Monday, November 25, 2024
More
    હોમપેજક્રાઈમબાંગ્લાદેશમાં શરૂ થયો હિંદુઓનો નરસંહાર, મંદિરો પર હુમલા, ઘરમાંથી કાઢીને મારી રહ્યા...

    બાંગ્લાદેશમાં શરૂ થયો હિંદુઓનો નરસંહાર, મંદિરો પર હુમલા, ઘરમાંથી કાઢીને મારી રહ્યા છે કટ્ટરપંથીઓ: સ્થાનિક મીડિયાના અહેવાલો છતાં જેહાદીઓને બચાવવા ઉતરી આવ્યો મોહમ્મદ ઝુબૈર

    બાંગ્લાદેશના કાલીગંજમાં 4 હિંદુઓના ઘર લૂંટાયા છે. તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. લાલમોનીરહાટમાં ઘણી હિંદુ દુકાનો અને ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હાથીબંધમાં હિંદુઓના 12 ઘરોને આગ ચાંપી દેવામાં આવી છે. દિનાજપુરમાં પણ હિંદુઓના ઘણા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ પણ રમખાણોનો (bangladesh Violence) માહોલ છે. ઇસ્લામી કટ્ટરપંથીઓએ આખા દેશને આગ લગાવી દીધી છે. આખા બાંગ્લાદેશમાં વિવિધ જગ્યાઓએ હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેહાદી ટોળાંઓ હિંદુઓના ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા કરી રહ્યા છે. અનેક જગ્યાએ હિંદુઓ પર અત્યાચાર થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. ‘જમાત-એ-ઇસ્લામી’ના (Jamaat-e-Islami) કટ્ટરવાદીઓ હિંદુઓને ઘરમાંથી કાઢીને મારી રહ્યા છે. આ બધા વચ્ચે હવે ભારતમાં રહેલી ઇસ્લામી ગેંગ બાંગ્લાદેશના કટ્ટરપંથી મુસ્લિમોની કરતૂતોને વાઇટ વોશ કરવાનું કામ કરી રહી છે અને તેનો નેતા છે કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈર.

    બાંગ્લાદેશમાં સતત હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હિંદુઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. ઢાકા ટ્રિબ્યુનથી લઈને બાંગ્લાદેશના અન્ય અખબારોમાં પણ આ અંગેના રિપોર્ટ પ્રકાશિત થઈ રહ્યા છે અને બીજી તરફ ભારતની ઇસ્લામી ગેંગ બાંગ્લાદેશી કટ્ટરપંથીઓના બચાવમાં ઉતરી આવી છે. તેમાં એક નામ મોહમ્મદ ઝુબૈરનું પણ છે. મોહમ્મદ ઝુબૈરે (Mohammed Zubair) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફોટો પોસ્ટ કરીને બાંગ્લાદેશી મુસ્લિમોના ‘ભાઈચારા’ના ગુણગાન ગાયા છે. તેણે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, બાંગ્લાદેશમાં મુસ્લિમો હિંદુ મંદિરોને બચાવવામાં લાગ્યા છે. તેનો દાવો છે કે, આ લોકો બહાર બેસીને મંદિરો પર થનારા હુમલાને (Attacks on Hindu Temples) રોકી રહ્યા છે.

    બીજી તરફ બાંગ્લાદેશના સ્થાનિક અહેવાલોમાં તેની વિરુદ્ધના સમાચાર સામે આવી રહ્યા છે. હિંદુઓ પર હુમલા (Attack on Hindus), ઇસ્કોન મંદિર, મહાકાળી મંદિર સહિતના અનેક હિંદુ મંદિરો પર હુમલા જેવા સમાચાર આવી રહ્યા છે. ઘણા ઇન્ટનેશનલ ન્યૂઝમાં પણ બાંગ્લાદેશી હિંદુઓ પર થતાં અત્યાચાર વિશેની વાત કરવામાં આવી રહી છે અને ‘જમાત-એ-ઇસ્લામી’ની કરતૂતો તો જગજાહેર છે. તેનો તો એજન્ડા જ કાફિરોને ખતમ કરીને શરિયા શાસન લાવવાનો છે.

    - Advertisement -

    બાંગ્લાદેશી મીડિયાએ જ ઇસ્લામી ગેંગના દાવાઓની કાઢી નાખી હવા

    મોહમ્મદ ઝુબૈર સહિતના ઇસ્લામી ગેંગના સભ્યોની હવે ખુદ બાંગ્લાદેશી મીડિયાએ જ કાઢી નાખી છે. ઝુબૈરને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે કે, બાંગ્લાદેશી મુસ્લિમો હિંદુ મંદિરોને બચાવી રહ્યા છે. ચાલો માની લઈએ કે, બચાવી રહ્યા છે. પણ તે આ મંદિરોને કોનાથી બચાવી રહ્યા છે? કઈ તાકાત મંદિરો પણ હુમલો કરવા આવી રહી છે? હુમલો કરનારા લોકો કોણ છે? લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, જો ઇસ્લામી કટ્ટરપંથીઓ જ હુમલો કરી રહ્યા છે તો તેને મુસ્લિમો શા માટે બચાવી રહ્યા છે?

    બાંગ્લાદેશી મીડિયા હિંદુઓ પર હુમલાના સમાચાર ચલાવી રહ્યું છે. બાંગ્લાદેશની મુખ્ય સમાચાર વેબસાઇટ ‘ધ ડેલી સ્ટાર’ અનુસાર, દેશમાં 5 ઑગસ્ટ, 2024ના રોજ ઓછામાં ઓછા 27 સ્થળોએ હિંદુઓને નિશાનો બનાવવામાં આવ્યા છે. તેમની દુકાનો, મંદિરો અને ઘરો પણ તોડવામાં આવ્યા છે. એક હિંદુ પાર્ષદની હત્યા પણ કરી નાખવામાં આવી છે. ઘણા હિંદુ પત્રકારોને પણ મારી નાખવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિરો પર હુમલા થઈ રહ્યા છે.

    બાંગ્લાદેશના કાલીગંજમાં 4 હિંદુઓના ઘર લૂંટાયા છે. તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. લાલમોનીરહાટમાં ઘણી હિંદુ દુકાનો અને ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હાથીબંધમાં હિંદુઓના 12 ઘરોને આગ ચાંપી દેવામાં આવી છે. દિનાજપુરમાં પણ હિંદુઓના ઘણા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ઘણા મંદિરો પર હુમલો કરવામાં આવ્યો અને મૂર્તિઓ તોડી નાખવામાં આવી છે. બાંગ્લાદેશના મોટા દરિયાકાંઠાના શહેર ખુલનામાં હિંદુઓના ઘરોમાં પણ લૂંટફાટ અને તોડફોડ થઈ રહી છે. આ બધુ કોણ કરી રહ્યું છે? ઝુબૈરના મતે, મુસ્લિમો તો હિંદુઓના મંદિરો બચાવી રહ્યા છે! તો પછી આ કરી કોણ રહ્યું છે?

    હુમલાની લિસ્ટ અહીં જ નથી અટકતી, બાંગ્લાદેશના ખુલનામાં આવેલા ઇસ્કોન મંદિરને પણ સળગાવી દેવામાં આવ્યું છે અને અહીં રાખવામાં આવેલી મૂર્તિઓને પણ તોડી નાખવામાં આવી છે. ઇસ્લામી કટ્ટરપંથીઓએ આ મંદિર પર હિંદુ સમુદાય સંતાયા બાદ હુમલો કર્યો હતો. શરણાર્થીઓ ભાગી ગયા પરંતુ મૂર્તિઓને ખરાબ રીતે નુકસાન થયું છે. આ ઉપરાંત મૌલવી બજારમાં પણ કાલી મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મંદિરને આગ લગાડવામાં આવી છે. X પર પોસ્ટ કરાયેલા એક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇસ્લામી કટ્ટરપંથીઓએ એક હિંદુ વ્યક્તિને જીવતો સળગાવી દીધો હતો. ઠાકુરગાંવમાં પણ હિંદુ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી અને મંદિરોને તોડી પાડવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં જુલાઈથી અનામત નાબૂદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. આ પ્રદર્શનને ઇસ્લામિક કટ્ટરપંથીઓ, ખાસ કરીને ‘જમાત-એ-ઇસ્લામી‘ દ્વારા હાઇજેક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભારે હિંસા થઈ હતી. ઓગસ્ટમાં હિંસા વધી હતી અને વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો હતો. શેખ હસીના ઢાકા છોડીને સોમવારે (5 ઓગસ્ટ, 2024) ભારત આવ્યા હતા. હાલમાં તે ભારતમાં છે. તે થોડા દિવસ ભારતમાં રહેશે અને પછી બ્રિટન જવા માટે રવાના થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં