હોમપેજમિડિયા‘છેલ્લી 10 મિનિટનો ડેટા બ્લેક બોક્સમાં નથી’: અમદાવાદ પ્લેન ક્રેશ અંગે દિવ્ય...

‘છેલ્લી 10 મિનિટનો ડેટા બ્લેક બોક્સમાં નથી’: અમદાવાદ પ્લેન ક્રેશ અંગે દિવ્ય ભાસ્કરે પહેલા પાને છાપી માર્યા સમાચાર, PIBએ કરી દીધું ફેક્ટચેક

ભાસ્કરે લખ્યું છે કે, "શું રેકોર્ડર ફક્ત વિમાનના પાવર પર ચાલી રહ્યું હતું? રિપ્સ ચાલુ જ ના થયું? વિમાન દુર્ઘટનામાં એટલું નુકસાન થયું કે રિપ્સ પણ નિષ્ક્રિય થઈ ગયું? આ ખામી ફક્ત ટેકનિકલ નથી, તે નિયમનકારી ઉલ્લંઘન પણ છે."

- Advertisement -

મેઇનસ્ટ્રીમ મીડિયા અવારનવાર ફેક ન્યૂઝ (Fake News) છાપી મારીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરતું રહે છે. દરેક મોટી ઘટનામાં અમુક અંશે ખોટા અને ભ્રામક સમાચાર ફેલાવવામાં આવતા હોય છે. હવે અમદાવાદ પ્લેન ક્રેશના (Ahmedabad Plane Crash) કિસ્સામાં પણ એવું જ થયું છે અને આવું કર્યું છે દિવ્ય ભાસ્કરે (Divya Bhaskar). દિવ્ય ભાસ્કરે પહેલા પાને જ ભ્રામક સમાચાર છાપી માર્યા અને પોતે ‘એક્સક્લુઝિવ રિપોર્ટ’ હોવાનો દાવો કરી દીધો હતો. જોકે, બાદમાં તે સમાચાર ખોટા સાબિત થયા.

વિગતે વાત કરીએ તો દિવ્ય ભાસ્કરે રવિવારે (27 જુલાઈ) તેના તમામ ભાષાના અખબારના પહેલા પાને અમદાવાદ પ્લેન ક્રેસને લઈને ન્યૂઝ છાપ્યા છે. જેમાં તેણે એવો દાવો કરી દીધો છે કે, છેલ્લી 10 મિનિટનો ડેટા બ્લેક બોક્સમાં મળ્યો નથી. આ ભાસ્કરનો એક્સક્લુઝિવ રિપોર્ટ છે અને ભાસ્કરના પત્રકાર એમ. રિયાઝ હાશ્મીએ આ અહેવાલ લખ્યો છે. અખબારોની સાથે ડિજિટલ ન્યૂઝમાં પણ ભાસ્કરે ‘એક્સક્લુઝિવ’ના દાવા સાથે આ રિપોર્ટ છાપી માર્યો છે.

‘પ્લેન ક્રેશ: છેલ્લી ’10 મિનિટ’નો ડેટા બ્લેક બોક્સમાં મળ્યો નથી’ના મથાળા સાથે આ રિપોર્ટ છાપી દેવાયો છે. અહેવાલમાં વધુમાં કહેવાયું છે કે, વિમાનનો પાવર સપ્લાય બંધ થયા પછી અથવા ક્રેશ થયાના 10 મિનિટ સુધીની દરેક વાતચીત, ટેકનિકલ સમસ્યા બ્લેક બોક્સમાં રેકોર્ડ થાય છે, પરંતુ AI 171ના ક્રેશ લેન્ડિંગમાં આ શક્ય બન્યું નથી. વધુમાં ભાસ્કરે એવો દાવો કર્યો કે, ‘આ ઘટસ્ફોટ’ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા દુર્ઘટના પર તૈયાર કરાયેલા પ્રાથમિક રિપોર્ટમાં થયો છે. 

- Advertisement -

ભાસ્કરે તે સિવાય પણ ઘણી જ્ઞાનની વાતો કરી છે અને ત્યારબાદ ‘ભાસ્કર એક્સપર્ટ’ના મથાળા સાથે આ ઘટનાને (ન બનેલી) લઈને સવાલ પણ ઉઠાવ્યા છે. ભાસ્કરે લખ્યું છે કે, “શું રેકોર્ડર ફક્ત વિમાનના પાવર પર ચાલી રહ્યું હતું? રિપ્સ ચાલુ જ ના થયું? વિમાન દુર્ઘટનામાં એટલું નુકસાન થયું કે રિપ્સ પણ નિષ્ક્રિય થઈ ગયું? આ ખામી ફક્ત ટેકનિકલ નથી, તે નિયમનકારી ઉલ્લંઘન પણ છે. કારણ કે રિપ્સ કોઈ વિકલ્પ નથી, તે ફરજિયાત સલામત પ્રણાલી છે.” 

PIBએ કરી નાખ્યું ફેક્ટચેક

દિવ્ય ભાસ્કરે સમાચાર છાપ્યા બાદ ઘણા સ્થાનિક મીડિયામાં પણ આ સમાચાર આવવાના શરૂ થઈ ગયા હતા. તે સિવાય અન્ય મીડિયામાં પણ તેનો ઉલ્લેખ થઈ ગયો હતો. સમાચાર વાયરલ થયા બાદ આખરે PIBએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે પોસ્ટ કરી હતી અને ભાસ્કરના દાવાને ખોટા અને ભ્રામક ગણાવ્યા હતા. સાથે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, વિમાનના બ્લેક બોક્સનું સંપૂર્ણ રેકોર્ડીંગ ઉપલબ્ધ છે.

PIBએ દિવ્ય ભાસ્કરના ઓફિશિયલ એકાઉન્ટને મેનશન કરીને કહ્યું કે, “દિવ્ય ભાસ્કરે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, વિમાન AI 171ના બ્લેક નોક્સમાં અંતિમ 10 મિનિટનું રેકોર્ડીંગ ગાયબ છે. આ દાવો ખોટો છે. વિમાનના બ્લેક બોક્સમાં સંપૂર્ણ રેકોર્ડીંગ ઉપલબ્ધ છે.” સાથે PIBએ નાગરિકોને અપીલ કરી હતી કે, આવા ખોટા અને ભ્રામક સમાચારોથી બચો અને તથ્યોની પુષ્ટિ આધિકારિક સ્ત્રોતો પરથી જ કરો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં