલિસ્ટિક નહીં પરંતુ ચપળતાપૂર્વક દિશા બદલી શકે તેવી). તેની ડિઝાઇન બ્રહ્મોસ અને અગ્નિ શ્રેણીની ટેક્નોલોજી પરથી પ્રેરિત છે. 2021માં સફળ પરીક્ષણો બાદ આ મિસાઈલને ભારતીય સેના માટે માન્ય કરવામાં આવી હતી. ત્યારે હવે અ આ મિસાઈલના નવા વર્ઝનનો વિકાસ શરૂ થઈ ગયો છે.

એર-લૉન્ચ પ્રલય મિસાઈલનો વિકાસ

વિકાસની શરૂઆત:  DRDOએ એર-લૉન્ચ વેરિઅન્ટ પર કામ શરૂ કરી દીધું છે, જેની જાહેરાત ઑગસ્ટ 2025માં થઈ હતી. અહેવાલ મુજબ, આ મિસાઈલ દુશ્મન પર 7,473 કિલોમીટર પ્રતિ કલાકની (મહત્તમ મેક 6.1) ઝડપે હુમલો કરી શકે છે. આ પ્રોજેક્ટ ભારતીય વાયુસેનાની ક્ષમતાઓને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. એર-લૉન્ચડ પ્રલય મિસાઈલ દુશ્મનના સૈન્ય બંદરગાહો, એરબેઝો અને કમાન્ડ સેન્ટર્સને નિશાન બનાવી શકે છે. આ મિસાઈલની ક્ષમતાઓ ચીન અને પાકિસ્તાન સામે ભારતની રણનીતિક શ્રેષ્ઠતા વધારશે.

- Advertisement -

પ્રલય SR-SSMની ટેકનિકલ વિશેષતાઓ (Infographic આધારિત)

આ મિસાઈલની કુલ લંબાઈ 9060 મીમી (9.06 મીટર) છે. જ્યારે એનો વ્યાસ આશરે 750 મીમી છે.

વોરહેડ (Warhead): મિસાઈલનો આગળનો ભાગ, જે 350-1000 કિલોગ્રામના વિસ્ફોટકોને લઈ જઈ શકે છે.

Air Launched Pralay Missile
(ફોટો: આજતક)

MMW સીકર (MMW Seeker): મિલીમીટર-વેવ રડાર, જે ટર્મિનલ ફેઝમાં ચોકસાઈથી નિશાન લગાવે છે.

મલ્ટી-ચેનલ એક્સેલરોમીટર: ઝડપ અને ગતિનું માપન કરે છે.

OB+ સેન્સર્સ (On-Board Sensors): કન્ફોર્મલ માઇક્રો એન્ટેના સાથે, જે નેવિગેશન અને ગાઈડન્સ માટે વપરાય છે.

સોલિડ રોકર મોટર: બે તબક્કાનું સોલિડ-ફ્યુઅલ રોકેટ, જે મિસાઈલને હાયપરસોનિક ઝડપ આપે છે.

ક્લિપ્ડ ટ્રાપેઝોઈડ અને ક્લિપ્ડ ડેલ્ટા જેટ વેન્સ: મેન્યુવરેબિલિટી માટે વિન્ગ્સ, જે ટ્રેક્જેક્ટરીમાં ફેરફાર કરે છે.

ટેન્ડમ ફીન્સ: મિસાઈલની સ્થિરતા જાળવવા માટે પાછળના ભાગમાં ફીન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

એર-લોન્ચ વેરિઅન્ટના ફાયદા

લચીલાપણું: વિમાનથી લોન્ચ કરવાથી મિસાઈલને કોઈપણ સ્થાનથી ઝડપથી ઉડાવી શકાય, જે રણનીતિક લવચીકતા વધારે છે.

રેન્જ વિસ્તરણ: એર-લૉન્ચથી મિસાઈલની અસરકારક રેન્જ (150-500 કિ.મી.) વધી શકે છે, કારણ કે તે ઉંચાઈથી શરૂ થશે.

દુશ્મન પર અચાનક હુમલો: એર-લોન્ચ્ડ વેરિઅન્ટ દુશ્મન પર અચાનક હુમલો કરવામાં મદદ કરશે, કારણ કે તેનો સર્ચિંગનો સમય ઓછો હશે.

વિકાસની હાલની સ્થિતિ

DRDO હાલમાં ડિઝાઈન અને સિમ્યુલેશન પર કામ કરી રહ્યું છે. પ્રથમ પરીક્ષણ 2028-29 સુધી શક્ય છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે સંયુક્ત પ્રયાસો ચાલી રહ્યા છે. આ મિસાઈલની સુખોઈ-30 MKI પર પરીક્ષણોની યોજના છે, જેના માટે ટેકનિકલ સંશોધન ચાલુ છે.

રણનીતિક મહત્વ

ચીન અને પાકિસ્તાન સામે એર-લોન્ચ્ડ પ્રલય મિસાઈલ LAC અને LoC પર ભારતની હવાઈ શક્તિને મજબૂત કરશે. MTCRના પાલન સાથે, આ મિસાઈલનું નિકાસ વેરિઅન્ટ ભવિષ્યમાં અન્ય દેશો માટે ઉપલબ્ધ થઈ શકે છે. આ મિસાઈલ ભારતની IRFનો એક મહત્વપૂર્ણ હિસ્સો બનશે.

SR-SSMનું એર-લૉન્ચ વેરિઅન્ટ ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં નવી ક્રાંતિ લાવશે. તેની હાયપરસોનિક ઝડપ, ચોકસાઈ અને લચીલાપણું તેને દુનિયાની અગ્રણી મિસાઈલોમાં સામેલ કરશે. જોકે, વજન ઘટાડવા અને એરક્રાફ્ટ સાથે સંયોગની સફળતા આ પ્રોજેક્ટનું ભવિષ્ય નક્કી કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં