હોમપેજદુનિયા'ઇસ્લામી આતંકીઓને સમર્થન, હિંદુઓ પર અત્યાચાર, ભડકાવે છે ભારતવિરોધી ભાવના': બાંગ્લાદેશના રાજદૂતે...

‘ઇસ્લામી આતંકીઓને સમર્થન, હિંદુઓ પર અત્યાચાર, ભડકાવે છે ભારતવિરોધી ભાવના’: બાંગ્લાદેશના રાજદૂતે યુનુસને ‘તાનાશાહ’ ગણાવીને ખોલી પોલ તો સરકારે પાસપોર્ટ જ કરી દીધા રદ

સત્ય ઉજાગર કરવાના 'ગુના' બદલ મોહમ્મદ યુનુસ સરકારે બાંગ્લાદેશના આ રાજદૂત વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. નવી સરકારે રશીદ પર 'અનુશાસન ભંગ' અને 'મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસની વાસ્તવિકતાને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ' લગાવ્યો છે.

- Advertisement -

વડાંપ્રધાન શેખ હસીનાની (Sheikh Hasina) સરકારને ઉથલાવીને સત્તા પર આવનાર મોહમ્મદ યુનુસની (Muhammad Yunus) પોલ તેમની જ સરકારના લોકો ખોલી રહ્યા છે. મોરોક્કોમાં બાંગ્લાદેશના રાજદૂત હારુન રશીદે જણાવ્યું છે કે, આતંકવાદીઓની મદદથી શેખ હસીનાને કેવી રીતે સત્તા પરથી દૂર કરવામાં આવી અને બાંગ્લાદેશમાં હિંદુઓની હાલત કેવી છે. તેમણે યુનુસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે અને તેમને તાનાશાહ પણ ગણાવ્યા છે. જોકે, તેમના આરોપોના ગણતરીના કલાકોમાં જ યુનુસ સરકારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

મોરોક્કોમાં બાંગ્લાદેશના રાજદૂત હારુન અલ રશીદે બધો દોષ તેમની સરકાર પર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે, બાંગ્લાદેશની પરિસ્થિતિ વણસી રહી છે અને પશ્ચિમી દેશો તેના વિશે મૌન છે. રશીદે કહ્યું છે કે, બાંગ્લાદેશમાં સત્તા મેળવવા માટે ભારતવિરોધી ભાવના ઉભી કરવામાં આવી છે.

‘આતંકી અભિયાન હતું હસીનાનું તખ્તાપલટ’

રાજદૂત રશીદે આરોપ લગાવ્યો છે કે, બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટ, 2024ના રોજ સત્તામાં ફેરબદલી એક આતંકવાદી અભિયાનનું પરિણામ હતું. તેમણે કહ્યું, “5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશે તેના ઇતિહાસના સૌથી કાળા દિવસોમાંનો એક અનુભવ કર્યો – એક સુનિયોજિત આતંકવાદી હુમલાએ વડાંપ્રધાન શેખ હસીનાની કાયદેસર સરકાર ઉથલાવીને તેના પાયા હચમચાવી નાખ્યા. જ્યારે દેશ સળગી રહ્યો હતો અને બધી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ રહી હતી ત્યારે મોહમ્મદ યુનુસ સત્તા કબજે કરવા આવ્યા હતા.”

- Advertisement -

રશીદે કહ્યું છે કે, તેને વિશ્વના ઇતિહાસમાં સૌથી સફળ આતંકવાદી અભિયાન પૈકીનું એક ગણવામાં આવશે. તેમણે કહ્યું કે આ આતંકવાદી અભિયાનની શરૂઆત કેટલાક લોકોએ ઇન્ટરનેટ પર હસીના સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવીને કરી. તેમણે કહ્યું કે, શેખ હસીનાના શાસનમાં વાણી સ્વાતંત્ર્યનો ફાયદો ઉઠાવીને મુસ્લિમોને ઉશ્કેરવામાં આવ્યા અને તેમના મનમાં ભારત પ્રત્યે નફરત ભરવામાં આવી. આ ઉપરાંત, હિંદુઓ વિરુદ્ધ હિંસા પણ ભડકાવવામાં આવી હતી.

‘યુનુસ સરકારના મંત્રી આતંકવાદી’

હારૂન રશીદે કહ્યું છે કે, મોહમ્મદ યુનુસની સરકારમાં હિઝબુત-તહરીર, IS અને અલ-કાયદાના આતંકવાદીઓ મુક્તપણે ફરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, જુલાઈ-ઓગસ્ટમાં શેખ હસીના વિરુદ્ધ હિંસા ભડકાવનારા લોકો પણ આ સંગઠનોમાંથી જ આવ્યા હતા.

રશીદે કહ્યું કે, યુનુસ સરકારે તેમની સામે કાર્યવાહી કરવાને બદલે તેમને રક્ષણ આપ્યું છે, તેમને સરકારમાં સ્થાન આપ્યું છે અને તેમને મંત્રી બનાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, યુનુસની સરકારમાં બાંગ્લાદેશની વાસ્તવિક ઓળખ ભૂંસી નાખવામાં આવી રહી છે. હિંદુ મંદિરો તોડી પાડવામાં આવી રહ્યા છે. મહિલાઓ અને હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે.

‘હસીનાએ નહીં, પણ યુનુસે કર્યા અત્યાચાર’

રશીદે કહ્યું કે, શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા પછી યુનુસ સરકાર લોકો પર અત્યાચાર કરવામાં વ્યસ્ત છે. તેમણે લખ્યું કે, “જો માનવાધિકાર ઉલ્લંઘનની ખરેખર તપાસ કરવામાં આવે તો એક ભયાનક સત્ય બહાર આવશે. યુનુસના શાસનકાળમાં માત્ર 15 દિવસમાં થયેલા અત્યાચાર શેખ હસીનાના સમગ્ર કાર્યકાળ દરમિયાન થયેલા અત્યાચારો કરતાં ઘણા વધુ હતા.”

તેમણે આગળ લખ્યું, “તે બે અઠવાડિયા દરમિયાન, બાંગ્લાદેશમાં આતંક ફેલાયો હતો. ટોળાએ સેંકડો પોલીસકર્મીઓને મારી નાખ્યા – ગર્ભવતી મહિલાઓએ દયા માંગી, પરંતુ તેમને પણ મારી નાખવામાં આવી. સેંકડો અવામી લીગ સમર્થકોને માર મારીને મારી નાખવામાં આવ્યા, તેમના મૃતદેહ ચેતવણી તરીકે છોડી દેવામાં આવ્યા. આવી બર્બરતા સદીઓમાં ક્યારેય જોવા મળી નથી.”

‘મોહમ્મદ  યુનુસ છે તાનાશાહ’

રશીદે આરોપ લગાવ્યો કે, મોહમ્મદ યુનુસ પોતે એક તાનાશાહ છે. તેમણે કહ્યું કે, શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન યુનુસે સત્તામાં આવતાની સાથે જ તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો હટાવી દીધા હતા. રશીદે કહ્યું કે, મોહમ્મદ યુનુસે તેમનો મુખૌટો ઉતારી નાખ્યો છે અને તે સુધારક નથી પણ તાનાશાહ છે.

રશીદના મતે, યુનુસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે, શેખ હસીના ગાઝાની જેમ બાંગ્લાદેશ છોડીને ચાલી ગઈ છે, પરંતુ આમાં જરાય સત્ય નથી. રશીદે આરોપ લગાવ્યો કે, યુનુસ છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં થયેલા વિકાસને ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે મોહમ્મદ યુનુસ પર પશ્ચિમી દેશોના મૌન પર પણ સવાલો ઉઠાવ્યા છે. રશીદે કહ્યું કે, મોહમ્મદ યુનુસે પોતે અમેરિકામાં એક આતંકવાદીની પ્રશંસા કરી હતી. તેમણે યુનુસની ગ્રામીણ બેંક પર દેશના લોકોનું શોષણ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

રશીદે કહ્યું છે કે, તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે કારણ કે તેમણે બંગબંધુ મુજીબુર રહેમાન પર એક પુસ્તક લખ્યું હતું. રશીદે કહ્યું કે, તેમનો દેશ તેની પાસેથી છીનવાઈ ગયો છે. તેમણે પોતાને એક પ્રતાડિત રાજદ્વારી તરીકે વર્ણવ્યા છે.

હારુન રશીદને 2023માં મોરોક્કોમાં બાંગ્લાદેશના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ લાંબો અનુભવ ધરાવતા રાજદ્વારી છે અને અગાઉ ઘણા દેશોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેમણે હવે બાંગ્લાદેશની યુનુસ સરકાર સામે બળવો કર્યો છે અને તેનું સત્ય ઉજાગર કર્યું છે.

ઇસ્લામી શાસનને ઉજાગર કરવા બદલ રાજદૂત વિરુદ્ધ કાર્યવાહી

જોકે, સત્ય ઉજાગર કરવાના ‘ગુના’ બદલ મોહમ્મદ યુનુસ સરકારે બાંગ્લાદેશના આ રાજદૂત વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે. નવી સરકારે રશીદ પર ‘અનુશાસન ભંગ’ અને ‘મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસની વાસ્તવિકતાને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ’ લગાવ્યો છે. વધુમાં કહેવાયું કે, મુખ્ય રાજદૂતને પરત બોલાવવામાં આવ્યા હોવા છતાં તેઓ આવ્યા નથી અને બાદમાં મોરોક્કોમાં પોતાનું રાજીનામું આપીને કેનેડા ચાલ્યા ગયા છે. યુનુસ સરકારે અધિકારીઓને મોહમ્મદ હારુન અલ રશીદ અને તેમના પરિવારના પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં એવું કહેવાયું છે કે, ‘હારુનનો કોઈ ગુપ્ત ઉદ્દેશ્ય કે એજન્ડા હોય શકે છે.’

‘બળવાને ક્રાંતિ તરીકે દર્શાવવાના પ્રયાસો’

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની શેખ હસીના સરકાર વિરુદ્ધ જુલાઈ-ઓગસ્ટ મહિનામાં વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. વિરોધનું કારણ પહેલાં અનામત હોવાનું કહેવામાં આવ્યું હતું. આ મુદ્દો શેખ હસીના સરકારે ઉકેલી નાખ્યો. જોકે, તેનો વાસ્તવિક હેતુ હસીનાને ઉથલાવી પાડવાનો હતો.

થોડા દિવસોમાં જ આ વિરોધ હિંસક બની ગયો અને ઇસ્લામી આતંકવાદીઓ પણ તેમાં જોડાયા. તેમણે જ બાંગ્લાદેશમાં પોલીસ, હિંદુઓ અને આવામી લીગના લોકો પર હુમલો કર્યો અને અંતે શેખ હસીનાને નિશાન બનાવ્યા. શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પડી.

આ હિંસક કાર્યવાહીને સતત ક્રાંતિ તરીકે રજૂ કરવામાં આવે છે. જોકે, શેખ હસીનાના સમર્થકો વારંવાર કહે છે કે, તેમનો બળવો પશ્ચિમી દેશોના દબાણને કારણે થયો હતો. તાજેતરમાં એ પણ સ્પષ્ટ થયું કે સંયુક્ત રાષ્ટ્રએ આ બળવામાં સેનાના હાથ બાંધી દીધા હતા.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં