Wednesday, October 23, 2024
More
    હોમપેજદેશજામિયા યુનિવર્સિટીમાં દીપોત્સવ મનાવી રહેલા વિધાર્થીઓ પર ઇસ્લામી કટ્ટરપંથીઓનો હુમલો: લગાવ્યા 'અલ્લાહુ...

    જામિયા યુનિવર્સિટીમાં દીપોત્સવ મનાવી રહેલા વિધાર્થીઓ પર ઇસ્લામી કટ્ટરપંથીઓનો હુમલો: લગાવ્યા ‘અલ્લાહુ અકબર’ અને ‘પેલેસ્ટાઇન ઝિંદાબાદ’ના નારા, યુવતીઓને કહ્યું- પહેરો હિજાબ

    ઇસ્લામી કટ્ટરપંથીઓએ કાર્યક્રમ પર હુમલો કરી દીધો હતો. અહીં તેમણે પગથી દીવા તોડી નાખ્યા અને રંગોળીઓ પણ વેરવિખેર કરી નાખી હતી. તેમણે અહીં હાજર વિદ્યાર્થિનીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું.

    - Advertisement -

    દિલ્હીની (Delhi) જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં (Jamia Millia Islamia University) દીપોત્સવ (Deepotsav) મનાવી રહેલા હિંદુ વિદ્યાર્થીઓ (Hindu Students) પર ઇસ્લામી કટ્ટરપંથીઓએ હુમલો (Attacked by Islamists) કરી દીધો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે ટોળાંએ હિંદુ વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ પણ કરી હતી. ઉપરાંત પરિસરમાં બનાવવામાં આવેલી રંગોળી અને દીવાઓના સુશોભનને પણ લાત મારીને વેરવિખેર કરી નાખ્યું હોવાનું સામે આવ્યું છે. ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા-એ-તકબીર’ જેવા નારા સાથે ટોળાંએ હુમલો કર્યો હોવાનો આરોપ છે. હુમલાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા હતા, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

    જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ હુમલો કર્યાની આ ઘટના મંગળવારે (22 ઑક્ટોબર) બનવા પામી હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ જામિયાના ગેટ નંબર-7 પર ગુલિસ્તાન-એ-ગાલિબ (Gulistan-E-Ghalib) પાસે દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય કલા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત રંગોળી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.

    સાંજે 7:00-7:30 વાગ્યાની આસપાસ ઇસ્લામી કટ્ટરપંથીઓએ કાર્યક્રમ પર હુમલો કરી દીધો હતો. અહીં તેમણે પગથી દીવા તોડી નાખ્યા અને રંગોળીઓ પણ વેરવિખેર કરી નાખી હતી. તેમણે અહીં હાજર વિદ્યાર્થિનીઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ટોળાંએ વિદ્યાર્થીઓ સાથે મારામારી કરતાં અલ્લાહુ-અકબરના નારા લગાવવાનું પણ શરૂ કર્યું હતું. આ ઉપરાંત ‘પેલેસ્ટાઇન ઝિંદાબાદ’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ‘મેવાત સ્ટુડન્ટ યુનિયનના કટ્ટરપંથીઓએ કર્યો હુમલો’

    કાર્યક્રમમાં ભાગ લેનાર જામિયાના BA માસ મીડિયા કોર્સના વિદ્યાર્થી પ્રિયાંશુ કુમારે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “દર વર્ષની જેમ આ વખતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ યુવતીઓએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન જામિયાના મેવાત સ્ટુડન્ટ યુનિયનના કેટલાક કટ્ટરપંથીઓ આવ્યા અને ભારે હોબાળો કરવા લાગ્યા હતા.”

    પ્રિયાંશુએ ઑપઇન્ડિયાને વધુમાં જણાવ્યું કે, “મેવાત સ્ટુડન્ટ યુનિયનના ઇસ્લામી કટ્ટરપંથીઓએ અહીં ઝપાઝપી શરૂ કરી હતી. તેમણે યુવતીઓને હિજાબ પહેરવાને લઈને ધમકી પણ આપી હતી. આ પછી તેઓ ‘અલ્લાહુ અકબર’ અને ‘નારા-એ-તકબીર’ના નારા લગાવવા લાગ્યા હતા. હિંદુ વિદ્યાર્થીઓને જેમતેમ કરીને અહીંથી બહાર કાઢવામાં આવ્યા હતા.”

    પ્રિયાંશુએ એ પણ જણાવ્યું કે, મેવાત સ્ટુડન્ટ યુનિયનના કટ્ટરપંથીઓએ અહીં જબરદસ્તી દરેકના આઈકાર્ડ તપાસવાનો પ્રયાસ કર્યો હયો, ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે પણ તેમણે અવરોધો ઉભા કર્યા હતા. પ્રિયાંશુએ જણાવ્યું કે, આ મુસ્લિમ કટ્ટરપંથીઓ મોટી સંખ્યામાં હુમલો કરવાની યોજના સાથે જ આવ્યા હતા.

    જામિયામાં હોબાળાની માહિતી મળ્યા બાદ સ્થળ પર ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. હોબાળો કરનારની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ દરમિયાન ABVPએ જામિયા પ્રશાસન અને દિલ્હી પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. તેમણે માંગ કરી છે કે, આ તોફાનીઓની ઓળખ કર્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવે અને સજા આપવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં