Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટન્યુઝીલેન્ડમાં વસતાં એક NRIની મનઘડંત વાર્તાનો હવાલો આપીને ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર...

    ન્યુઝીલેન્ડમાં વસતાં એક NRIની મનઘડંત વાર્તાનો હવાલો આપીને ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તાંકયું નિશાન: નેટિઝન્સે રોકડું પરખાવ્યું

    ટ્વીટર પર ગોપાલ ઇટાલિયાને જવાબ આપતા ઘણા લોકોએ તો સામે આવીને કહ્યું કે તેઓ જ છે આઇટી સેલ જે કેજરીવાલના જૂઠ ઉઘાડા પાડે છે. આને આ માટે તેમને ભાજપે નથી રોક્યા પરંતુ તેઓ સ્વયંભૂ આ કામ કરી રહ્યા છે.

    - Advertisement -

    ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અવાર નવાર વિવાદોમાં રહેતા હોય છે. જેમ જેમ ગુજરાતની ચૂંટણી નજીક આવીં રહી છે તેમ તેમ તેઓ સમાચારોમાં રહેવા માટે મોકા શોધતા દેખાય છે. આવી જ એક ઘટનામાં ઇટાલિયાએ ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો અને અંતે પોતે ફસાયા હતા.

    રવિવાર 7 ઓગસ્ટના રોજ @RahulKrRaii નામના એક ટ્વીટર યુઝરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે 288 IT સેલ ટીમોને માત્ર ટ્વિટર પર અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરવા માટે તૈનાત કરી છે, તેઓને ટ્વીટ કરતાની સાથે જ ઓછામાં ઓછા 5 નેગેટિવ જવાબો પોસ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ સેલ ગુજરાતના વલસાડથી કાર્યરત છે અને તેને ‘ડેસ્ટ્રોયબ્રૂમ’ નામ આપવામાં આવ્યું છે.”

    પોતાની ટ્વીટમાં તેણે ભાજપ પર આઇટી સેલ દ્વારા અરવિંદ કેજરીવાલ પર સાયબર હુમલાઓ કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ પોતાની ટ્વીટમાં પોતાના આ આરોપને લાગતો કોઈ પુરાવો કે તથ્ય તેને સાથે જોડ્યા ન હતા.

    - Advertisement -

    પરંતુ તથ્ય હોય કે ના હોય જયારે અને જ્યાં પણ ભાજપ પર આરોપ લગાવવામાં આવે એટલે મેદાનમાં કૂદી પાડવાની આદત અનુસાર કાંઈ જાણ્યા જોયા વગર ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તરત જ આ ટ્વીટના સમર્થનમાં પોતે પણ ટ્વીટ કરીને ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરે છે.

    9 ઓગસ્ટની પોતાની ટ્વીટમાં ગોપાલ ઇટાલિયા લખે છે કે, “અરવિંદ કેજરીવાલ વિશે ખરાબ ટ્વિટ કરવા માટે ભાજપે 288 ટિમ ગુજરાતમાં કામે લગાડી છે. ગમે તે કરી લ્યો પણ આ વખતે જનતા કેજરીવાલ સાથે છે અને એક મોકો કેજરીવાલને આપવાની છે.”

    જો કે પોતાની ટ્વીટમાં આપ અધ્યક્ષે પણ આ આરોપો માટે કોઈ પુરાવા જોડ્યા ન હતા. જે બાદ નેટિઝન્સે તેમને આડે હાથ લીધા હતા અને તેમને ઉલટ પ્રશ્નો કરીને ઘેરી લીધા હતા.

    તીરના ઉદ્દભવસ્થાનને જ ગંતવ્યસ્થાન બનાવતા નેટિઝન્સ

    ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા તથ્યો સિવાય કરાયેલ ટ્વીટ બાદ ટ્વીટર પર રિએક્શન્સનું ઘોડાપુર ઉભરાયું હતું. લોકોએ ઇટાલિયાને જ ટાર્ગેટ કરી લીધા હતા.

    એક ટ્વીટર યુઝર @Tarun20tha એ તો મૂળ ટ્વીટ કરવાવાળાને જ AAPના આઇટી સેલનો મેમ્બર ગણાવી દીધો હતો અને કહ્યું કે આ આરોપ લગાવવાવાળો ભારતમાં છે જ નહિ. બહાર રહીને પણ આવા સમાચાર તેની પાસે પહેલા કઈ રીતે પહોંચી શકે?

    અન્ય એક ટ્વીટર યુઝર @hit19185 એ ઇટાલિયા પર જૂથ બોલવાનો આરોપ લગાવતા લખ્યું કે, “આપિયાં ઓ મીડિયા માં લાઈમ લાઈટમાં રેહવા અને પોતાને દુનિયા ના નંબર ૧ સત્યવાદી દેખાવા માટે જૂઠું બોલ્યા કરશે. બઉ ત્રેવડ હોય તો ૨૮૮ નું લીસ્ટ જાહેર કર. હવા માં ઉડવાનું બંધ કરો તમને કોઈ ભાવ નઈ આપવાનું.”

    ટ્વીટર યુઝર @ravinvarma એ આમ આદમી પાર્ટીને આતંકવાદીઓના સહાયક ગણાવીને લખ્યું કે “જે પાર્ટી દિવસે તારા બતાવતી હોય અને આંતકવાદી ઓ ને સમર્થન આપતી હોય એમને આપણા થોડાક લાભ માટે વોટ આપી દેશ નો સોદો ના કરાય.”

    ટ્વીટર યુઝર @7045abhishek જુદા જુદા રાજ્યોના બેરોજગારીના આંકડા શેયર કરીને લખે છે કે “ને તમે પણ ગમે તે કરી લેજો 288 નઇ 2,88,000 કામે લાગશે તોય જનતા સાચું જે છે એ કેવાની જ છે..”

    અન્ય એક ટ્વીટર યુઝર @kiiishann એ તો ત્યાં સુધી લખી દીધું કે BJP વાળાઓને કેજરીવાલને ટાર્ગેટ કરવાની જરૂર જ નથી, કેજરીવાલની તમામ હકીકત સૌને ખ્યાલ જ છે.

    @palakpatel7478 નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, “અલા ભાઈ શું ઠોક ઠોક કરે છે જે મન માં આવે એમ, પેહલા જોઈ લે કેજરીવાલ ની કોઈ પોસ્ટ ઉપર ૧૫૦૦,૨૦૦૦ થી વધારે રિપ્લાય નથી ટોટલ, અને ૨૮૮ ટીમ કામે લાગી હોય અને એક ટીમ માંથી ૧ નેગેટિવ રેપ્લ્યા કરે તો પણ કેટલા થાય, ખરેખર રાજનીતિ ની પત્તર ઠોકવા આવ્યા છે આ લોકો. નાના છોકરા સારા આના કરતાં.”

    ટ્વીટર યુઝર @NEILRAJGURU અને અન્ય ઘણા લોકોએ તો સામે આવીને કહ્યું કે તેઓ જ છે આઇટી સેલ જે કેજરીવાલના જૂઠ ઉઘાડા પાડે છે. આને આ માટે તેમને ભાજપે નથી રોક્યા પરંતુ તેઓ સ્વયંભૂ આ કામ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં