Sunday, November 17, 2024
More
    હોમપેજક્રાઈમ'હિન્દુસ્તાનને મળવો જોઈએ સંદેશ, ધરતી હલાવી દો...': બંગાળમાં હિંદુઓ પર ઇશનિંદાનો આરોપ...

    ‘હિન્દુસ્તાનને મળવો જોઈએ સંદેશ, ધરતી હલાવી દો…’: બંગાળમાં હિંદુઓ પર ઇશનિંદાનો આરોપ લગાવી કાર્તિક પૂજા દરમિયાન મુસ્લિમ ટોળાંનો હુમલો, ઘરો પર પથ્થરમારો કરી ચાંપી આગ

    વાયરલ વિડીયોમાં એક શખ્સે મુસ્લિમોને ભડકાવતા કહ્યું કે, "અમારે કાનૂની ન્યાય કે વળતર નથી જોઈતું. બસ ઇશનિંદા કરનારાને અમારા હવાલે કરી દો." તેણે અન્ય મુસ્લિમોને બેલડાંગામાં આતંક ફેલાવવા અને 'ઇશનિંદા' કરનારાને દફનાવી દેવાની વાત પણ કરી હતી.

    - Advertisement -

    શનિવાર (16 નવેમ્બર)ના રોજ સાંજના અરસામાં પશ્ચિમ બંગાળમાં (West Bengal) હિંસા (Violence) ફાટી નીકળી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, બંગાળના મુર્શિદાબાદ (Murshidabad) જિલ્લાના બેલડાંગા કસ્બામાં કટ્ટરપંથી મુસ્લિમ ટોળાંએ હિંદુઓનાં ઘરો પર હુમલો કરી દીધો હતો. આ હુમલો કાર્તિક પૂજા (Kartik Puja) દરમિયાન કરવામાં આવ્યો હતો. કાર્તિક પૂજા પશ્ચિમ બંગાળના હિંદુઓ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમગ્ર રાજ્યના હિંદુઓ આ દિવસે ભગવાન કાર્તિકની પૂજા-અર્ચના કરે છે.

    માહિતી અનુસાર, મુર્શિદાબાદમાં ઇસ્લામી ટોળાંએ ‘ઇશનિંદા’નો આરોપ લગાવીને હિંદુઓના ઘરો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ઘણા ઘરોમાં આગ પણ ચાંપી દેવામાં આવી હતી. ઘટના દરમિયાન હિંદુ સમાજના લોકો કાર્તિક પૂજા કરી રહ્યા હતા. ભાજપ પ્રવક્તા અમિત માલવિયાએ આ ઘટનાનો એક વિડીયો પણ શૅર કર્યો છે. તે વિડીયોમાં એક પીડિત હિંદુ વ્યક્તિ પોતાની આપવીતી જણાવી રહ્યો છે.

    વિડીયોમાં પીડિત વ્યક્તિ કહેતો સંભળાય છે કે, “જુઓ, પોલીસની હાજરીમાં કઈ રીતે હિંદુઓના ઘરોમાં આગ લગાડવામાં આવી રહી છે. જુઓ, કેવી રીતે પથ્થરમારો થઈ રહ્યો છે અને પથ્થરો આમતેમ પડેલા દેખાઈ રહ્યા છે. એક કારમાં પણ આગ લગાવી દેવામાં આવી છે.”

    - Advertisement -

    અમિત માલવિયાએ વિડીયો શૅર કરીને કેપશનમાં લખ્યું કે, “કાર્તિક પૂજાના દિવસે મુર્શિદાબાદના બેલડાંગામાં મુસ્લિમોએ હિંદુઓના ઘરો પર હુમલો કર્યો છે. મમતા બેનર્જીની પોલીસ મુકદર્શક બની રહી છે.” તેમણે હિંદુ સમાજની દુર્દશા પર ભાર આપતાં કહ્યું કે, “પશ્ચિમ બંગાળ હિંદુઓ માટે કબ્રસ્તાન બની ગયું છે. તેમના દરેક તહેવાર અને પૂજા પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ મમતા બેનર્જી માત્ર જોતાં રહે છે. બસ બહુ થયું હવે.”

    ‘હિન્દુસ્તાનને મળવો જોઈએ સંદેશ, ધરતી હલાવી દો..’: ઇસ્લામી શખ્સ

    ઉપરાંત પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે બેલગાંડામાં હિંદુઓના બાંગ્લાદેશ જેવા નરસંહાર પર ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે હિંદુ મહિલાઓને બૉમ્બ બ્લાસ્ટ અને જાનથી મારી નાખવાની અપાયેલી ધમકીઓ પર પ્રકાશ પાડ્યો છે. વાયરલ થયેલા અન્ય એક વિડીયોમાં એક મુસ્લિમ વ્યક્તિ હિંદુ સમુદાયને ધમકી આપતો પણ જોવા મળી રહ્યો છે, ઉપરાંત તે તેના મઝહબી સાથીઓને ભારે ઉત્પાત મચાવવા માટે પણ ભડકાવી રહ્યો છે.

    તેણે ધમકી આપતા કહ્યું છે કે, “હું મારા તમામ મુસ્લિમ ભાઈઓને જણાવવા માંગુ છું કે, બેલગાંડામાં કાર્તિક પૂજા પંડાલમાં અલ્લાહનું અપમાન કરવામાં આવ્યું છે. હું મારા મુસ્લિમ ભાઈઓને અપીલ કરું છું કે, તેઓ એવું કાંઈ કરે કે બેલડાંગાની ધરતી પણ હલી ઉઠે.” તેણે વધુમાં કહ્યું કે, “જે સુઅરના બચ્ચાએ આવું કર્યું છે, તેને ખતમ કરી દેવો જોઈએ. હિન્દુસ્તાનને અલ્લાહ અને પયગંબરના અપમાનના પરિણામનો સંદેશ મળવો જોઈએ.”

    વાયરલ વિડીયોમાં તે શખ્સે પોતાના મઝહબી સાથીદારોને કથિત ઇશનિંદાના આરોપસર બેલડાંગા અને આખા શહેરમાં હિંસા ઊભી કરવા માટે ભડકાવ્યા હતા. તેણે મુસ્લિમોને ભડકાવતા કહ્યું કે, “અમારે કાનૂની ન્યાય કે વળતર નથી જોઈતું. બસ ઇશનિંદા કરનારાને અમારા હવાલે કરી દો.” તેણે અન્ય મુસ્લિમોને બેલડાંગામાં આતંક ફેલાવવા અને ‘ઇશનિંદા’ કરનારાને દફનાવી દેવાની વાત પણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં