Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘2027માં યોગી સરકાર જશે, કારણકે UPમાં  મુસ્લિમોની વસ્તી વધી રહી છે’- SP...

    ‘2027માં યોગી સરકાર જશે, કારણકે UPમાં  મુસ્લિમોની વસ્તી વધી રહી છે’- SP ધારાસભ્ય મહબૂબ અલીએ ઇસ્લામિક કટ્ટરપંથી માનસિકતા કરી છતી, નોંધાઈ FIR

    જાહેર સભામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યએ કહ્યું કે “રાજ્યમાં મુસ્લિમ વસ્તી વધી રહી છે. તેથી તમારા શાસનનો અંત આવશે. મુઘલોએ 800 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. જયારે એ ના રહ્યા તો તમે શું કરી લેશો?”

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) ધારાસભ્યએ ભાજપની કેન્દ્ર સરકાર અને યોગી સરકાર (Yogi Aditya Nath) અંગે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. અમરોહાના સપા ધારાસભ્ય મહેબૂબ અલીએ (Mehboob Ali) બિજનૌરમાં સમાજવાદી પાર્ટીની સંવિધાન સન્માન સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું જેનાથી ખળભળાટ મચી ગયો હતો. તેમણે દાવો કર્યો કે મુસ્લિમોની વસ્તી વધી રહી છે તેથી 2027માં ભાજપ સત્તા પરથી હટી જશે. આ નિવેદનથી તેમણે તેમની માનસિકતા છતી કરી દીધી હતી. તાજી જાણકારી મુજબ હાલ તેની સામું FIR નોંધાઈ ચૂકી છે.

    ANIના અહેવાલ અનુસાર હાલમાં સપા ધારાસભ્ય મહેબૂબ અલી અને બિજનૌર સપા અધ્યક્ષ શેખ ઝાકિર હુસૈન વિરુદ્ધ શહેર ચોકીમાં FIR નોંધાઈ છે. ફરિયાદમાં જણાવાયું છે કે સપા ધારાસભ્યએ ધર્મના આધારે હિંદુ અને મુસ્લિમો વચ્ચે દુશ્મનાવટ અને નફરતને પ્રોત્સાહન આપતા નિવેદનો કર્યા છે.

    શું હતું વિવાદિત નિવેદન?

    ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તનની આગાહી કરતી વખતે સપા ધારાસભ્ય મહેબૂબ અલીએ મુસ્લિમ વસ્તીમાં થયેલા વધારા અંગે વાત કરતા તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી 2027માં સત્તા પરથી હટી જશે. યુપી સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મહેબૂબ અલીએ ઉત્તરપ્રદેશમાં વધી રહેલ મુસ્લિમ વસ્તીને હથિયાર બનાવીને તેમનો એજન્ડા સ્પષ્ટ કરી દીધો હતો.

    - Advertisement -

    જાહેર સભામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યએ કહ્યું કે “રાજ્યમાં મુસ્લિમ વસ્તી વધી રહી છે. તેથી તમારા શાસનનો અંત આવશે. મુઘલોએ 800 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. જયારે એ ના રહ્યા તો તમે શું કરી લેશો?” સપા ધારાસભ્યએ આગળ કહ્યું કે, “તમે ચોક્કસપણે 2027માં જશો, અમે ચોક્કસ આવીશું.” આ ઉપરાંત તેમણે ભાજપ સરકારને બંધારણ વિરોધી અનામત ગણાવી હતી.

    તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્રને બધુ વેચી નાખનારી સરકાર ગણાવતા તેમણે કહ્યું કે તેણે રેલવે વેચી, ટેલિકોમ વેચી, એલઆઈસી વેચી, એરપોર્ટ વેચ્યા અને દેશને પણ વેચી દીધો. હવે જનતા સમજી ગઈ છે કે તેઓ કયા મોઢે સેવા કરવા આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ મંત્રાલયમાં નવેમ્બર 2015માં કેબિનેટ ફેરબદલ દરમિયાન મહેબૂબ અલીને રેશમ અને કાપડ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2016માં તેમને લઘુ સિંચાઈનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં