હોમપેજદેશ‘ઉદયપુર ફાઈલ્સ’ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કેસના આરોપી મોહમ્મદ જાવેદની...

‘ઉદયપુર ફાઈલ્સ’ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કેસના આરોપી મોહમ્મદ જાવેદની દલીલો ન આવી કામ: હિંદુ દરજી કન્હૈયાલાલની હત્યા પર આધારિત છે ફિલ્મ

મોહમ્મદ જાવેદ કન્હૈયાલાલ તેલી હત્યા કેસમાં આરોપી છે. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે માંગ કરી હતી. તેના વકીલે દલીલ આપી હતી કે ફિલ્મ એકપક્ષીય છે અને તેના કારણે જાવેદ વિરુદ્ધ ચાલતી ટ્રાયલ પર અસર થઈ શકે છે. 

- Advertisement -

2022ના કન્હૈયાલાલ હત્યાકાંડ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઈલ્સ’ની (Udaipur Files) રિલીઝ પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઇનકાર કર્યો છે. ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થશે. તે પહેલાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેની ઉપર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે ના પાડી દીધી છે. કન્હૈયાલાલ કેસના આરોપી મોહમ્મદ જાવેદે અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરીને વેકેશન બાદ કોર્ટના દરવાજા ખખડાવવા માટે સૂચના આપી છે. 

મોહમ્મદ જાવેદ કન્હૈયાલાલ તેલી હત્યા કેસમાં આરોપી છે. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવા માટે માંગ કરી હતી. તેના વકીલે દલીલ આપી હતી કે ફિલ્મ એકપક્ષીય છે અને તેના કારણે જાવેદ વિરુદ્ધ ચાલતી ટ્રાયલ પર અસર થઈ શકે છે. 

જાવેદના વકીલે કોર્ટમાં દલીલ કરીને કહ્યું કે, “ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ટ્રેલર 4 જુલાઈના રોજ આવ્યું હતું. તેઓ માત્ર પ્રોસિક્યુશનની જ બાજુ દર્શાવી રહ્યા છે.” અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ફિલ્મને ઇસ્યુ કરવામાં આવેલું સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનનું સેન્સર સર્ટિફિકેટ રદ કરી દેવામાં આવે. 

- Advertisement -

કોર્ટે જોકે આ દલીલો ધ્યાને લીધી નથી અને ફિલ્મની રિલીઝ રોકવાની ના પાડી દીધી છે. કોર્ટે કહ્યું કે વેકેશન 14 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. અરજદાર ઇચ્છે તો ત્યારબાદ કોર્ટમાં ફરી અરજી દાખલ કરી શકે છે. ત્યાં સુધીમાં ફિલ્મ રિલીઝ કરી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થશે. 

ફિલ્મ વિરુદ્ધ એક અરજી જમિયત ઉલેમા-એ-હિન્દ દ્વારા પણ દાખલ કરવામાં આવી છે, જે મામલે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બુધવારે (9 જુલાઈ) CBFC તરફથી હાજર વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સેન્સર સર્ટિફિકેટ આપવા પહેલાં અમુક કટ સૂચવવામાં આવ્યા હતા અને તેનું પાલન કરીને નિર્માતાઓએ તેમ કર્યું પણ હતું. 

હાઇકોર્ટે ત્યારબાદ જમિયત તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલ અને CBFCના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્મા માટે એક વિશેષ સ્ક્રીનિંગ યોજવા માટે સૂચના આપી હતી. કટનો અભ્યાસ કર્યા બાદ અરજદારોને ફરી કોર્ટનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં