હોમપેજદેશભારતે જેટલું ગણાવ્યું પાકિસ્તાનને થયું છે તેનાથી વધારે નુકસાન: પેશાવર, સિંધ અને...

ભારતે જેટલું ગણાવ્યું પાકિસ્તાનને થયું છે તેનાથી વધારે નુકસાન: પેશાવર, સિંધ અને પંજાબ જેવા વધુ 8 ઠેકાણાં પણ થયા હતા ધ્વસ્ત, ઑપરેશન સિંદૂર પર આતંકી દેશની મોટી કબૂલાત

પાકિસ્તાની ડોઝિયરના આ ઘટસ્ફોટથી જાણવા મળે છે કે, ભારતે જે જણાવ્યું હતું, તેનાથી ઘણા અંદર સુધી ઘૂસીને હુમલા કરવામાં આવ્યા હતા. આ ઘટસ્ફોટથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાને ભારતનો તાત્કાલિક સંપર્ક કેમ કર્યો હતો.

- Advertisement -

પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ શરૂ થયેલા ઑપરેશન સિંદૂરની (Operation Sindoor) સફળતાને લઈને ભારતીય સેનાની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. ભારતે (India) ઑપરેશન સિંદૂર દરમિયાન પહેલા માત્ર આતંકી ઠેકાણાં નષ્ટ કર્યાં હતા, પરંતુ પાકિસ્તાને (Pakistan) જ્યારે ભારતીય સૈન્ય ઠેકાણાંને ટાર્ગેટ કરવાના પ્રયાસ કર્યાં તો ભારતે આતંકી દેશને પોતાની હેસિયત બતાવી દીધી. અનેક એરબેઝ ધ્વસ્ત કરાવ્યા બાદ પણ પાકિસ્તાન વિશ્વ સામે સતત જુઠ્ઠાણું પીરસતું રહ્યું. પરંતુ હવે પાકિસ્તાનના એક ઓફિશિયલ ડોઝિયરમાં (Official Dossier) તેની જ પોલ ખૂલી ગઈ છે. 

ઓફિશિયલ ડોઝિયર સામે આવ્યા બાદ જાણવા મળ્યું કે, ભારતે પાકિસ્તાનના તે ઠેકાણાં પણ ધ્વસ્ત કર્યાં હતા, જેના વિશેની માહિતી સેના તરફથી આજ સુધી અપાઈ પણ નથી. પાકિસ્તાનના ઑપરેશન ‘બુનયાન ઉન માર્સોસ’ પર ડોઝિયરમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે જેટલા ઠેકાણાં બતાવ્યા છે, તેના કરતાં વધુ 8 ઠેકાણાં પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની ડોઝિયરમાં તે સ્થળો વિશેની પણ માહિતી આપવામાં આવી છે. 

ડોઝિયરમાં આપવામાં આવેલા મેપમાં પેશાવર, ઝાંગ, સિંધમાં હૈદરાબાદ, પંજાબમાં ગુજરાત, ગુજરાંવાલા, ભવાલનગ, અટક અને છોર પર પણ હુમલા દર્શાવવામાં આવ્યા છે. ગત મહિને હવાઈ હુમલા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય વાયુસેનાએ આ સ્થળોના નામ લીધા ન હતા. આ ડોઝિયરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, ભારતે પાકિસ્તાનમાં છેક અંદર સુધી ઘૂસીને હુમલા કર્યાં હતા. ભારતે 20 નહીં, પરંતુ 28 ઠેકાણાં પર હુમલા કર્યાં હતા.

- Advertisement -

પાકિસ્તાની ડોઝિયરના આ ઘટસ્ફોટથી જાણવા મળે છે કે, ભારતે જે જણાવ્યું હતું, તેનાથી ઘણા અંદર સુધી ઘૂસીને હુમલા કરવામાં આવ્યા હતા. આ ઘટસ્ફોટથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, પાકિસ્તાને ભારતનો તાત્કાલિક સંપર્ક કેમ કર્યો હતો અને યુદ્ધવિરામની માંગણી કેમ કરી હતી. જોકે, પાકિસ્તાન તો વારંવાર જુઠ્ઠાણું જ ફેલાવી રહ્યું હતું, પરંતુ હવે તેના જ ડોઝિયરથી તેની પોલ ખૂલી ગઈ છે.

સેટેલાઈટ ઇમેજમાં પણ પાકિસ્તાન થયું હતું બેનકાબ

આ પહેલાં મેક્સાર ટેકનોલોજી તરફથી જારી કરાયેલ સેટેલાઈટ ઇમેજમાં ઑપરેશન સિંદૂર દરમિયાન સટીક હુમલાથી થયેલા નુકસાન વિશે જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રકચર વિરુદ્ધ પોતાના હુમલામાં ભારતે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ સેન્ટર સહિત 9 ઠેકાણાં સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યા હતા. 7 મેના રોજ થયેલા હુમલામાં ટાર્ગેટ કરાયેલા અન્ય ઠેકાણાંમાં મુઝફ્ફરાબાદ, કોટલી, રાવલકોટ, ચકસ્વરી, ભીમબર, નીલમ ઘાટી, ઝેલમ અને ચકવાલનો સમાવેશ થાય છે. 

ભારતે શરૂઆતમાં માત્ર આતંકી ઠેકાણાં ધ્વસ્ત કર્યાં હતા, પરંતુ પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાં પર હુમલો કરીને સીધી રીતે ભારત સામે પડકાર ફેંકીને ભૂલ કરી નાખી હતી. જે બાદ ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને ટાર્ગેટ કર્યાં હતા. જેમાં નૂરખાન એરબેઝ, રફીકી, મુરીદ, સુક્કુર, સિયાલકોટ, પસરૂર, ચુનિયન, સરગોધા, સ્કારુ, ભોલારી અને જૈકોફાબાદ જેવાં ઠેકાણાં સામેલ હતા. ભારે નુકસાન બાદ પાકિસ્તાન પાસે યુદ્ધવિરામ સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં