હોમપેજદેશકર્ણાટકમાં જનોઈ પહેરવા પર હિંદુ વિદ્યાર્થીઓને ન આપવા દીધી CET પરીક્ષા: યજ્ઞોપવીત...

કર્ણાટકમાં જનોઈ પહેરવા પર હિંદુ વિદ્યાર્થીઓને ન આપવા દીધી CET પરીક્ષા: યજ્ઞોપવીત કપાવવા કરાયું દબાણ, ભાજપે પૂછ્યું – બુરખાથી સમસ્યા નથી તો જનોઈથી કેમ?

16 એપ્રિલ, 2025ના રોજ કર્ણાટકના શિવમોગામાં સ્ફૂર્તિ કોલેજના પરીક્ષા કેન્દ્ર પર સ્ક્રીનીંગ કમિટીએ એક બ્રાહ્મણ વિદ્યાર્થીને પવિત્ર જનોઈ ઉતારી કાઢવા અને કાપી નાખવા કહ્યું હતું અને જ્યારે વિદ્યાર્થીએ ના પાડી તો તેને પાછો મોકલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

કર્ણાટકમાં (Karnataka) આવેલા બેંગ્લોરમાં (Bengaluru) ‘કોમન એન્ટ્રન્સ એક્ઝામ’ (CET) દરમિયાન બ્રાહ્મણ વિદ્યાર્થીઓને (Brahmin Students) તેમની પવિત્ર જનોઈ (યજ્ઞોપવીત) ઉતારવાની ફરજ પાડવામાં આવતી હોવાનો મુદ્દો હવે તૂત પકડી રહ્યો છે. ભાજપના નેતાઓએ રાજ્યની કોંગ્રેસ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે કે, જ્યારે કોંગ્રેસ સરકારને શૈક્ષણિક સંસ્થાઓમાં બુરખો પહેરવાને લઈને કોઈ સમસ્યા નથી તો પછી પવિત્ર જનોઈ (sacred thread) પહેરવાને લઈને શું સમસ્યા છે. આ પ્રશ્નો ઉઠાવ્યા પછી શિક્ષણ મંત્રી ડૉ. એમસી સુધાકરે આ ઘટનાની નિંદા કરી છે અને આ મામલે રિપોર્ટ માંગ્યો છે.

તેમણે કહ્યું છે કે, “પરીક્ષાના પ્રોટોકોલમાં એવું કંઈ નથી કે કોઈપણ બાળકની પવિત્ર જનોઈ ઉતારવી પડે. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. અમે આ બાબતને ગંભીરતાથી લઈશું. આ બિલકુલ સ્વીકારશે નહીં. રિપોર્ટ આવ્યા બાદ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે બિદર અને શિવમોગાના ડેપ્યુટી કમિશનરો પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.” આ મામલે કર્ણાટક બ્રાહ્મણ મહાસભાની ફરિયાદ બાદ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

બે પરીક્ષા કેન્દ્રો પર ઘટી ઘટના

ઉલ્લેખનીય છે કે, 16 એપ્રિલ, 2025ના રોજ કર્ણાટકના શિવમોગામાં સ્ફૂર્તિ કોલેજના પરીક્ષા કેન્દ્ર પર સ્ક્રીનીંગ કમિટીએ એક બ્રાહ્મણ વિદ્યાર્થીને પવિત્ર જનોઈ ઉતારી કાઢવા અને કાપી નાખવા કહ્યું હતું અને જ્યારે વિદ્યાર્થીએ ના પાડી તો તેને પાછો મોકલી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ગણિતની પરીક્ષાના દિવસે તેની સાથે આવું બન્યું, જોકે તેણે આ પહેલાં બે પરીક્ષાઓ કોઈપણ સમસ્યા વિના આપી હતી.

- Advertisement -

તેવી જ રીતે શિવમોગામાં આદિચુંચનગિરી ઇન્ડિપેન્ડન્ટ પીયુ કોલેજ પરીક્ષા કેન્દ્રમાં ત્રણ વિદ્યાર્થીઓને પવિત્ર જનોઈ કાઢવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, પછીથી એક વિદ્યાર્થીને પવિત્ર જનોઈ સાથે પરીક્ષા લખવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે અન્ય બે વિદ્યાર્થીને મંજૂરી આપવામાં આવી ન હતી.

આ ઘટના બાદ 17 એપ્રિલના રોજ રાજ્યમાં હિંદુ સંગઠનો દ્વારા મોટાપાયે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ શાસિત સરકાર અને તેના પ્રશાસન પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઉપરાંત, આ મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાસેથી માફી માંગવાની માંગ પણ કરવામાં આવી હતી. અનેક બ્રાહ્મણ સંગઠનો અને હિંદુઓએ આ મામલે ભારે વિરોધ કર્યો હતો.

ભાજપના પ્રદેશ પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાસેથી માફીની માંગ કરતા કહ્યું હતું કે, “કોંગ્રેસ સરકાર, જેને શાળાની છોકરીઓ દ્વારા બુરખા પહેરવાથી કોઈ સમસ્યા નહોતી, તે હવે હિંદુ ધર્મના પવિત્ર પ્રતીક માટે ખતરો જુએ છે.” તે જ સમયે, વિપક્ષી નેતા આર અશોકે એમ પણ કહ્યું કે, જનોઈનું અપમાન મરાઠા અને વૈશ્ય લોકોનું પણ અપમાન છે કારણ કે તેઓ પણ જનોઈ પહેરે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં