Friday, September 20, 2024
More
    હોમપેજદેશ'જેના માતા-પિતાએ આતંકી અફઝલ ગુરુને બચાવવા કર્યા પ્રયાસ, તેને જ બનાવી દીધી...

    ‘જેના માતા-પિતાએ આતંકી અફઝલ ગુરુને બચાવવા કર્યા પ્રયાસ, તેને જ બનાવી દીધી દિલ્હીની CM’: કેજરીવાલના સ્થાને આતિશીની પસંદગી પર વિવાદ, માલીવાલે કહ્યું- દિલ્હી માટે દુઃખદ

    નોંધવા જેવી વાત તે છે કે, આતિશીના માતા-પિતા વિજય કુમાર સિંઘ અને તૃપ્તા વાહી કટ્ટર કોમ્યુનિસ્ટ છે. આતિશીના માતા-પિતા તે 'કુખ્યાત' લોકો પૈકીના છે, જેણે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અફઝલ ગુરુની ફાંસીની સજા વિરુદ્ધ ભારતના રાષ્ટ્રપતિને દયા અરજી લખી હતી.

    - Advertisement -

    દિલ્હીમાં (Delhi) બદલાતા રાજકીય માહોલનો હવે અંત આવી ગયો છે. મંગળવારે (17 સપ્ટેમ્બર) AAP ધારાસભ્ય આતિશી માર્લેનાને (Atishi Marlena) દિલ્હીના નવા મુખ્યમંત્રી (Delhi CM) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) રાજીનામાંના એલાન બાદ સામે આવ્યો છે. આતિશીના નામની ઘોષણા AAP સરકારના મંત્રી ગોપાલ રાયે કરી હતી. કેજરીવાલના સ્થાને આતિશીની પસંદગી પર હવે વિવાદ ઊભો થયો છે. AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) કહ્યું છે કે, જે મહિલાના માતા-પિતાએ આતંકી અફઝલ ગુરુને (Afzal Guru) બચાવવા માટે પ્રયાસ કર્યા હતા, હવે તે જ આતિશીની પસંદગી દિલ્હીના CM તરીકે થઈ છે. આ ઉપરાંત નેટીઝન્સ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.

    દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કેજરીવાલના સ્થાને આતિશીની પસંદગી થાય બાદ દિલ્હી સહિત દેશભરમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આતિશીના નામની ઘોષણા થયા બાદ તેમની જ પાર્ટીમાંથી વિરોધનું વંટોળ ઊડીને આવ્યું છે. AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આ ઘટનાને દિલ્હી માટે દુઃખદ ગણાવી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “દિલ્હીના લોકો માટે આજે ખૂબ જ દુઃખદ દિવસ છે. આજે દિલ્હીની મુખ્યમંત્રી એક એવી મહિલાને બનાવવામાં આવી રહી છે, જેના પરિવારે આતંકી અફઝલ ગુરુને ફાંસીથી બચાવવા માટે લાંબી લડાઈ લડી હતી. તેમના માતા-પિતાએ આતંકી અફઝલને બચાવવા માટે માનનીય રાષ્ટ્રપતિને દયા અરજીઓ લખી હતી.”

    સ્વાતિ માલીવાલે વધુમાં લખ્યું કે, “તેમના મતે અફઝલ ગુરુ નિર્દોષ હતો અને તેને રાજકીય કાવતરા હેઠળ ફસાવવામાં આવ્યો હતો. જોકે, આતિશી માર્લેના માત્ર ‘Dummy CM’ છે, તેમ છતાં આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. ભગવાન દિલ્હીની રક્ષા કરે.” આ ઉપરાંત તેમણે એક વિડીયો પણ મીડિયા સાથે શેર કર્યો હતો. વિડીયોમાં પણ તેમણે કહ્યું હતું કે, આતિશીના માતા-પિતાએ એક આતંકવાદીને બચાવવા માટે ઘણી લાંબી લડાઈ લડી હતી.

    - Advertisement -

    મીડિયામાં શેર થઈ રહેલા વિડીયોમાં પણ સ્વાતિ માલીવાલ તે જ વાત કરતાં નજરે પડી રહ્યા છે. વિડીયોમાં તેઓ કહે છે કે, “આપણે સૌ જાણીએ છીએ કે, તે માત્ર ડમી CM બનશે, એક કઠપૂતળીની જેમ કામ કરશે. પરંતુ આ મુદ્દો ખૂબ મોટો છે, કારણ કે તે મુખ્યમંત્રી તો બનશે જ. આ મુદ્દો સીધી રીતે દિલ્હી અને દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. ભગવાન બચાવે દિલ્હીને આવા મુખ્યમંત્રીઓથી.” આ સાથે તેમણે X પર આતિશીની માતાનું નિવેદન અને રાષ્ટ્રપતિને લખેલી દયા અરજી પણ શેર કરી હતી.

    આતિશીના માતા-પિતાએ કર્યા હતા આતંકીને બચાવવાના પ્રયાસ

    અહીં નોંધવા જેવી વાત તે છે કે, આતિશીના માતા-પિતા વિજય કુમાર સિંઘ અને તૃપ્તા વાહી કટ્ટર કોમ્યુનિસ્ટ છે. આતિશીના માતા-પિતા તે ‘કુખ્યાત’ લોકો પૈકીના છે, જેણે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી અફઝલ ગુરુની ફાંસીની સજા વિરુદ્ધ ભારતના રાષ્ટ્રપતિને દયા અરજી લખી હતી. તૃપ્તા તે જ ભારતવિરોધી અને આતંકવાદપ્રેમી કુખ્યાત SAR ગિલાની સાથે પણ જોડાયેલી છે. જોકે, આતિશીનો દાવો છે કે, તેઓ તેમના માતા-પિતાના રાજકારણ માટે જવાબદાર નથી. પરંતુ તેમ છતાં સોશિયલ મીડિયા પર નેટીઝન્સે આતિશીનો ઉધડો લઈ લીધો છે.

    સોશિયલ મીડિયા પર લોકોએ આતિશી માર્લેનાને ટાર્ગેટ કર્યા છે. એક યુઝરે તેમને કટ્ટર વામપંથી ગણાવ્યા છે અને તેમના માતા-પિતાને લઈને પણ અનેક દાવા કર્યા છે. સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, “આતિશીના માતા-પિતા કટ્ટર કોમ્યુનિસ્ટ છે, જેમણે માર્ક્સ અને લેનિનના નામ પર આતિશીને ‘માર્લેના’ નામ આપ્યું હતું. તેઓ આપણી સંસદ પર હુમલો કરનારા આતંકી અફઝલ ગુરુના સમર્થનમાં સામે આવ્યા હતા.”

    તે સિવાય પણ અનેક લોકોએ આતિશીને લઈને દાવા કર્યા છે અને દિલ્હીના નવા મુખ્યમંત્રી તેમને બનાવવા પર ચિંતા પણ વ્યક્ત કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં