Saturday, November 23, 2024
More
    હોમપેજમિડિયાભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓને હિંદુ ગણાવવાની 'દિવ્ય' બદમાશી: અખબારે બીજા...

    ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓને હિંદુ ગણાવવાની ‘દિવ્ય’ બદમાશી: અખબારે બીજા દિવસે ફેરવી તોળ્યું પણ માફી ન માંગી

    અખબાર દિવ્ય ભાસ્કરે અન્ય એક કેસમાં થયેલી કાર્યવાહીને રામનવમીની શોભાયાત્રા સાથે સરખાવીને હિંદુઓને પથ્થરમારા કરનાર ગણાવ્યા હતા.

    - Advertisement -

    ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ હાલ ‘ગરબા પર GST’ અંગેના તેના ભ્રામક અહેવાલને લઈને ચર્ચામાં છે ત્યારે નવી એક કરતૂત સામે આવી છે. અખબારે ભ્રામક હેડલાઈન પ્રકાશિત કરીને આઠ હિંદુ વ્યક્તિઓને હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરાવનારા ગણાવી દીધા હતા. જોકે, હિંદુઓની લાગણી દુભાતા અખબારે બીજા દિવસે સ્પષ્ટતા તો કરી હતી પરંતુ માફી માંગી ન હતી. 

    ગુરુવાર (4 ઓગસ્ટ 2022)ના રોજ દિવ્ય ભાસ્કરની હિંમતનગર આવૃત્તિ ‘હિંમતનગર-મોડાસા ભાસ્કર’ના પહેલા પાને ‘હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો કરનારા 8 ઝડપાયા’ શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ તમામે રામનવમીની શોભાયાત્રા પર હુમલો કર્યો હતો. સાથે તેમનાં નામો પણ લખવામાં આવ્યાં હતાં અને તેમની પોલીસ હિરાસતની તસ્વીર પણ જોડવામાં આવી હતી. 

    જોકે, અખબારના સમાચારથી વિપરીત સત્ય એ છે કે આ આઠ હિંદુ વ્યક્તિઓની ધરપકડ રામનવમીની શોભાયાત્રા પર હુમલો કરવા બદલ કરવામાં આવી ન હતી. રામનવમીની શોભાયાત્રા પર હુમલો થયા બાદ તે સાંજે હિંમતનગરના વણઝારાવાસ વિસ્તારમાં પણ હિંદુઓ પર પથ્થરમારો થયો હતો. આ હુમલા બાદ સર્જાયેલી જૂથ અથડામણ બાદ પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે મામલે હાલની કાર્યવાહી કરવામાં આવી હતી. 

    - Advertisement -

    આ લોકો શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા નથી, અન્ય કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે: પોલીસ 

    આ મામલે ઑપઇન્ડિયા દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ.વી જોશીનો સંપર્ક કરવામાં આવતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ આરોપીઓનો રામનવમી પર પથ્થરમારો કરવા સાથે કોઈ સબંધ નથી. તેમણે જણાવ્યું હતું કે, આ આરોપીઓને રામનવમીની શોભાયાત્રા પર હુમલો કરવાના ગુનામાં પકડવામાં આવ્યા નથી. પરંતુ રામનવમીની હિંસા બાદ થયેલ અન્ય ઘટના મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 

    અખબાર ‘દિવ્ય ભાસ્કરે’ સત્યથી તદ્દન વિપરીત સમાચાર પ્રકાશિત કર્યા બાદ બીજા દિવસે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. અખબારે સ્પષ્ટતા કરતી નોંધમાં ખુલાસો આપતા જણાવ્યું હતું કે આઠ વ્યક્તિઓએ રામનવમીની શોભાયાત્રા પર હુમલો કર્યો હતો તે મુજબની હેડલાઈન ‘શરતચૂક’થી લખાઈ હતી અને આ લોકોએ શોભાયાત્રા પર હુમલો કર્યો નથી. એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેનાથી હિંદુ સમાજની લાગણી દુભાઈ છે. જોકે, છતાં માફીનો એક પણ શબ્દ લખવામાં આવ્યો ન હતો.

    વણઝારાવાસ પર થયો હતો હુમલો, પથ્થર અને પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હતા 

    અહીં ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે રામનવમી શોભાયાત્રા પર હુમલો થયા બાદ 10મી અને 11મી એપ્રિલે રાત્રે હિંમતનગરના વણઝારાવાસની આસપાસના મુસ્લિમ વિસ્તારોમાંથી પથ્થરમારો થયો હતો અને પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. 

    સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આવાસ યોજના હેઠળનાં મકાનોમાં રહેતા મુસ્લિમ પરિવારો હુમલા પહેલા બપોરે જ અન્યત્ર જતા રહ્યા હતા અને ત્યારબાદ રાત્રે તેમની ઉપર હસનનગર જેવા આસપાસના વિસ્તારમાંથી કાચની બોટલો, પેટ્રોલ બૉમ્બ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ હુમલો પૂર્વનિયોજિત હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. 

    વણઝારાવાસમાં હુમલો થયા બાદ કેટલાક હિંદુ પરિવારો હિજરતનો પ્રયાસ કર્યો હતો અને ઘરો ખાલી કરીને ટ્રેકટરમાં સમાન ભરી અન્યત્ર જવાની તૈયારી કરી લીધી હતી. જે બાદ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં